ETV Bharat / city

Self Defense training At Jamnagar: ફેનીલ જેવા નરાધમોથી બચવા સેલ્ફ ડિફેન્સ ટ્રેનિંગ જરૂરી, અહીં 20 હજારથી વધુ યુવતીઓએ લીધી તાલીમ

author img

By

Published : Feb 25, 2022, 3:43 PM IST

જામનગરની મહિલા ITI ખાતે યુવતીઓને છેલ્લા 8 વર્ષથી સેલ્ફ ડિફેન્સ (Self Defense training At Jamnagar)ની તાલીમ આપવામાં આવી રહી છે. અત્યાર સુધી 20 હજારથી વધારે યુવતીઓએ અહીંથી સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ લીધી છે. હાલમાં 250થી વધુ યુવતીઓ તાલીમ લઇ રહી છે.

Self Defense training At Jamnagar: ફેનીલ જેવા નરાધમોથી બચવા સેલ્ફ ડિફેન્સ ટ્રેનિંગ જરૂરી, અહીં  20 હજારથી વધુ યુવતીઓએ લીધી તાલીમ
Self Defense training At Jamnagar: ફેનીલ જેવા નરાધમોથી બચવા સેલ્ફ ડિફેન્સ ટ્રેનિંગ જરૂરી, અહીં 20 હજારથી વધુ યુવતીઓએ લીધી તાલીમ

જામનગર: સુરતમાં ગ્રીષ્મા વેકરિયા (Grishma Vekariya Murder)ની ગળું કાપીને હત્યા બાદ ગુજરાતમાં યુવતીઓને ડિફેન્સ (self defense for women In Gujarat) શીખવાની ઘણી જ જરૂરિયાત અનુભવાઈ રહી છે. આ કારણે અનેક યુવતીઓ હવે સેલ્ફ ડિફેન્સ શીખવા તરફ વળી છે. જામનગરની મહિલા ITI (ITI jamnagar mahila college) ખાતે યુવતીઓને છેલ્લા 8 વર્ષથી પોતાનો સ્વબચાવ કેવી રીતે કરવો તે માટેની તાલીમ આપવામાં આવી રહી છે.

જામનગરની મહિલા ITI ખાતે યુવતીઓને સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે.

ટ્રેનર દ્વારા રોજ એક કલાક સેલ્ફ ડિફેન્સની તાલીમ આપવામાં આવે છે

અહી યુવતીઓને શારીરિક તાલીમ (Physical training for young women jamnagar) આપવામાં આવે છે અને મેન્ટલી રીતે પણ યુવતીઓ સ્ટ્રોંગ બને તે માટે નિષ્ણાત ટ્રેનર દ્વારા રોજ એક કલાક તાલીમ આપવામાં આવે છે. જામનગર મહિલા ITI ખાતે છેલ્લા 8 વર્ષથી યુવતીઓને સેલ્ફ ડિફેન્સ માટે જુદી જુદી તાલીમ આપવામાં આવી રહી છે. સુરતમાં યુવતીની ગળું કાપીને હત્યા (Crime In Surat) કર્યા બાદ તેના ઘેરા પ્રત્યાઘાતો સમગ્ર રાજ્યમાં પડ્યા છે.

આ પણ વાંચો: Farmer Smartphone Subsidy Scheme: ખેતી અંગેની તમામ માહિતી હવે ખેડૂતોની આંગળીના ટેરવે, ધરતીપુત્રોએ આપી પ્રતિક્રિયા

કોઇપણ હથિયાર વગર સ્વરક્ષણ કઈ રીતે કરવું તે શીખવવામાં આવે છે

અત્યાર સુધીમાં 20 હજાર જેટલી યુવતીઓએ તાલીમ લીધી છે.
અત્યાર સુધીમાં 20 હજાર જેટલી યુવતીઓએ તાલીમ લીધી છે.

યુવતીઓમાં રહેલા ડરને દૂર કરવા માટે જામનગરની મહિલા ITI ખાતે સેલ્ફ ડિફેન્સની તાલીમ આપવામાં આવી રહી છે. જામનગર ITI ખાતે ટ્રેનર તરીકેની ભૂમિકા નિભાવતા પ્રેક્ષાબેન ભટ્ટ જણાવી રહ્યા છે કે, હાલના સમયે યુવતીઓની જાહેરમાં છેડતી થાય છે. યુવતીઓ (Women Safety In Gujarat) કોઈ અસામાજિક તત્વોની ચુંગાલમાં ફસાય તો કેવી રીતે છૂટવું, તેમજ યુવતીઓએ સ્વબચાવ માટે કયા કયા સાધનોનો ઉપયોગ કરવો. તેમજ તેમની પાસે જો કોઈ સાધન ન હોય તો તેમણે કઈ વસ્તુનો ઉપયોગ કરી અને પોતાનું સ્વરક્ષણ કરવું તેની તાલીમ આપવામાં આવી રહી છે.

આ પણ વાંચો: Farmer Smartphone Subsidy Scheme: ગુજરાત સરકારની સ્માર્ટફોન યોજનાથી ખેડૂતો રાજીના રેડ

અત્યાર સુધીમાં 20 હજાર યુવતીઓને તાલીમ આપવામાં આવી

સુરતની યુવતીની જે પ્રકારે ગળું કાપીને હત્યા કરવામાં આવી એમાં યુવતી પાસે 15 મિનિટનો સમય હતો પોતાનું સ્વરક્ષણ કરવા માટેનો. જો કે યુવતી પાસે તાલીમનો અભાવ હોવાને કારણે તેની હત્યા થઈ છે. જામનગર મહિલા ITI ખાતે છેલ્લા 8 વર્ષથી યુવતીઓને સેલ્ફ ડિફેન્સની તાલીમ આપવામાં આવે છે, જેમાં અત્યાર સુધીમાં 20 હજાર જેટલી યુવતીઓએ તાલીમ લીધી છે. હાલમાં 250 યુવતીઓ અહીં તાલીમ લઈ રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.