ETV Bharat / city

હાપા માર્કેટ યાર્ડમાં મગફળીની ધૂમ આવક, ટેકાના ભાવ કરતા ખેડૂતોને 500 રૂપિયાથી વધુ મળી રહ્યો છે ભાવ

author img

By

Published : Nov 12, 2021, 9:57 AM IST

જામનગરના હાપા માર્કેટ યાર્ડમાં (Hapa Market Yard) મગફળીની (MSP Price Of Groundnut) મોટા પ્રમાણમાં આવકમાં વધારો જોવા મળી રહ્યો છે. યાર્ડમાં બુધવારે 400 મણ મગફળીની આવક (Groundnut Price in Open Market) થઈ હતી. આ ઉપરાંત, ખેડૂતોને સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલા ટેકાના ભાવ (Farmers MSP Price) કરતા ખુલ્લા બજારમાં વધુ ભાવ મળી રહ્યા હોવાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

હાપા માર્કેટયાર્ડમાં મગફળીની ધૂમ આવક
હાપા માર્કેટયાર્ડમાં મગફળીની ધૂમ આવક

  • જામનગર હાપા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની મબલક આવક
  • અત્યાર સુધીમાં દસ હજાર ગુણી મગફળીની થઈ આવક
  • ટેકાના ભાવ કરતા ખુલ્લા બજારમાં ખેડૂતોને મળી રહ્યા છે ઉંચા ભાવ

જામનગર : ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ હાપા માર્કેટ યાર્ડમાં (Hapa Market Yard) મગફળીનો જથ્થો મોટા પ્રમાણમાં આવી રહ્યો છે. ખેડૂતોને ખુલ્લા બજારમાં મગફળીના ઉંચા ભાવો મળી રહ્યાં છે. હાપા માર્કેટ યાર્ડમાં મંગળવારે લાભ પાંચમના દિવસે ટેકાના ભાવે (MSP Price Of Groundnut) મગફળી ખરીદીનો પ્રારંભ કરાયો હતો, પરંતુ ખુલ્લા બજારમાં ખેડૂતોને (Farmers MSP Price) મગફળીના ઉંચા ભાવ મળી રહ્યાં છે. ખેડૂતો ટેકાના ભાવે મગફળી વેચવાના બદલે હરરાજીમાં મગફળી વેંચી રહ્યાં છે.

હાપા માર્કેટયાર્ડમાં મગફળીની ધૂમ આવક

ખેડુતોને મળી રહ્યો છે ઉચો ભાવ

હાપા માર્કેટ ગાર્ડના સેક્રેટરી હિતેશ પટેલના જણાવ્યાનુસાર હાપા યાર્ડમાં બુધવારે 230 ગુણીનો મોટો જથ્થો આવ્યો હતો. 230 ગુણીમાં 400 મણ એટલે કે, 8050 કિલો મગફળી આવી હતી. જેમાં ખેડૂતોને રૂપિયા 1665નો 20 કિલોનો ભાવ મળ્યો હતો. આમ ખેડૂતોને હાપા યાર્ડમાં મગફળીના ઉંચા ભાવ મળી રહ્યાં છે અને અત્યાર સુધીનો સૌથી વધુ ભાવ 1665 રૂપિયા ખેડૂતોને મળ્યો છે. આમ ટેકાના ભાવ કરતાં પણ વધુ ભાવ ખેડૂતોને ખુલ્લા બજારમાં (Groundnut Price in Open Market) મળી રહ્યો હોવાથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે અને ખેડૂતો ખુલ્લા બજારમાં મગફળીનો મોટો જથ્થો ઠાલવી રહ્યાં છે.

હાપા માર્કેટયાર્ડમાં મગફળીની ધૂમ આવક
હાપા માર્કેટયાર્ડમાં મગફળીની ધૂમ આવક

મગફળીની સાથે અન્ય જણસીઓની આવક શરૂ

આ અંગે વધુમાં હિતેશ પટેલે જણાવ્યા હતું કે, મગફળી (પાલ+ગુણી)ની આવક 11 નવેમ્બરના રોજ સાંજે 8 વાગ્યાથી સવારે 9 વાગ્યા સુધી આવક ચાલુ રહી હતી, હાલ નવી જાહેરાત ન થાય ત્યાં સુધી મગફળીની આવક બંધ રાખવામાં આવશે.

આ પણ વાંચો:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.