ETV Bharat / city

જામનગરની જીવાદોરી સમાન બ્રાસ ઉદ્યોગ માટે સ્કિલ્ડ વર્કર તૈયાર કરવાની તૈયારી શરૂ

author img

By

Published : Dec 23, 2020, 3:40 PM IST

જામનગરની જીવાદોરી સમાન બ્રાસ ઉદ્યોગ માટે સ્કિલ્ડ વર્કર તૈયાર કરવાની તૈયારી શરૂ
જામનગરની જીવાદોરી સમાન બ્રાસ ઉદ્યોગ માટે સ્કિલ્ડ વર્કર તૈયાર કરવાની તૈયારી શરૂ

બ્રાસ પોર્ટ ઉદ્યોગ એ જામનગરની જીવાદોરી છે. આ ઉદ્યોગ માટે કુશળ માનવબળ એટલે કે સ્કિલ્ડ વર્કર તૈયાર કરવા માટેની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે. આ અંગે ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સીટીના કુલપતિએ ઉદ્યોગકારો સાથે બેઠક પણ કરી હતી, જેમાં બ્રાસ ઉદ્યોગ માટે સ્કિલ્ડ વર્કર તૈયાર કરવા માટેના તાલીમ વર્ગો શરૂ કરવા બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

  • જામનગરમાં બ્રાસઉદ્યોગ માટે કુશળ માનવબળ (સ્કિલ વર્કર) તૈયાર કરવા માટેની તૈયારી શરૂ
  • ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના કુલપતિએ ઉદ્યોગકારો સાથે આ અંગે કરી બેઠક
  • બ્રાસ ઉદ્યોગ માટે સ્કિલ વર્કર તૈયાર કરવા માટેના તાલીમ વર્ગો શરૂ કરવા બાબતે બેઠક યોજાઈ

જામનગરઃ જામનગરના બ્રાસ ઉદ્યોગ માટે કુશળ માનવ બળ (સ્કિલ વર્કર) તૈયાર કરવા માટેના તાલીમ વર્ગો શરૂ કરવા બાબતે એક બેઠક યોજાઈ હતી. ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના કુલપતિ ડૉ. અમી ઉપાધ્યાયે ઉદ્યોગકારો સાથે વિચાર વિમર્શ કરવા માટે સંયુક્ત બેઠક યોજી હતી. જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશનના કમિટી હોલમાં આ બેઠક યોજાઈ હતી.

જામનગરની જીવાદોરી સમાન બ્રાસ ઉદ્યોગ માટે સ્કિલ્ડ વર્કર તૈયાર કરવાની તૈયારી શરૂ
જામનગરની જીવાદોરી સમાન બ્રાસ ઉદ્યોગ માટે સ્કિલ્ડ વર્કર તૈયાર કરવાની તૈયારી શરૂ
લોકલને વોકલ બનાવવાની દિશામાં તમામ લોકો કરી રહ્યા છે કામ

લોકલને વોકલ બનાવવા માટે સ્કિલ વર્કના સેમિનારમાં જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશનના પ્રમુખ લાખા કેશવાલા અન્ય હોદેદારો તથા કારોબારી સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન જામનગરના અર્થતંત્ર માટે જીવાદોરી સમાન બ્રાસ ઉદ્યોગની કુશળ માનવ બળ તૈયાર કરવા માટેની જરૂરિયાત બાબતે ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત રહેલા ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના કુલપતિએ તમામ પ્રકારના સહકારની ખાતરી આપી હતી.

જામનગરની જીવાદોરી સમાન બ્રાસ ઉદ્યોગ માટે સ્કિલ્ડ વર્કર તૈયાર કરવાની તૈયારી શરૂ
જામનગરની જીવાદોરી સમાન બ્રાસ ઉદ્યોગ માટે સ્કિલ્ડ વર્કર તૈયાર કરવાની તૈયારી શરૂ

જામનગર શહેરમાં 5 હજાર જેટલી બ્રાસ પાર્ટની નાની મોટી ફેક્ટરી છે

બ્રાસ પાર્ટ ઉદ્યોગ જામનગરની જીવાદોરી છે. જામનગરવાસીઓને તો રોજગારી મળે છે સાથે સાથે પરપ્રાંતીય યુપી, બિહારના લોકો પણ જામનગરમાં મોટી સંખ્યામાં વસવાટ કરે છે અને આ લોકો બ્રાસપાર્ટ ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. આ ફેકટરીમાં કામ કરતા કામદારો તેમ જ વેપારીઓનો મેપ બ્રાસપાર્ટ ઉદ્યોગ એસોસિએશન દ્વારા સ્કિલ પાવર ડેવલોપિંગ અંગે માહિતી આપવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.