ETV Bharat / city

સોરાષ્ટ્રની ગુરુ ગોવિંદ હોસ્પિટલ કોરોના દર્દીઓથી હાઉસફુલ

author img

By

Published : Apr 12, 2021, 7:07 PM IST

સોરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલ ગુરુ ગોવિંદ હોસ્પટલમ કોરોના દર્દીઓથી હાઉસફુલ થઈ જતા જિલ્લા કલેક્ટર સોશિયલ મીડિયા પર મેસેજ આપ્યો છે. હોસ્પિટલ ફુલ થતા હોસ્પિટલ તંત્ર એક્શનમાં જોવા મળ્યુ છે અને વધારે બેડની વ્યવસ્થા કરવામાં આવી છે.

corona
સોરાષ્ટ્રની ગુરુ ગોવિંદ હોસ્પિટલ કોરોના દર્દીઓથી હાઉસફુલ

  • સોરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલ ગુરુ ગોવિંદ હોસ્પિટલ હાઉસફુલ
  • અન્ય હોસ્પિટલમાં વ્યવસ્થા ઉભી કરવામાં આવી
  • કોરોના દર્દીઓને કોઈ અગવડ ના પડે તેની ખાસ તાકિદ

જામનગર: જિલ્લા કલેક્ટર રવિશંકરે આજરોજ સોશિયલ મીડિયામાં મેસેજ મૂકયો છે જેમાં જણાવવામાં આવ્યું છે કે જામનગર શહેરની ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલમાં આવેલી કોવિડ હોસ્પિટલમાં હાઉસફુલ થઈ ગઈ છે. 1237 બેડની વ્યવસ્થા ધરાવતી સોરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલ હાલમાં હાઉસફૂલ થઈ ગઈ છે. 235 જેટલા દર્દીઓ હાલ ઓક્સિજન પર છે.

સોરાષ્ટ્રની ગુરુ ગોવિંદ હોસ્પિટલ કોરોના દર્દીઓથી હાઉસફુલ

આ પણ વાંચો : જામનગર તાલુકાના 102 ગામોએ સ્વૈચ્છિક લોકડાઉન કરી જાહેર


અન્ય હોસ્પિટલમાં વ્યવસ્થા ઉભી કરવામાં આવી

રવિવારે જ જામનગર વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ જામનગરની આયુર્વેદિક યુનિવર્સિટીમાં 150 બેડની હોસ્પિટલ ઉભી કરવામાં આવી હતી. ડેન્ટલ હોસ્પિટલમાં પણ 150 બેડની વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી. સાડા ત્રણસો બેડની અન્ય વૈકલ્પિક વ્યવસ્થા રૂપે તાત્કાલિક હોસ્પિટલમા વ્યવસ્થા કરવામાં આવી છે. ખાસ કરીને અન્ય જિલ્લામાંથી આવી રહેલા કોરોના દર્દીઓને કોઈ અગવડ ન પડે તે માટેની તમામ વ્યવસ્થાઓ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : જામનગરની કોવિડ હોસ્પિટલના વોર્ડ દર્દીઓથી અને પરિસર દર્દીઓના સગા વ્હાલાઓથી હાઉસફૂલ


7 ખાનગી હોસ્પિટલમાં પણ દર્દીઓનો ધસારો

જામનગર મહાનગરપાલિકાએ કોરોના સારવારની ખાનગી હોસ્પિટલને છૂટ આપી છે, જે ખાનગી હોસ્પિટલ પ્રથમ લોકડાઉનમાં પણ કાર્યરત હતી. ખાનગી હોસ્પિટલમાં પણ રિકવરી રેટ સારો હોવાના કારણે દર્દીઓ અહીં મોટી સંખ્યામાં દાખલ થઈ રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.