ETV Bharat / city

જામનગર જળબંબાકારઃ રંગમતી-નાગમતી બે કાંઠે, ટ્રક પાણીમાં ગરકાવ

author img

By

Published : Jul 7, 2020, 3:11 PM IST

હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ બે દિવસ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદે સમગ્ર વિસ્તાર ઘમરોળી નાંખ્યો છે. જામનગર જિલ્લામાં ચોમાસાની પ્રારંભે જ સાર્વત્રિક વરસાદને લઇને એકતરફ ખેડૂતો સારા વરસાદને કારણે ખુશ પણ છે ત્યારે બીજીતરફ વરસાદી પાણીની નવી આવકને કારણે જળસંગ્રહમાં વધારો થયો છે. રંગમતી અને નાગમતી નદી હાલ બે કાંઠે વહી રહી છે.તો, જામનગરમાં પાણી ભરાતાં ટ્રકો પાણીમાં ફસાઈ ગઈ હતી.

જામનગર જળબંબાકારઃ રંગમતી-નાગમતી બે કાંઠે, ટ્રક પાણીમાં ગરકાવ
જામનગર જળબંબાકારઃ રંગમતી-નાગમતી બે કાંઠે, ટ્રક પાણીમાં ગરકાવ

જામનગરઃ હવામાનવિભાગની આગાહી બાદ સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. તે મુજબ જામનગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે. ચાર ઈંચથી 16 ઈંચ જેટલો વરસાદ જામનગર જિલ્લામાં નોંધાયો છે. જામનગર જિલ્લાના કાલાવડમાં સૌથી વધુ 16 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે તો જામનગરની રંગમતી અને નાગમતી નદીમાં ભારે પૂર આવ્યું છે.

જામનગર જળબંબાકારઃ રંગમતી-નાગમતી બે કાંઠે, ટ્રક પાણીમાં ગરકાવ
જામનગર જિલ્લાના જામજોધપુરમાં સૌથી ઓછો ચાર ઇંચ વરસાદ નોંધાયો છે. જામનગર શહેરમાં NDRFની ટીમ ફાળવવામાં આવી છે. ખાસ કરીને જામનગરમાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયાં છે જ્યાં ટ્રક પાણીમાં ફસાયાં હતાં. ફાયર ટીમ દ્વારા રેસ્ક્યૂની કામગીરી પણ કરવામાં આવી રહી છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.