ETV Bharat / city

Farmer Smartphone Subsidy Scheme: ખેતી અંગેની તમામ માહિતી હવે ખેડૂતોની આંગળીના ટેરવે, ધરતીપુત્રોએ આપી પ્રતિક્રિયા

author img

By

Published : Feb 24, 2022, 9:59 PM IST

રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સ્માર્ટફોન ખરીદી માટે આર્થિક સહાય (Farmer Smartphone Subsidy Scheme) આપવામાં આવી છે. સ્માર્ટફોન યોજનાના લાભાર્થી ખેડૂતોને સહાય વિતરણ માટે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. ત્યારે અલગ-અલગ જિલ્લાના ખેડૂતોએ રાજ્ય સરકારની આ યોજનાને આવકારતા પ્રતિક્રિયા આપી હતી.

Farmer Smartphone Subsidy Scheme: ખેતી અંગેની તમામ માહિતી હવે ખેડૂતોની આંગળીના ટેરવે, ધરતીપુત્રોએ આપી પ્રતિક્રિયા
Farmer Smartphone Subsidy Scheme: ખેતી અંગેની તમામ માહિતી હવે ખેડૂતોની આંગળીના ટેરવે, ધરતીપુત્રોએ આપી પ્રતિક્રિયા

અરવલ્લી: રાજ્યના ખેડૂતોને સ્માર્ટફોનની ખરીદી (Farmer Smartphone Subsidy Scheme) પર સહાય વિતરણનો કાર્યક્રમ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતેથી પ્રારંભ કરાવ્યો છે. રાજ્ય સરકારના કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ (ministry of agriculture and farmers welfare gujarat) દ્વારા શરૂ થયેલી સ્માર્ટફોન સહાય યોજના અન્વયે કૃષિકારોને સહાય (Distribution of aid to Porbandar farmers) આપવામાં આવી હતી. તેમજ રાજ્યભરમાં 70 જેટલા સ્થળોએ સ્માર્ટફોન લાભાર્થીઓ માટે યોજાયેલા કાર્યક્રમમાં સાડા ત્રણ હજારથી વધુ ખેડૂતો સહભાગી થયા હતા. રાજ્યના અનેક જિલ્લાઓના ખેડૂતોને સરકારની સ્માર્ટફોન (Smartphone Scheme Gujarat) યોજનાનો લાભ મળ્યો છે. લાભાર્થી ખેડૂતોએ Etv Bharat સાથે આ વિશે વાત કરી હતી.

70 જેટલા સ્થળોએ સ્માર્ટફોન લાભાર્થીઓ માટે યોજાયા કાર્યક્રમ.

સ્માર્ટફોન માટે ખેડૂતોને સરકાર આપી રહી છે સહાય

સરકાર દ્વારા ખેડૂતોને ફોનની કિંમત પર 40 ટકા અને વધુમાં વધુ 6 હજાર રૂપિયાની સહાય આપવામાં આવી રહી છે . જે અંતર્ગત અરવલ્લી જિલ્લાના કુલ 198 ખેડૂતોને સહાય આપવામાં આવી હતી. ખેડૂતો મોબાઈલ થકી ખેતી અંગે વિવિધ માહિતી મેળવી રહ્યા છે. આ યોજનાના પ્રારંભે રાજ્યમાં 5911 ખેડૂતોને 3.37 કરોડ રૂપિયાની સહાય રકમ ચૂકવવામાં આવી હતી.

છોટા ઉદેપુરના ખેડૂતોએ ખરીદ્યો સ્માર્ટફોન

અરવલ્લી જિલ્લાના કુલ 198 ખેડૂતોને સહાય આપવામાં આવી.

