ETV Bharat / city

Shaurya Katha Program At Bhuchar Mori: હર્ષ સંઘવીનું નિવેદન, રાજ્યમાં 3 જ મહિનામાં તોડી પાડવામાં આવ્યું ડ્રગ્સ નેટવર્ક

author img

By

Published : Dec 31, 2021, 5:46 PM IST

Shaurya Katha Program At Bhuchar Mori: હર્ષ સંઘવીનું નિવેદન, રાજ્યમાં 3 જ મહિનામાં તોડી પાડવામાં આવ્યું ડ્રગ્સ નેટવર્ક
Shaurya Katha Program At Bhuchar Mori: હર્ષ સંઘવીનું નિવેદન, રાજ્યમાં 3 જ મહિનામાં તોડી પાડવામાં આવ્યું ડ્રગ્સ નેટવર્ક

ધ્રોલના ભૂચરમોરીના મેદાન ખાતે યોજાયેલા શૌર્ય કથા સપ્તાહ કાર્યક્રમ (Shaurya Katha Program At Bhuchar Mori)માં હર્ષ સંઘવીએ કહ્યું કે (Harsh Sanghavi in Dhrol), ગુજરાતમાં ડ્રગ્સ ઘૂસાડવાના નેટવર્કને (Drugs network in Gujarat) 3 મહિનામાં જ તોડી પાડવામાં આવ્યું છે. તેમણે ગુજરાત પોલીસની કામગીરીને બિરદાવી હતી.

જામનગર: ધ્રોલના ભૂચરમોરીના મેદાન ખાતે યોજાયેલા શૌર્ય કથા સપ્તાહ કાર્યક્રમ (Shaurya Katha Program At Bhuchar Mori)માં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને ગૃહપ્રધાન હર્ષ સંઘવી (Harsh Sanghavi in Dhrol) ઉપસ્થિત રહ્યા હતા. ધ્રોલના ત્રિકોણ બાગ (dhrol trikon baug)થી શૌય કથા સપ્તાહ કાર્યક્રમ સ્થળ સુધી વિશાળ રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું.

ગુજરાતમાં છેલ્લા 3 મહિનાથી ડ્રગ્સ સપ્લાયનું કામ ચાલતું હતું

ગુજરાત પોલીસે ઉમદા કામગીરી કરી તમામ આરોપીઓને જેલ હવાલે કર્યા છે - હર્ષ સંઘવી
ગુજરાત પોલીસે ઉમદા કામગીરી કરી તમામ આરોપીઓને જેલ હવાલે કર્યા છે - હર્ષ સંઘવી

શૌર્ય કથા સપ્તાહ કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને ગૃહપ્રધાન હર્ષ સંઘવી (gujarat home minister harsh sanghvi)એ જુસ્સાભેર વક્તવ્ય આપ્યું હતું. કાર્યક્રમમાં સી.આર. પાટીલે જણાવ્યું કે, રાજપૂત સમાજે અનેક બલિદાનો (contribution of rajputs for india) આપ્યા છે, જ્યારે જ્યારે દેશને જરૂર પડી ત્યારે રાજપૂત યુવાનોએ બલિદાન આપવામાં પાછી પાની નથી કરી. ઓછું સૈન્ય હોય તો પણ ક્યારેય રાજપૂતોએ પીઠ બતાવી નથી.

પાકિસ્તાની નાગરિકને ઝડપીને જેલ હવાલે કરવામાં આવ્યો

કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને ગૃહપ્રધાન હર્ષ સંઘવી (gujarat home minister harsh sanghvi)એ જુસ્સાભેર વક્તવ્ય આપ્યું હતું.

શૌર્ય કથા સપ્તાહ કાર્યક્રમમાં ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ડ્રગ્સ ઘૂસાડવાના કાવતરાના નેટવર્ક (Drugs network in Gujarat)ને 3 મહિનામાં જ તોડી પાડવામાં આવ્યું છે. ગુજરાત પોલીસે ઉમદા કામગીરી કરી તમામ આરોપીઓને જેલ હવાલે કર્યા છે. પાકિસ્તાની નાગરિકને અને સ્થાનિક લોકોને ડ્રગ્સ કેસ (Drugs Cases Gujarat)માં ઝડપી પાડી કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપી પાડવામાં સફળતા મળી છે.

આ પણ વાંચો: Advocate Kirit Joshi Murder Case: કિરીટ જોશી હત્યા કેસના આરોપીના જામીન રદ કરતી જામનગર કોર્ટ

આ પણ વાંચો: Corona Cases In Jamnagar: છઠ્ઠા ધોરણની વિદ્યાર્થિનીને થયો કોરોના, શાળાના 100થી વધુ બાળકોનું કરાયું ટેસ્ટિંગ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.