ETV Bharat / city

જામનગરમાં મુખ્યપ્રધાન રૂપાણીના હસ્તે 232 બેડની કોવિડ હોસ્પિટલનું ઇ-લોકાર્પણ કરાયું

author img

By

Published : Oct 21, 2020, 8:42 PM IST

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી જામનગરની જીજી હોસ્પિટલના જૂના બિલ્ડીંગમાં આવેલા સર્જરી વિભાગમાં 232 બેડની અદ્યતન સાધનોથી સજ્જ નવી કોવિડ ‘સી’ હૉસ્પિટલનું ઈ-લોકાર્પણ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, આ દ્વારા કોરોનાના દર્દીઓને વધુ ઝડપથી સારવાર મળશે.

જામનગરમાં સીએમ રૂપાણીના હસ્તે 232 બેડની કોવિડ હોસ્પિટલનું ઇ-લોકાર્પણ
જામનગરમાં સીએમ રૂપાણીના હસ્તે 232 બેડની કોવિડ હોસ્પિટલનું ઇ-લોકાર્પણ

  • જામનગરમાં 232 બેડની કોવિડ હોસ્પિટલનું ઇ-લોકાર્પણ
  • સીએમ રૂપાણીએ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી કર્યુ ઇ-લોકાર્પણ
  • મેયર, કલેક્ટર સહિત અગ્રણીઓ ઉપસ્થિત

જામનગર: જામનગરની જીજી હૉસ્પિટલના જૂના બિલ્ડીંગમાં આવેલા સર્જરી વિભાગમાં આધુનિક સગવડતાઓથી સજ્જ કોવિડ હોસ્પીટલ નિર્માણ પામી છે. જેનું મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ઈ-લોકાર્પણ કર્યું હતું. આ હૉસ્પિટલથી હાલાર પંથકના કોરોના દર્દીઓને ઉત્તમ સારવાર મળશે.

જામનગરમાં સીએમ રૂપાણીના હસ્તે 232 બેડની કોવિડ હોસ્પિટલનું ઇ-લોકાર્પણ
જામનગરમાં સીએમ રૂપાણીના હસ્તે 232 બેડની કોવિડ હોસ્પિટલનું ઇ-લોકાર્પણ

મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી જામનગરની જીજી હોસ્પિટલના જૂના બિલ્ડીંગમાં આવેલા સર્જરી વિભાગમાં 232 બેડની અદ્યતન સાધનોથી સજ્જ નવી કોવિડ ‘ સી ’ હૉસ્પિટલનું ઈ-લોકાર્પણ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, આ દ્વારા કોરોનાના દર્દીઓને વધુ ઝડપથી સારવાર મળશે.

શું સુવિધાઓ મળશે?
આ હોસ્પિટલમાં 22 બેડ વેન્ટિલેટરના અને બાકીના તમામ બેડમાં ઑક્સિજનની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. આ ઉપરાંત લીનીયર એક્સીલેટર તથા સીટી સીમ્યુલેટર મશીન, પોસ્ટ કોવિડ પલ્મોનરી કાર્ડિયાક અને રિહેબીલેટેશન તથા અત્યંત આધુનિક એક્સરે મશીનનું પણ ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

કોરોનાના દર્દીઓને મળશે ઝડપી સારવાર

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જામનગરની સ્વાસ્થ્ય સેવા સુદઢ કરવા વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ પ્રસંગે જણાવ્યું હતું કે, રાજય સરકાર દ્વારા જામનગરની જીજી હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને વધુ અને ઝડપથી સારવાર મળી શકે તેવા પ્રયાસો કરાયા છે.

કયા આધુનિક સાધનો છે આ હોસ્પિટલમાં?
કોવિડ હૉસ્પિટલમાં બેડ, વેન્ટિલેટર સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. મુખ્યપ્રધાને વધુમાં જણાવ્યું હતું કે, જામનગરની સૌથી જુની આ હોસ્પિટલનું આધુનિકીકરણ થતાં જામનગર, દેવભૂમિ દ્વારકા સહિતના છેવાડાના વિસ્તારના દર્દીઓને અતિ આધુનિક સારવાર વિનામૂલ્ય પ્રાપ્ત થશે. રાજ્યનું હેલ્થ સ્ટ્રકચર વધુને વધુ સુવિધાજનક બને તે માટે રાજ્ય સરકાર કટિબધ્ધ છે.

જામનગરમાં સીએમ રૂપાણીના હસ્તે 232 બેડની કોવિડ હોસ્પિટલનું ઇ-લોકાર્પણ
ઇ-લોકાર્પણમાં કોણ રહ્યું ઉપસ્થિત?નાયબ મુખ્યપ્રધાન નિતિનભાઇ પટેલે જણાવ્યું હતું કે, કોરોના, કેન્સર સહિતના દર્દીઓને ઉત્તમ સારવાર મળી રહે તે માટેની શ્રેષ્ઠ સારવારનો જામનગર ખાતેથી રાજ્ય સરકારે શુભારંભ કરાવ્યો છે. હવે પછી રાજકોટ અને ભાવનગરમાં પણ આ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવાશે.

જામનગર ખાતેના આ કાર્યક્રમમાં મેયર હસમુખભાઇ જેઠવા, અગ્રણી હસમુખભાઇ હિન્ડોચા, કલેક્ટર રવિશંકર મહાનગર પાલિકાના કમિશનર સતિષ પટેલ, અધિક નિવાસી કલેક્ટર રાજેન્દ્ર સરવૈયા સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સી.એમના ઇ-લોકાર્પણ કાર્યક્રમમાં એક પણ પ્રધાન ઉપસ્થિત નહી
જો કે, આ કાર્યક્રમમાં કોઇ સાંસદો કે ધારાસભ્યો ઉપસ્થિતિ રહ્યા ન હતા. કૃષિપ્રધાન આર.સી.ફળદુ અને પુરવઠા પ્રધાન હકુભા જાડેજા, ધારાસભ્ય રાઘવજી પટેલ સહિતના કોઇ આગેવાનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા ન હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.