ETV Bharat / city

Ramnath Kovind Jamnagar Visit: જામનગરમાં રાષ્ટ્રપતિના રૂટ પર ગરીબી છૂપાવવા તંત્રએ લગાવ્યા સફેદ પડદા

author img

By

Published : Mar 24, 2022, 9:12 PM IST

Ramnath Kovind Jamnagar Visit: જામનગરમાં રાષ્ટ્રપતિના રૂટ પર ગરીબી છૂપાવવા તંત્રએ લગાવ્યા સફેદ પડદા
Ramnath Kovind Jamnagar Visit: જામનગરમાં રાષ્ટ્રપતિના રૂટ પર ગરીબી છૂપાવવા તંત્રએ લગાવ્યા સફેદ પડદા

જામનગરમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (Ramnath Kovind Jamnagar Visit) જે રૂટથી વાલસુરા જવાના છે ત્યાં તંત્ર દ્વારા સફેદ પડદા લગાવી દેવામાં આવ્યા છે. આ રૂટ પર ઝૂંપડપટ્ટીઓ આવેલી છે. ત્યારે માનવામાં આવી રહ્યું છે કે તંત્ર દ્વારા ગરીબી અને ગંદકી છૂપાવવા માટે આ પડદાઓ લગાવવામાં આવ્યા છે.

જામનગર: દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આવતીકાલે જામનગરની મુલાકાતે (Ramnath Kovind Jamnagar Visit) આવી રહ્યા છે. રાષ્ટ્રપતિ જામનગરમાં નવી મથક વાલસુરામાં કાર્યક્રમ (valsura jamnagar events)ના મુખ્ય મહેમાન બનશે. રાષ્ટ્રપતિ જે રૂટ પરથી પસાર થવાના છે તે રૂટ પર ખાસ કરીને ઝૂંપડપટ્ટીઓ (Slums In Jamnagar) આવેલી છે. તંત્ર દ્વારા આ રૂટ પર આવેલી ઝૂંપડપટ્ટીઓ ઢાંકવા માટે સફેદ પડદા લગાવવામાં આવ્યા છે.

ઝૂંપડપટ્ટીઓ ઢાંકવા માટે સફેદ પડદા લગાવવામાં આવ્યા.

આ પણ વાંચો: Ramnath Kovind visit Jamnagar: જામનગરના ચિત્રકારે રાષ્ટ્રપતિનું ચિત્ર બનાવ્યું, હવે રાષ્ટ્રપતિને જ આપશે ભેટ

સર્કિટ હાઉસથી વાલસુરા જશે રાષ્ટ્રપતિ- રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સવારે સાડા નવ વાગ્યે જામનગર આવી પહોંચશે. ત્યારબાદ અહીંથી સર્કિટ હાઉસ (jamnagar circuit house)માં જશે અને ત્યાંથી લાલ બંગલા સર્કલ, સાત રસ્તા, સરુ સેક્શન રોડ અને બેડી રોડ પરથી વાલસુરા જવા રવાના થશે. આ રૂટ (President's route In Jamnagar) પર અનેક જગ્યાએ ગરીબ લોકો વસવાટ કરે છે. ગરીબોની ગરીબી (Poverty In Jamnagar)ને છૂપાવવા માટે તંત્ર દ્વારા સફેદ પડદાઓ લગાવવામાં આવ્યા છે. ખાસ કરીને બેડી બંદર રોડ પર મોટા ભાગના માછીમારો વસવાટ કરે છે.

આ પણ વાંચો: President on visit to Gujarat: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આવતીકાલે બનશે જામનગરના મહેમાન, INS વાલસુરા શું છે, જાણો

સાત રસ્તાથી સાધના કોલોની સુધી લગાવવામાં આવ્યા પડદા- તેમની આર્થિક સ્થિતિ ખૂબ કથળેલી છે જેના કારણે તેઓ સાદા અને સ્લમ વિસ્તારમાં વસવાટ કરી રહ્યા છે. દેશના મહામહિમ રાષ્ટ્રપતિ (President Of India In Jamnagar) અહીંથી જ પસાર થવાના છે. જેના કારણે આ રોડ પર અનેક જગ્યાએ તંત્ર દ્વારા સફેદ પડદા લગાવ્યા છે. જામનગરમાં તંત્ર દ્વારા સાત રસ્તાથી સાધના કોલોની સુધી સફેદ પડદા લગાવવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, સાત રસ્તાની આજુબાજુમાં મોટી સંખ્યામાં ઝૂંપડપટ્ટી આવેલી છે. ત્યારે માનવામાં આવી રહ્યું છે કે, ઝૂંપડપટ્ટીને છૂપાવવા માટે તંત્ર દ્વારા ક્યાંકને ક્યાંક પડદા લગાવવામાં આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.