ETV Bharat / city

જી.જી. હોસ્પિટલના બોન્ડેડ તેમજ રેસિડેન્ટ તબીબોએ આજે જાહેર કર્યો 'બ્લેક ડે'

author img

By

Published : Aug 7, 2021, 7:00 PM IST

જામનગરની જી.જી. હોસ્પિટલમાં 400થી વધુ બોન્ડેડ તબીબોએ બે દિવસથી આંદોલન શરૂ કર્યું છે. સરકાર તરફથી કોઇ પ્રત્યુત્તર નહીં મળતા તમામ બોન્ડેડ તબીબો આજે સતત ત્રીજા દિવસે પણ હડતાલ પર ઉતર્યા હતા, ત્યારે આજે બોન્ડેડ તેમજ રેસિડેન્ટ તબીબોએ બ્લેક ડે પણ જાહેર કર્યો હતો.

જી.જી. હોસ્પિટલના બોન્ડેડ તેમજ રેસિડેન્ટ તબીબોએ આજે જાહેર કર્યો 'બ્લેક ડે'
જી.જી. હોસ્પિટલના બોન્ડેડ તેમજ રેસિડેન્ટ તબીબોએ આજે જાહેર કર્યો 'બ્લેક ડે'

  • 400થી વધુ બોન્ડેડ તબીબોએ બે દિવસથી આંદોલન શરૂ કર્યું છે
  • ઇમરજન્સી સારવારમાં આવેલા દર્દીઓને તાત્કાલીક સારવાર મળી રહી છે
  • મેડિકલ કોલેજની સામે ધરણા પર બેસીને સરકાર સામે વિરોધ પ્રદર્શન કર્યું

જામનગર: સરકારી જી.જી હોસ્પિટલમાં 400થી વધુ બોન્ડેડ તબીબોએ બે દિવસથી આંદોલન શરૂ કર્યું છે અને પોતાની ફરજથી દૂર રહી ધરણા પર બેઠા છે, પરંતુ સરકાર તરફથી કોઇ પ્રત્યુત્તર નહીં મળતા તમામ બોન્ડેડ તબીબો આજે સતત ત્રીજા દિવસે પણ હડતાલ પર ઉતર્યા હતા. તેઓની સાથે રેસિડેન્ટ તબીબો પણ જોડાઈ ગયા હતા, અને 400થી વધુ તબીબોએ આજે મેડિકલ કોલેજની સામે ધરણા પર બેસીને સરકાર સામે વિરોધ પ્રદર્શન કર્યું છે.

જી.જી. હોસ્પિટલના બોન્ડેડ તેમજ રેસિડેન્ટ તબીબોએ આજે જાહેર કર્યો 'બ્લેક ડે'

આ પણ વાંચો- તબીબ પર થયેલા હુમલાના વિરોધમાં તબીબી વિદ્યાર્થીઓએ કાળા કપડા પહેરીને વિરોધ નોંધાવ્યો

જુનિયર તબીબો ફરજ પર ન હોવાથી ભારે દોડધામ થઈ ગઇ

તબીબોની હડતાલને લઈને જામનગરની સરકારી જી.જી હોસ્પિટલની તમામ કાર્યવાહી પ્રભાવિત થઇ છે અને ભારે દોડધામ થઈ છે. સમગ્ર હોસ્પિટલમાં સિનિયર તબીબો દ્વારા દર્દીઓની સારવારની પ્રક્રિયા ચલાવવામાં આવી રહી છે, પરંતુ જુનિયર તબીબો ફરજ પર ન હોવાથી ભારે દોડધામ થઈ ગઇ છે.

જામનગરમાં ડોક્ટરની વિવિધ પડતર માગણીઓને લઇને ધરણાં

જામનગરમાં ગુરુ ગોવિંદ હોસ્પિટલ સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલ છે. અહીં સમગ્ર પંથકના દર્દીઓ સારવાર અર્થે આવતા હોય છે. જો કે, આ દર્દીઓને સમયસર સારવાર ન મળવાના કારણે નાછૂટકે ખાનગી હોસ્પિટલોમાં સારવાર અર્થે જવું પડી રહ્યું છે.

જી.જી. હોસ્પિટલના બોન્ડેડ તેમજ રેસિડન્ટ તબીબોએ આજે જાહેર કર્યો 'બ્લેક ડે'
જી.જી. હોસ્પિટલના બોન્ડેડ તેમજ રેસિડન્ટ તબીબોએ આજે જાહેર કર્યો 'બ્લેક ડે'

આ પણ વાંચો-સુરતના તબીબોએ લગાવ્યા "સેવ ધી સેવીયર"ના નારા, કાળા કપડાં પહેરી તબીબો પર થતાં હુમલાને લઈ નોંધાવ્યા વિરોધ

હોસ્પિટલમાં હજુ સુધી એક પણ દર્દીનું મૃત્યુ થયું નથી

હોસ્પિટલમાંથી મળતી વિગત અનુસાર હજુ સુધી એક પણ દર્દીનું મૃત્યુ થયું નથી. કારણ કે, પ્રોફેસર ડોક્ટર્સની જગ્યાએ છે જેના કારણે ઇમરજન્સી સારવારમાં આવેલા દર્દીઓને તાત્કાલીક સારવાર મળી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.