ETV Bharat / city

PM મોદી જામ શત્રુશલ્યસિંહજીના નિવાસ સ્થાને જઈ ખબર અંતર પૂછશે

author img

By

Published : Apr 17, 2022, 10:16 PM IST

દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી 19 એપ્રિલે જામનગર (Narendara modi Jamnagar visit) આવી રહ્યા છે, અહીં વડાપ્રધાન ગ્લોબલ સેન્ટરનું ભૂમિ પૂજન કરશે. જો કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જામનગરના રાજવી વચ્ચે વર્ષો જૂનો નાતો છે. જેના કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi meet Shatrushalyasinhji) જામનગરના રાજવીને તેમના બંગલે મળવા જશે.

PM મોદી જામ શત્રુશલ્યસિંહજીના નિવાસ સ્થાને જઈ ખબર અંતર પૂછશે
PM મોદી જામ શત્રુશલ્યસિંહજીના નિવાસ સ્થાને જઈ ખબર અંતર પૂછશે

જામનગર: જામનગરના રાજવી જામ શત્રુશલ્યસિંહજીની તબિયત છેલ્લા ઘણા સમયથી નરમ રહે છે. અગાઉ અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં તેઓને દાખલ કરવામાં આવ્યા હતા. જોકે ત્યાં તેમની તબીયત સ્થિર થતાં હાલ તેઓ જામનગર ખાતે પોતાના નિવાસ સ્થાને વસવાટ કરી રહ્યા છે.

આ પણ વાંચો: PM Modi Jamnagar Visit: જામનગરમાં PMનો સંભવિત કાર્યક્રમ બોપરા સર્કિટ હાઉસમાં

આ વખતે 15મી ઓગસ્ટના રોજ લાલ કિલ્લા પર ધ્વજ વંદન કરતી વખતે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ જામનગરની પાઘડી પહેરી હતી. આ પાઘડી જામનગરના જામસાહેબે નરેન્દ્રભાઈ મોદીને ભેટમાં મોકલી હતી.

આ પણ વાંચો: PM Boris Johnson Gujarat Visit : UKના PM બોરિસ જોન્સન 21 એપ્રિલે આવશે અમદાવાદ, મોદી સાથે કરશે 'ગહન ચર્ચા'

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારે પણ અવારનવાર તેઓ જામનગરના રાજવી પરિવારના ખબર અંતર પૂછતા હતા. ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલાં જ જામસાહેબના બહેનબાનું અવસાન થયું છે, જેથી પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજવી પરિવારને મળવા આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.