આ યોજનાનો લાભ મેળવનારા છોટા ઉદેપુર તાલુકાના ચીલીયાવાંટ ગામનાં ખેડૂત મનજીભાઈ રાઠવા સાથે વાત કરતા તેઓએ જણાવ્યું કે, ઓનલાઇન મોબાઈલ સહાયની અમે અરજી કરી હતી. જે અરજી મંજૂર થયાં અંગેની અમને માહિતી મળતા અમે 15 હજારની કિંમતનો એન્ડ્રોઇડ ફોન ખરીદ્યો છે. જેની 40 ટકા લેખે 6 હજારની સહાય ખાતામાં જમાં થઈ છે. નવા એન્ડ્રોઈડ ફોનમાં ખેતીલક્ષી યોજનાઓ (Agricultural schemes In Gujarat), હવામાન વિભાગની આગાહીઓ અને આધુનિક ખેતી વિશેની જાણકારી મળી રહે એ હેતુથી મેં ફોન લીધો છે.

સ્માર્ટફોન દ્વારા ખેતી વિષયક જાણકારી મેળવશે ખેડૂતો

બીજા નાની દુમાલી ગામના ખેડૂત સતિષભાઈ રાઠવાની અરજી પણ મંજૂર થઈ હતી અને તેમમે નવો એન્ડ્રોઇડ ફોન ખરીદ્યો છે. નવા એન્ડ્રોઇડ ફોન અંગે તેઓ જણાવે છે કે, ખેડૂત આઈ પોર્ટલ પરની અરજી પણ હવે એન્ડ્રોઇડ ફોનથી કરી શકાય છે. તેમજ ખેતી વિશેની જાણકારી પણ હવે એન્ડ્રોઇડ ફોનથી મેળવી શકાશે. મારી અરજી મંજૂર થતા મેં ઓપ્પો કંપનીનો 15 હજારનો એન્ડ્રોઇડ ફોન ખરીદ્યો છે, જેની 6 હજારની સહાય RTGRSથી મારા ખાતામાં જમાં થઈ છે.

બનાસકાંઠાના 700થી વધુ ખેડૂતોને સ્માર્ટફોન યોજનાનો લાભ

બનાસકાંઠા જિલ્લામાં 700થી પણ વધુ ખેડૂતોને સ્માર્ટફોન યોજનાનો લાભ આપવામાં આવ્યો.

બનાસકાંઠાના ખેડૂતોએ (Farmers from Banaskantha) પણ આ યોજનાના લાભ માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધી 3751 ખેડૂતોએ બનાસકાંઠા જિલ્લા ખેતીવાડી કચેરી ખાતે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવ્યું છે. અત્યાર સુધી જિલ્લા ખેતીવાડી અધિકારી પ્રકાશ પટેલ દ્વારા બનાસકાંઠા જિલ્લામાં 700થી પણ વધુ ખેડૂતોને સ્માર્ટફોન યોજનાનો લાભ આપવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો: Budget Agriculture Sector: 163 લાખ ખેડૂતો પાસેથી ઘઉં અને ડાંગરની કરાશે ખરીદી

મહેસાણાના ખેડૂતોએ જણાવ્યું સ્માર્ટફોનથી શું લાભ થશે

મહેસાણાના ખેડૂતોએ જણાવ્યું સ્માર્ટફોનથી શું લાભ થશે

સરકાર દ્વારા સ્માર્ટફોન યોજના બહાર પાડવામાં આવી છે તેના વિશે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો જણાવી રહ્યા છે કે, ખેડૂતો મોટાભાગના સાદા કીપેડ ફોનનો ઉપયોગ કરતા હોય છે. જેના કારણે ખેડૂતોને કોઈપણ પ્રકારની માહિતી મળી શકતી નહોતી, પરંતુ હવે સરકારે સ્માર્ટફોનમાં સહાય આપવાની શરૂઆત કરી છે જેનો ખેડૂતો લાભ લઈ રહ્યા છે. બનાસકાંઠા ઉપરાંત મહેસાણાના ખેડૂતોએ પણ સરકારની સ્માર્ટફોન યોજનાનો લાભ લીધો હતો. તેમણે આ યોજનાથી ખેડૂતોને થનારા ફાયદાઓ વિશે વાત કરી હતી.

