ETV Bharat / city

જામનગરઃ ભૂમાફિયા જયેશ પટેલના 8 સાગરીતોના રિમાન્ડ મંજૂર

author img

By

Published : Oct 18, 2020, 4:42 PM IST

જામનગરના ભૂમાફિયા જયેશ પટેલના 8 સાગરીતોના 9થી 12 દિવસના રિમાન્ડ રાજકોટ સ્પેશિયલ કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે.

ભૂમાફિયા જયેશ પટેલના 8  સાગરીતો
ભૂમાફિયા જયેશ પટેલના 8  સાગરીતો

  • જામનગરના ભૂમાફિયા જયેશ પટેલના 8 સાગરીતોના રિમાન્ડ મંજૂર
  • 9 થી 12 દિવસના રિમાન્ડ મંજૂર
  • રાજકોટ સ્પેશિયલ કોર્ટ દ્વારા રિમાન્ડ મંજૂર કરાયા

જામનગર : જિલ્લામાં જયેશ પટેલના 8 સાગરીતોના 9 થી 12 દિવસના રિમાન્ડ રાજકોટ સ્પેશિયલ કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે. માહિતી મુજબ, જામનગરના ધારાશાસ્ત્રી કિરીટભાઈ જોશીની હત્યાના બનાવમાં "આરોપીઓ વતી જામનગરના કોઈપણ વકીલોએ ઉભુ રહેવું નહીં "તેવો ઠરાવ જામનગર વકીલ મંડળે કર્યો હતો. જોકે વસંતભાઈ માનસાતા આમ છતાં પણ આરોપી તરફે ઉભા રહ્યા હતા જેથી જામનગર બાર એસોસિએશને તેમને સભ્ય પદેથી દૂર કર્યા હતા.

ભૂમાફિયા જયેશ પટેલના 8  સાગરીતો રિમાન્ડ મંજૂર
ભૂમાફિયા જયેશ પટેલના 8 સાગરીતો રિમાન્ડ મંજૂર

ક્યાં આરોપીઓના કેટલા દિવસના મળ્યા રિમાન્ડ...?

પોલીસ હીરાસતમાં રહેલા નિલેશભાઈ મનસુખ ટોલિયા, પ્રફુલ જેન્તીલાલ પોપટ , અતુલ ભંડેરી, પ્રવીણ ચોવટીયા, અનિલ પરમારના 12 દિવસનાા રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. તો આ સાથે મુકેશ અભંગી , વશરામ મિયાત્રા, જીગર (જીમી) આડતીયાના 9 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.

રાજકોટ સ્પેશિયલ કોર્ટમાં પોલીસે કોના નામ રજૂ કર્યા...?

જામનગર સીટી વિભાગના મદદનીશ પોલીસ કમિશ્નર નિતેશ પાંડેએ રાજકોટ પ્રિન્સિપાલ એન્ડ ડિસ્ટ્રીકટ મેજીસ્ટ્રેટ, સ્પેશિયલ સેશન્સ કોર્ટ સમક્ષ જે આરોપીઓના નામ રજૂ કરવામાં આવ્યા છે. તેમાં જયસુખભાઇ મૂળજીભાઈ રાણપરીયા ( જયેશ પટેલ), નિલેશભાઈ મનસુખભાઈ ટોલિયા, પ્રફુલભાઈ જેંતીલાલ પોપટ, અતુલભાઇ વિઠ્ઠલભાઈ ભંડેરી, પ્રવીણભાઈ પરસોતમ ભાઈ ચોવટીયા, અનિલભાઈ મનજીભાઈ પરમાર, મુકેશભાઈ વલ્લભભાઈ અભંગી, વશરામભાઈ ગોવિંદભાઈ મિયાત્રા, જીગર (જીમી) પ્રવીણભાઈ આડતીયા, યશપાલસિંહ મહેન્દ્રસિંહ જાડેજા, રમેશભાઈ વલ્લભભાઈ અભંગી, સુનિલભાઈ ગોકલદાસ ચાંગાણી અને વસંતભાઈ લીલાધરભાઇ માનસાતા સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાથી 20 દિવસના રિમાન્ડ મંજૂર કરવા માગણી કરી છે. જેની સામે કોર્ટે 9થી 12 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

ભૂમાફિયા જયેશ પટેલના સાગરીતોનો શું હતો રોલ, જાણો વિગતવાર ?

