ETV Bharat / city

હવે જામનગરમાં પણ દૂર કરાશે નોનવેજની લારીઓ! તંત્ર કરી રહ્યું છે વિચારણા

author img

By

Published : Nov 13, 2021, 7:15 PM IST

Updated : Nov 13, 2021, 7:36 PM IST

રાજકોટ (rajkot), વડોદરા (vadodara), જુનાગઢ (junagadh) અને ગાંધીનગર (gandhinagar)માં નોનવેજ લારીઓ(non-veg food vendors) દૂર કરવાને લઇને કામગીરી કરવામાં આવી રહી છે, ત્યારે હવે જામનગર મહાનગરપાલિકા (jamnagar municipal corporation)એ પણ આ અંગેની વિચારણા શરૂ કરી છે. જો કે જામનગરમાં નોનવેજ લારીઓ દૂર કરવા અંગે હજુ સુધી કોઈ ચોક્કસ નિર્ણય લેવામાં આવ્યો નથી.

હવે જામનગરમાં પણ દૂર કરાશે નોનવેજની લારીઓ! તંત્ર કરી રહ્યું છે વિચારણા
હવે જામનગરમાં પણ દૂર કરાશે નોનવેજની લારીઓ! તંત્ર કરી રહ્યું છે વિચારણા

  • જામનગરમાં નોનવેજબંધી અંગે મહાનગરપાલિકાની વિચારણા
  • નોનવેજ લારીઓ દૂર કરવા અંગે હજુ સુધી કોઈ નિર્ણય નહીં
  • નોનવેજની લારીઓ અંગે શહેરમાં સર્વે કરવામાં આવશે

જામનગર: રાજયના 4 મહાનગરો રાજકોટ (rajkot), વડોદરા (vadodara), જુનાગઢ (junagadh) અને ગાંધીનગર (gandhinagar) નોનવેજબંધી (non-veg ban) તરફ અગ્રેસર થયા છે. ત્યારે જામનગર મહાપાલિકા (jamnagar municipal corporation)એ પણ આ અંગે વિચારણા શરૂ કરી છે. જામનગરમાં પણ અન્ય શહેરોની જેમ જાહેર માર્ગો પરથી નોનવેજની લારીઓ (non-veg food vendors) દૂર કરવા માટે કોર્પોરેટરો પાસે અભિપ્રાય માંગવામાં આવ્યા હોવાનું શહેરના મેયર બિનાબેન કોઠારી (binaben kothari)એ જણાવ્યું છે. તો નોનવેજની લારીઓ દૂર કરવા માટે હજુ સુધી કોઇ નિર્ણય કરવામાં આવ્યો ન હોવાનું સ્થાયી સમિતિના અધ્યક્ષ મનિષ કટારિયાએ જણાવ્યું હતું.

શહેરીજનો તેમજ કોર્પોરેટર લારીઓ દૂર કરવાની કરી રહ્યા છે માંગ

રાજકોટ મહાનગરપાલિકાએ શરૂ કરેલી નોનવેજ લારી હટાવો ઝુંબેશમાં વડોદરા, જુનાગઢ અને ગાંધીનગર જેવા મહાનગરો પણ જોડાયા છે. જામનગર શહેરમાં પણ આ અંગે માંગણીઓ ઊઠવા લાગી છે. જો કે જામનગરમાંથી નોનવેજની લારીઓ દૂર કરવા અંગે જામનગર મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા હજુ સુધી કોઇ સત્તાવાર નિર્ણય લેવામા આવ્યો ન હોવાનું સ્થાયી સમિતિના અધ્યક્ષ મનિષ કટારિયાએ જણાવ્યું હતું.

તંત્ર લારીઓ મામલે આખ આડા કાન કરી રહ્યું છે

બીજી તરફ મેયર બીનાબેન કોઠારીએ જણાવ્યું હતું કે, અન્ય શહેરોને પગલે જામનગરમાંથી પણ નોનવેજની લારીઓ હટાવવાની કેટલીક રજૂઆતો મળી છે. જેને અનુસંધાને જાનગર મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા આ અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે, નોનવેજની લારીઓ અંગે શહેરમાં સર્વે કરવામાં આવશે. તેમજ જાહેર માર્ગો પરની લારીઓ દૂર કરવા માટે તમામ કૉર્પોરેટરોના અભિપ્રાય પણ માંગવામાં આવ્યા છે. કૉર્પોરેટરોના અભિપ્રાય બાદ આ અંગે બેઠક યોજી કોઇ સત્તાવાર નિર્ણય કરવામાં આવશે.

સોમવારે મનપા ટીમ કોઈ નિર્ણય લે તેવી શક્યતા

બીજી તરફ જામનગર શહેરના નાનકપુરી સહિતના કેટલાક વિસ્તારોમાંથી નોનવેજની લારી, કેબિનો હટાવવા 11 જેટલા કોર્પોરેટરો દ્વારા કમિશ્નરને રજૂઆત કરવામાં આવી છે. જેમાં શહેરના વોર્ડ નંબર 11, 13, 15 અને 16ના કોર્પોરેટરોનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: જામનગર જિલ્લામાં ત્રણ લાખથી વધુ પશુઓને ટેગ પહેરાવતું તત્ર

આ પણ વાંચો: શું ગુજરાતનો 1600 કિલોમીટર લાંબો દરિયાકિનારો ડ્રગ્સ કોરીડોર બની રહ્યો છે? જાણો ETV Bharatનો સ્પેશિયલ રીપોર્ટમાં

Last Updated : Nov 13, 2021, 7:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.