ETV Bharat / city

જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજાનો અભિવાદન કાર્યક્રમ યોજાયો

author img

By

Published : Dec 20, 2020, 7:01 PM IST

જામનગર શહેર કોંગ્રેસ કાર્યલય ખાતે જામનગર શહેર કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખનો અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ધારાસભ્ય વિક્રમ માડમ સહિતના નેતાઓ અભિવાદન કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.

જામનગરમાં શહેર પ્રમુખ દિગુભા જાડેજાનો અભિવાદન કાર્યક્રમ યોજાયો
જામનગરમાં શહેર પ્રમુખ દિગુભા જાડેજાનો અભિવાદન કાર્યક્રમ યોજાયો

  • જામનગર શહેર પ્રમુખનો અભિવાદન કાર્યક્રમ યોજાયો
  • ચૂંટણી નજીક આવતા જ કોંગ્રેસ દ્વારા બંને પ્રમુખોની નિમણુંક કરવામાં આવી
  • જામનગર ગ્રામ્ય વિસ્તારમાં કોંગ્રેસની સારી પકડ

જામનગરઃ છેલ્લા ઘણા સમયથી શહેર પ્રમુખ અને જિલ્લા પ્રમુખની નિમણુંક કરવામાં આવી ન હતી, જો કે હવે ચૂંટણી નજીક આવતા જ કોંગ્રેસ દ્વારા બંને પ્રમુખોની નિમણુંક કરવામાં આવી છે.

નવનિયુક્ત પ્રમુખો સામેના પડકારો

જામનગર ગ્રામ્ય વિસ્તારમાં કોંગ્રેસની સારી પકડ છે, જો કે શહેરી વિસ્તારમાં છેલ્લા 25 વરસથી ભાજપનું શાસન છે. ખાસ કરીને શહેરી વિસ્તારમાં કોંગ્રેસે કમબેક કરવું પડશે. થોડા સમયમાં જ કોર્પોરેશનની ચૂંટણી આવી રહી છે, ત્યારે કોર્પોરેશનની ચૂંટણીમાં નવનિયુક્ત પ્રમુખ દિગુભા જાડેજા સામે પણ અનેક પડકારો રહેલા છે. શહેરી વિસ્તારમાં મતદારોના વિશ્વાસ જીતવા તેમજ ભાજપ સામેની લડાઈમાં કોંગ્રેસનો દેખાવ શ્રેષ્ઠ કરવો જેવા અનેક પડકારો રહેલા છે.

જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજાનો અભિવાદન કાર્યક્રમ યોજાયો

બંને પ્રમુખ યુવા અને લડાયક નેતા

જામનગરમાં શનિવારે શહેર પ્રમુખ અને જિલ્લા પ્રમુખની વરણી કરવામાં આવી છે. આ બંને નેતાઓમાં દિગુભા જાડેજા અને જીવણભાઈ કુંભારવાડીની વરણી કરવામાં આવી છે. આ બંને આક્રમક નેતાઓ છે. ખાસ કરીને આ નેતાઓનો કાર્યકર્તાઓ પર સારી પકડ ધરાવે છે.

જામનગરમાં શહેર પ્રમુખ દિગુભા જાડેજાનો અભિવાદન કાર્યક્રમ યોજાયો
જામનગરમાં શહેર પ્રમુખ દિગુભા જાડેજાનો અભિવાદન કાર્યક્રમ યોજાયો

આગામી ચૂંટણીમાં બંને પ્રમુખોની થશે પરીક્ષા

ટૂંક સમયમાં જામનગર જિલ્લામાં કોર્પોરેશનની ચૂંટણી આવે છે, તો સાથે-સાથે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી પણ આવી રહી છે, ત્યારે બંને પ્રમુખોની પરીક્ષા ચૂંટણીઓમાં થવાની છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.