આ પ્રકરણમાં જયેશ પટેલે બનાવટી નોટિસો પ્રસિદ્ધ કરાવવા માટે વકીલ વસંતભાઈ માનસાતા, ધમકાવવા માટે નિવૃત્ત પોલીસકર્મી વશરામભાઈ મિયાત્રા , વર્તમાન પત્ર ચલાવવા અને નાણાકીય ઉઘરાણી માટે નવાનગર ટાઈમ્સના મેનેજર પ્રવીણભાઈ ચોવટીયા, મારકૂટ તથા બળજબરી પૂર્વક લોકો પાસેથી વસ્તુ પડાવી લેવા માટે યશપાલસિંહ જાડેજા અને જશપાલસિંહ જાડેજા, નાણાનું અન્ય રોકાણ કરવા માટે બિલ્ડર રમેશભાઈ તથા મુકેશભાઈ અભંગી, મોટી રકમોના સોદાઓના સેટલમેન્ટ માટે સમાજના આગેવાન અને બિલ્ડર નિલેશભાઈ ટોલિયા, બારોબાર હવાલો પાડી શકાય તે માટે સુનિલ ચાંગાણી, હવાલા કૌભાંડ આચરી શકાય તે માટે અનિલ પરમાર સહિતનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

ભૂમાફિયા જયેશ પટેલના 8 સાગરીતો રિમાન્ડ મંજૂર

ભૂમાફિયા જયેશ પટેલ કેવી રીતે પાર પાડતો હતો મનસૂબો...!

જામનગરના ભૂમાફિયા જયેશ પટેલે બુદ્ધિપૂર્વક જુદા-જુદા ક્ષેત્રમાં સંકળાયેલા લોકોનો ઉપયોગ કરીને ગુનાખોરી આચરી છે. જેમાં વકીલ, કોર્પોરેટર, જેલમાંથી છૂટેલા આરોપીઓ, અખબારના મેનેજર સહિતનો ઉપયોગ કર્યો હોવાનું સામે આવ્યું છે. રાજકોટ કોર્ટમાં જામનગરના આરોપીઓને રિમાન્ડ માટે રજૂ કરવામાં આવ્યા હતા. જામનગર સીટી વિભાગના મદદનીશ પોલીસ કમિશ્નર નિતેશ પાંડેએ પ્રિન્સિપાલ એન્ડ ડીસ્ટ્રીકટ મેજીસ્ટ્રેટ, સ્પેશિયલ સેશન્સ કોર્ટ રાજકોટ સમક્ષ જયસુખ મૂળજીભાઈ રાણપરીયા (જયેશ પટેલ) પ્રકરણમાં જુદા-જુદા વિભાગમા કાર્યરત જયેશ પટેલના 14 જેટલા સાગરિતો - આરોપીઓ સામે ગુનો દાખલ કરીને રિમાન્ડ આપવા માગણી કરી છે.

કોર્ટમાં પોલીસે રિમાન્ડ માટે જયેશ પટેલના સાગરીતો વિરુદ્ધ શું કરી અપીલ...!

રિમાન્ડ માટે પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, જયેશ પટેલ પોતે સુવ્યવસ્થિત રીતે પોતાનું ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ ચલાવી શકવામાં મદદરૂપ ભૂમિકા અદા કરે છે, સમાજમાં ભાડૂતી ગુંડાઓ મારફતે ફાયરિંગ કરાવી ડર ઉભો કરાવી પોતે ડોન હોવાની છાપ પ્રસ્થાપિત કરવા માગે છે. વિગતો મુજબ જામનગરના ધારાશાસ્ત્રી કિરીટભાઈ જોશીની હત્યાના બનાવમાં "આરોપીઓ વતી જામનગરના કોઈપણ વકીલોએ ઉભુ રહેવું નહીં "તેવો ઠરાવ જામનગર વકીલ મંડળે કર્યો હતો. જોકે, વસંતભાઈ માનસાતા આમ છતાં પણ આરોપી તરફે ઉભા રહ્યા હતા જેથી જામનગર બાર એસોસિએશને તેમને સભ્ય પદેથી દૂર કર્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.