ETV Bharat / city

જામનગરનું સૂર્યપરા ગામ બન્યું કોરોનામુક્ત

author img

By

Published : May 8, 2021, 7:46 PM IST

હાલ રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત છે, કોરોના વાઇરસના કેસોમાં વધારો નોંધાયો છે. અનેક લોકો કોરોનાગ્રસ્ત પણ બની રહ્યા છે ત્યારે જામનગરનું સૂર્યપરા ગામ કોરોનામુ્કત બન્યું છે.

જામનગરનું સૂર્યપરા ગામ બન્યું કોરોનામુક્ત
જામનગરનું સૂર્યપરા ગામ બન્યું કોરોનામુક્ત

  • રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત
  • મિત્ર મંડળે શરૂ કર્યું કોવિડ કેર સેન્ટર
  • સામાન્ય લક્ષણ જણાતા કોવિડ કેર સેન્ટરમાં સારવાર અપાઇ છે

જામનગરઃ જિલ્લાના સૂર્યપરા ગામમાં મિત્ર મંડળ દ્વારા 10 બેડનું કોવિડ કેર સેન્ટર બનાવવામાં આવ્યું છે. ગામમાં એક પણ કોરોનાનો કેસ ન આવે તેની તમામ તકેદારીઓ ગ્રામજનો રાખી રહ્યા છે. ગ્રામજનો દ્વારા કોવિડ ગાઇડલાઇનનું સંપૂર્ણ પાલન કરવામાં આવી રહ્યું છે.

સામાન્ય લક્ષણ જણાતા કોવિડ કેર સેન્ટરમાં સારવાર અપાઇ છે
સામાન્ય લક્ષણ જણાતા કોવિડ કેર સેન્ટરમાં સારવાર અપાઇ છે

આ પણ વાંચોઃ મહીસાગર જિલ્લાનું ઝાલાસાગ ગામ સ્વયંશિસ્તના કારણે કોરોનામુક્ત બન્યું

સૂર્યપરા ગામમાં તમામ લોકોને વેક્સિન આપવામાં આવી

સૂર્યપરા ગામમાં તમામ લોકોને વેક્સિન આપવામાં આવી છે. ગત 22મી તારીખથી સૂર્યપરા ગામમાં 18થી 45 વર્ષની વયના તમામ લોકોને વેક્સિન આપવામાં આવી છે. અગાઉ સિનિયર સિટીઝનોને પણ વેક્સિન આપવામાં આવી હતી. કોરોનાની બીજી લહેરની શરૂઆત થતાં સૂર્યપરા ગામમાં કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. જોકે બાદમાં આ ગામના સરપંચ મુકેશભાઈ મુગરા અને મિત્ર મંડળ દ્વારા ગામમાં એક પણ કોરોનાનો કેસ નોંધાય નહીં તેની તકેદારી રાખવામાં આવી હતી. અમુક સિનિયર સિટીઝનોને તાવ, ઉધરસ સહિતના સામાન્ય લક્ષણો જણાતા હોય તો તેમને ગામમાં કોવિડ કેર સેન્ટરમાં સારવાર આપવામાં આવે છે.

જામનગરનું સૂર્યપરા ગામ બન્યું કોરોનામુક્ત

આ પણ વાંચોઃ જૂનાગઢના કેશોદમાં આવેલો આંબેડકરનગર વિસ્તાર કોરોનામુક્ત બન્યો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.