ETV Bharat / city

કુખ્યાત જયેશ પટેલના 12 સાગરિતો સામે ચાર્જશીટ રજૂ કરાઈ

author img

By

Published : Apr 16, 2021, 3:09 PM IST

જામનગરના કુખ્યાત ભૂમાફિયા જયેશ પટેલની ટોળકી સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયા પછી તપાસનીશ DySPએ આ કાયદાની ખાસ કોર્ટમાં 12 આરોપી સામેની ચાર્જશીટ રજૂ કરી છે. આ ગુનામાં હજી ત્રણ આરોપી પકડવાના બાકી હોવાથી તેમની સામેની પૂરવણી ચાર્જશીટ પાછળથી રજૂ થશે. જયેશની ટોળકીના 13 લોકો સામે પ્રથમ તબક્કામાં અને બીજા તબક્કામાં એક સામે ગુજસીટોક નોંધાયો હતો.

કુખ્યાત જયેશ પટેલના 12 સાગરિતો સામે ચાર્જશીટ રજૂ કરાઈ
કુખ્યાત જયેશ પટેલના 12 સાગરિતો સામે ચાર્જશીટ રજૂ કરાઈ

  • અમદાવાદ ક્રાઈમબ્રાન્ચના દિપેન ભદ્રને જામનગરમાં ટીમ બનાવી હતી
  • બોગસ પાસપોર્ટના આધારે યુકેમાં પ્રવેશ મેળવવાના આરોપસર લંડન પોલીસે તેની અટકાયત કરી
  • કુખ્યાત જયેશ પટેલ ડરાવી ધમકાવી ખંડણી વસૂલતો હતો

જામનગરઃ જામનગરમાં કેટલાક બિલ્ડરો, કારખાનેદારો, વેપારીઓ વગેરેને કુખ્યાત ભૂમાફિયા જયેશ પટેલ ડરાવી ધમકાવી ખંડણી વસૂલતો હોવાની વિગત સાથેની ટ્વિટ કરવામાં આવતા 6 મહિના પહેલાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના એસીપી દિપન ભદ્રનને જામનગરમાં SP તરીકે મૂકવામાં આવ્યા હતા. જયેશ પટેલના નેટવર્કને તોડી નાખવા માટે આ અધિકારીની જામનગરમાં નિયુક્તિ કરવામાં આવ્યા પછી SPએ પોતાના અધિકારીઓની ટીમ બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો, જેમાં મળેલી કેટલીક વિગતોના આધારે જયેશ પટેલ અને તેની ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ કરતી ટોળકી સામે કાયદાકીય સકંજો કસવા માટે પોલીસે તજવીજ કરી હતી.
આ પણ વાંચોઃ વાપીમાં રેમડેસીવીરની કાળા બજારી કરતા 2 શખ્સોની SOGની ટીમે ધરપકડ કરી

બોગસ પાસપોર્ટના આધારે યુકેમાં પ્રવેશ મેળવવાના આરોપસર લંડન પોલીસે તેની અટકાયત કરી
બોગસ પાસપોર્ટના આધારે યુકેમાં પ્રવેશ મેળવવાના આરોપસર લંડન પોલીસે તેની અટકાયત કરી

બિલ્ડર, વકીલ, નગરસેવક, પૂર્વ પોલીસકર્મી સહિતના છે આરોપીઓ

જિલ્લા પોલીસ વડા ભદ્રનની સૂચનાથી જામનગર LCBના PI કે. જી. ચૌધરીએ પોતે ફરિયાદી બની જયેશ પટેલ તથા તેની ટોળકીના ગણાતા બિલ્ડર નિલેશ ટોલિયા, મુકેશ અભંગી, પૂર્વ નગરસેવક અતુલ ભંડેરી, નિવૃત્ત પોલીસ કર્મચારી વસરામ મિયાત્રા, પ્રવિણ ચોવટીયા, શેર બજારનો વ્યવસાય કરતા પ્રફુલ પોપટ, ફોરેન કરન્સીના વ્યવસાય સાથે સંકળાયેલા જિગર આડતિયા તેમજ એડવોકેટ વી. એલ. માનસાતા અને જયેશના ડાબા-જમણા હાથ ગણાતા જસપાલસિંહ, યશપાલસિંહ જાડેજા સહિત 14 લોકો સામે ગુજસીટોક કાયદા હેઠળ જામનગરનો પ્રથમ ગુનો નોંધાવ્યો હતો.

આ પણ વાંચોઃ ફલોદીમાં જેલ તોડીને ભાગનારા 16માંથી 2 કેદીની પોલીસે ધરપકડ કરી

આરોપીઓને જુદી જુદી જેલમાં રાખવામાં આવ્યા

બીજા તબક્કામાં જયેશ પટેલના આર્થિક વ્યવહારનું સંચાલન કરતા અનિલ ડાંગરીયા નામના શખ્સ સામે પણ ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો હતો. આ કાયદાની રાજકોટમાં કાર્યરત કરવામાં આવેલી ખાસ અદાલતમાં આરોપીઓને રજૂ કરાયા પછી જામનગર ઉપરાંત અમદાવાદ, વડોદરા, સુરતની જેલમાં આરોપીઓને ખસેડવામાં આવ્યા હતા.

12 આરોપીઓ સામે 3 હજાર પાનાની ચાર્જશીટ રજૂ કરાયું

આ ગુનામાં ચાર્જશીટ રજૂ કરવા માટે ગયા મહિને ખાસ કોર્ટે તપાસનીશ પોલીસ ટીમને વધુ એક મહિનાની મુદ્દત આપ્યા પછી?? જામનગરના DySP નીતેશ પાંડેએ અદાલતમાં ચાર્જશીટ રજૂ કરી છે, જેમાં આ કેસમાં હજુ સુનિલ ચાંગાણી, રમેશ અભંગી અને મુખ્ય સૂત્રધાર જયેશ પટેલને પકડવાના બાકી છે. આ આરોપીઓ સામેની ચાર્જશીટ, પૂરવણી ચાર્જશીટ ઉપરોક્ત આરોપીઓ ઝડપાય તે પછી રજૂ કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું છે. હાલમાં 12 આરોપીઓ સામે અંદાજે 3 હજાર પાનામાં તૈયાર કરાયેલી ચાર્જશીટ રજુ થઈ છે.

આરોપી જયેશ પટેલ લંડન કોર્ટમાં રજૂ કરાયો હતો

ઉલ્લેખનીય છે કે, જયેશ પટેલે પોણા ત્રણ વર્ષ પહેલા નગરમાં એક એડવોકેટની સોપારી આપી હત્યા કરાવી હતી. તેના ત્રણ આરોપી કોલકાતાથી ઝડપાયા પછી જયેશ પટેલ પણ લંડન પોલીસના સકંજામાં આવ્યો હતો. બોગસ પાસપોર્ટના આધારે યુકેમાં પ્રવેશ મેળવવા અંગેના આરોપસર લંડન પોલીસે તેની અટકાયત કરી છે. જયેશને ભારતીય પોલીસને સોંપવા લંડનની કોર્ટમાં માંગણી કરાઈ હતી. તે પ્રક્રિયા હજુ ચાલુ છે તે દરમિયાન આગામી જુન મહિનામાં સંભવિત રીતે જયેશને યુકેથી તડીપાર કરવાનો નિર્ણય ત્યાંની કોર્ટ કરશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.