ETV Bharat / city

જામનગર જયેશ પટેલનો વધુ એક સાગરીત ઝડપાયો, ગુજસીટોક કેસમાં કરાઈ ધરપકડ

author img

By

Published : Apr 16, 2021, 6:19 PM IST

જામનગરના ગુજસીટોક કેસના આરોપી જયેશ પટેલના વધુ એક સાથીની જામનગર પોલીસે ધરપકડ કરી છે.

જામનગર
જામનગર

  • મહેશ છૈયાનો કોરોના ટેસ્ટ બાદ રિમાન્ડની કરાશે માગણી
  • આ કેસમાં અત્યાર સુધીમાં 13 શખ્સોની ધરપકડ થવા પામી છે
  • રમેશ અભંગી અને સુનીલ ચાંગાણી હજી પણ ફરાર

જામનગર: ભૂમાફિયા મહેશ પટેલના નેટવર્કને તોડવા માટે ખાસ પોલીસની ટીમ દ્વારા ગુજસીટોકનો ગુનો નોંધી અત્યાર સુધીમાં 12 શખ્સોને ઝડપી પાડ્યા છે, તેમાં ભૂમાફિયા સહિત ત્રણ શખ્સો ફરાર છે. જેમાં વધુ એક શખ્સનું નામ ખુલતા પોલીસે 16 એપ્રિલે તેની ધરપકડ કરી રિમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી છે.

આ પણ વાંચો:જયેશ પટેલ ગેંગને હથિયાર સપ્લાય કરનારાની મધ્યપ્રદેશથી ધરપકડ

જામનગરમાં જયેશ પટેલના ક્રાઈમ નેટવર્કને તોડવા માટે પોલીસે ઓપરેશન હાથ ધર્યું હતું.

જયેશ પટેલ અને તેની ગેંગ સામે ગુજસીટોક ધારાઓ મુજબ ફરિયાદ નોંધી હતી. આરોપી તરીકે ભાજપના પૂર્વ કોર્પોરેટર અતુલ ભંડેરી, બિલ્ડર નીલેશ ટોલિયા, મુકેશ અભંગી, પ્રફુલ પોપટ, પૂર્વ પોલીસકર્મી વસરામ આહીર, જીમ્મી આડતિયા, યશપાલ અને જસપાલસિંહ જાડેજા બંધુઓ, પ્રવીણ ચોવટિયા સહિતના 12 શખ્સની જેતે સમયે ધરપકડ કરી હતી.

આ પણ વાંચો:જામનગરમાં ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ અંકુશમાં હોવા છતાં ભૂમાફિયા જયેશ પટેલ ક્યારે ઝડપાશે ?

DySP નિતેશ પાંડે સહિતની ટીમે કોવિડ ટેસ્ટ બાદ ધરપકડ કરી

ત્યારબાદ વકીલ વી.એલ. માનસતા અને અનીલ ડાંગરિયાની પોલીસે ધરપકડ કરી હતી. આરોપીઓની પૂછપરછ દરમિયાન પોલીસે પાંચ કરોડની રીકવરી પણ કરી લીધી છે. આ ઉપરાંત જયેશ સહિતના આરોપીઓની મિલકતનો સર્વે કરી ટાંચમાં લેવા કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસ તપાસ દરમિયાન આ પ્રકરણમાં વધુ એક સખ્સ એવા મહેશ છૈયાની સંડોવણી ખુલતા હાલ કેસના DySP નિતેશ પાંડે સહિતની ટીમે કોવિડ ટેસ્ટ બાદ ધરપકડ કરી રિમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી છે.
આ કેસના મુખ્ય આરોપી ભૂમાફિયા જયેશ પટેલ પણ લંડનમાં પકડાઈ ચૂક્યા છે. જેને ભારત લાવવા માટે કાનૂની પ્રક્રિયા ચાલુ છે. જ્યારે આ કેસમાં બે શખ્સો રમેશ અભંગી અને સુનીલ ચાંગાણીનો કોઈ પત્તો પોલીસ મેળવી શકી નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.