ભારતનો ખેડૂત ડિજિટલ દુનિયાથી કદમ મિલાવવા તરફ

ઉલ્લેખનીય છે કે, ટેકનોલોજીના સહારે સમગ્ર વિશ્વ જ્યારે સફળતાના શિખરો સર કરી રહ્યું હોય ત્યારે ભારતનો ખેડૂત પણ તેની સાથે કદમ મિલાવે તે આશયથી સરકાર ખડૂતોને ડિજિટલ ટેકનોલોજી (ikhedut portal 2022)થી સજ્જ કરવાનો પ્રયાસ કરી રહી છે. જેના ભાગ રૂપે ડિજિટલ ઇન્ડિયા તરફ એક કદમ આગળ જઈ, ખડૂતોને મોબાઈલ ખરીદવા માટે સરકાર દ્વારા સબસિડી આપવામાં આવી રહી છે.

આ પણ વાંચો: Farmers smartphone subsidy scheme : સરકારે કેટલા ખેડૂતોને સ્માર્ટ ફોન સહાય આપી ને ખર્ચો શેમાં પાડ્યો જાણો

પોરબંદરના ખેડૂતોએ આપી સરકારની સ્માર્ટફોન યોજના પર પ્રતિક્રિયા

પોરબંદર જિલ્લાના 20 લાભાર્થી ખેડૂતોને રૂપિયા 1.12 લાખથી વધુ રકમની સહાય.

તો ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત અને સહકાર વિભાગ દ્વારા આયોજિત સ્માર્ટ ફોન યોજનાના લાભાર્થી ખેડૂતોને સહાય વિતરણ નો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ પોરબંદર જિલ્લા કલેક્ટર કચેરી તથા જિલ્લા પંચાયત ખાતે યોજાયો હતો. મોબાઇલ ખરીદીના આધાર પુરાવા રજૂ કરનારા પોરબંદર જિલ્લાના 20 લાભાર્થી ખેડૂતોને રૂપિયા 1.12 લાખથી વધુ રકમની સહાય જિલ્લા પંચાયત પ્રમુખ, જિલ્લા કલેકટર તથા જિલ્લા વિકાસ અધિકારીના હસ્તે સહાય ચુકવવામાં આવી હતી. પોરબંદરના ખેડૂતોએ પણ સરકારની આ યોજનાને આવકારતા પ્રતિક્રિયા આપી હતી.

સ્માર્ટફોન યોજનાથી જામનગર પંથકના ખેડૂતો ખુશ

ખેડૂતો વિવિધ સરકારી માહિતી મેળવી શકશે.

આ ઉપરાંત જામનગર પંથકના ખેડૂતો મોબાઈલ લોન યોજના (Farmer Smartphone Subsidy Scheme Jamnagar)થી ખુશ છે, કારણ કે ખેડૂતોને વિવિધ સરકારી યોજનાઓ વિશે માહિતી આ મોબાઈલમાંથી મળી રહે છે. તો હવામાન વિભાગના સમાચારો પણ તાત્કાલિક ખેડૂતોને મળતા ખેડૂતો પહેલેથી સાવધાન રહી શકે છે. સૌરાષ્ટ્ર પંથકમાં અવારનવાર માવઠાઓ પડી રહ્યા છે, ત્યારે ખેડૂતોનો ઊભો પાક ક્યાંકને ક્યાંક વરસાદના કારણે બગાડતો હોય છે. જો કે મોબાઈલ સ્માર્ટફોન યોજનાથી ખેડૂતો વિવિધ સરકારી માહિતી મેળવી શકશે તેમજ ન્યુઝ સહિતની ઇન્ફોર્મેશન મેળવી શકશે અને હવામાન વિભાગ વિભાગના સમાચારોથી પણ અપડેટ રહેશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.