ETV Bharat / city

નિશા ગોંડલીયાનો આરોપ, ગુજસીટોકના આરોપીઓ વિદેશ ભાગી જવાની ફિરાતમાં

author img

By

Published : Jul 26, 2021, 7:32 PM IST

બિટકોઇન મામલે ચર્ચામાં આવેલી નિશા ગોંડલીયાએ પત્રકાર પરિષદ યોજીને જણાવ્યું હતું કે, ગુજસીટોકના આરોપીઓને જયેશ પટેલના સાગરિતો બહાર છે તેઓ પેરોલ પર છોડવવાના પ્રયાસો કરી રહ્યાં છે. જો આરોપીઓને પેરોલ પર છોડવામાં આવશે તો તેઓ ખોટા પાસપોર્ટ બનાવીને વિદેશ ભાગી જશે.

નિશા ગોંડલીયાનો આરોપ
નિશા ગોંડલીયાનો આરોપ

  • જયેશ પટેલના સાગરીતો નિશા ગોંડલીયાને કરી રહ્યા છે પરેશાન
  • નિશા ગોંડલીયા પત્રકાર પરિષદ યોજી કર્યા અનેક આરોપો
  • ગુજસીટોકના આરોપીને પેરોલ મળશે તો તે વિદેશ ભાગી જશે : નિશા

જામનગર : 2019માં બિટકોઇન કૌભાંડ મામલે ચર્ચામાં રહેલી નિશા ગોંડલીયાએ યોજી પત્રકાર પરિષદ યોજી હતી. ઉલ્લેખનીય છે કે, બિટકોઇન ફેઇમ નિશા ગોંડલીયાને હાઈકોર્ટ આપ્યો સ્ટે મળ્યો છે. થોડા સમય પહેલા આરાધના ધામ પાસે નિશા ગોંડલીયા પર ફાયરિંગ પર કરવામાં આવ્યું હતું. જે પ્રકરણમાં હાઈકોર્ટ સ્ટે ઓર્ડર માન્ય રાખ્યો છે અને નિશા ગોંડલીયાની ફરિયાદ પણ સ્વીકારી છે.

આ પણ વાંચો: બીટ કોઈન ફેમ નિશા ગોંડલીયાએ ખુદ પર ફાયરિંગ કરાવ્યું હોવાનો ખુલાસો

બદનામ કરવા માટે કાવતરું ઘડવામાં આવ્યું

ભુમાફિયા જયેશ પટેલ દ્વારા બદનામ કરવા માટે કાવતરું કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ નિશા ગોંડલીયા દ્વારા કરવામાં આવ્યો છે. આ સાથે નિશા ગોંડલિયાએ આક્ષેપ કર્યા છે કે, ગુજસીટોક ગુનામાં જેલમાં રહેલા આરોપીઓને પેરોલ મળશે તો બોગસ પાસપોર્ટ બનાવી વિદેશ ભાગી જશે. આ ઉપરાંત, એક ટોળકી ગુજસીટોકના ગુનામાં જેલમાં રહેલા આરોપીઓને પેરોલ પર છોડાવવા માટે અને વિદેશ જવા માટે મદદ કરતી હોવાનો પણ નિશા ગોંડલિયા આક્ષેપ કર્યો છે. ભુમાફિયા જયેશ પટેલ અને તેના સાગરિતો દ્વારા નિશા ગોંડલીયાને બદનામ કરવા માટે વિવિધ કાવતરા કરવામાં આવ્યા છે. વધુમાં નિશાએ જણાવ્યું હતું કે, પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી નથી.

આ પણ વાંચો: બીટ કોઈન ચર્ચિત નિશા ગોંડલિયાની ETV Bharat સાથે ખાસ વાતચીત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.