ETV Bharat / city

જામનગર જી.જી.હોસ્પિટલમાં તબીબ શિક્ષકો દ્વારા ધરણા યોજાયા

author img

By

Published : May 14, 2021, 10:30 AM IST

સમગ્ર દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. ત્યારે હોસ્પિટલમાં ડોક્ટરો કોરોનાના દર્દીઓની રાત-દિવસ સેવા કરી રહ્યા છે. ડોક્ટરો પોતાના જીવને જોખમમાં મૂકીને દર્દીની સેવા કરી રહ્યા છે. ત્યારે ગુજરાત મેડિકલ ટીચર એસોસિએશન દ્વારા પડતર માગણીઓની અનેકવાર રજૂઆત કરવા છતાં કોઇ ઉકેલ ન આવવાથી ધરણા પર ઉતર્યા હતા.

જામનગર જી.જી.હોસ્પિટલમાં તબીબ શિક્ષકો દ્વારા ધરણા યોજાયા
જામનગર જી.જી.હોસ્પિટલમાં તબીબ શિક્ષકો દ્વારા ધરણા યોજાયા

  • ગુજરાત મેડિકલ ટીચર એસોસિએશન દ્વારા પડતર માંગણીઓની અનેકવાર રજૂઆત કરવા છતાં કોઇ ઉકેલ આવ્યો નહી
  • જી.જી. હોસ્પિટલમાં ધરણા કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું
  • 10 વર્ષની નિયમિત સેવા બાદ વિકલ્પ આપી પ્રાઇવેટ પ્રેકટિસ કરવાની છૂટ આપવાની માગ કરી હતી

જામનગરઃ ગુજરાતના તબીબી શિક્ષકોએ વિવિધ પ્રશ્ર્નોને લઇને રજૂઆત કરી હતી. જેવી કે, રેગ્યુલર મેડિકલ ટિચર્સની બાકી રહેલી સેવાના સળંગ ઓર્ડર કરવા, 2017થી સાતમા પગાર પંચ મુજબ NPA મંજૂર કરવા, પડતર બધી જ DPSના ઓર્ડર કરવા, કરારીય નિમણૂંક બંધ કરવા, 10 વર્ષની નિયમિત સેવા બાદ વિકલ્પ આપી પ્રાઇવેટ પ્રેકટિસ કરવાની છૂટ આપવાની માગ કરી હતી.

આ પણ વાંચોઃ GMERS નર્સિંગ સ્ટાફ અને ડોક્ટરોની બીજા દિવસે હડતાલ યથાવત્

કોવિડ હોસ્પિટલમાં ફરજ બજાવતા શિક્ષકોને પ્રાથમિકતા આપવાની માગ

આ ઉપરાંત તમામ એડહોક મેડિકલ ટિચરની સેવા નિયમિત કરવા અને હાલમાં એડહોક સેવા બજાવતા તમામ તબીબી શિક્ષકો માટે તાત્કાલિક GPSCની પરિક્ષા કરવા, જેમાં સરકારી કોલેજોને કોવિડ હોસ્પિટલમાં ફરજ બજાવતા શિક્ષકોને પ્રાથમિકતા આપવા સહિતની માગણીઓ સંતોષવા ગુજરાત મેડિકલ ટિચર્સ એસોસિએશન દ્વારા રજૂઆત કરાઇ છે.

આ પણ વાંચોઃ સુરતમાં પગારની માગને લઈ ડોક્ટરો હડતાલ પર ઉતર્યા

રાજ્ય સરકાર સમક્ષ અનેક વખત રજૂઆત કરી છતાં પણ કોઈ ઉકેલ આવ્યો નહિ

આ અંગે અનેક વખત રજૂઆતો કરવામાં આવી હતી, તેમ છતાં પડતર પ્રશ્રોનો કોઇ ઉકેલ આવ્યો નથી. તેને લઇને જામનગર ગુજરાત મેડિકલ ટીચર એસોસિએશન દ્વારા જી.જી. હોસ્પિટલના પ્રટાંગણમાં ધરણા યોજી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.