ETV Bharat / city

રાષ્ટ્રપતિ એવોર્ડ માટે પસંદગી પામેલા અજયસિંહ જાડેજાએ કરી ETV BHARAT સાથે ચર્ચા

author img

By

Published : Jan 25, 2020, 11:50 PM IST

જામનગરના DYSP અજયસિંહ જાડેજાની રાષ્ટ્રપતિ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે. જેથી તેમણે ETV BHARAT સાથેની ચર્ચામાં મહામહિમ રાષ્ટ્રપતિ, ગુજરાતના મુખ્ય પ્રધાન અને જામનગર જિલ્લા પોલીસવડાનો આભાર વ્યક્ત કર્યો છે.

ETV BHARAT
રાષ્ટ્રપતિ એવોર્ડ માટે પસંદગી પામેલા અજયસિંહ જાડેજાએ કરી ETV BHARAT સાથે ચર્ચા

જામનગર: શહેરમાં ગત ઘણા વર્ષોથી પોલીસમાં ફરજ બજાવનારા DYSP જાડેજાની રાષ્ટ્રપતિ એવોર્ડ પસંદગી કરવામાં આવી છે. અજયસિંહ જાડેજા જામનગર શહેરમાં PSI, PIની ફરજ નિભાવ્યા બાદ હાલ DYSP તરીકે ફરજ નિભાવે છે. ઈટીવી ભારત સાથેની વાતચીતમાં અજયસિંહ જાડેજાએ જણાવ્યું કે, તે છેલ્લા ઘણા સમયથી નિષ્ઠાપૂર્વક પોલીસમાં ફરજ બજાવી રહ્યા છે.

જામનગર શહેર નાયબ પોલીસ અધિક્ષક અજયસિંહ જાડેજાની રાષ્ટ્રપતિ મેડલ માટે પસંદગી થતા રાજપૂત સમાજ અને પોલીસ બેડામાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. અજયસિંહને પોલીસ વિભાગમાં કર્તવ્યનિષ્ઠ કામગીરી બદલ એવોર્ડ મળવાથી તેઓ ખુશખુશાલ જોવા મળ્યાં છે. જે બદલ તેમણે મહામહિમ રાષ્ટ્રપતિ, ગુજરાતના મુખ્ય પ્રધાન અને જામનગર જિલ્લા પોલીસવડાનો આભાર વ્યક્ત કર્યો છે.

રાષ્ટ્રપતિ એવોર્ડ માટે પસંદગી પામેલા અજયસિંહ જાડેજાએ કરી ETV BHARAT સાથે ચર્ચા

અજયસિંહની રાષ્ટ્રપતિ એવોર્ડ માટે પસંદગી થવાથી તેમના શુભેચ્છકો દ્વારા શુભેચ્છાનો વરસાદ કરવામાં આવી રહ્યો છે. દરેક પોલીસ કર્મચારીનું સ્વપ્ન હોઈ છે કે, તેમને રાષ્ટ્રપતિ મેડલ એનાયત કરવામાં આવે, તેવામાં જામનગર નાયબ જિલ્લા પોલીસ અધિક્ષકનું આ સ્વપ્ન પૂર્ણ થયું છે. જેને લઇને પોલીસ પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

Intro:Gj_jmr_07_dysp_award_wt_7202728_mansukh

એક્સક્લુઝિવ

જામનગરના જાંબાઝ DYSP અજયસિંહ જાડેજાને મળ્યો રાષ્ટ્રપતિ એવોર્ડ.... etv સાથે કરી ખાસ વાતચીત....


જામનગર શહેરમાં છેલ્લા ઘણા વર્ષોથી પોલીસ ખાતામાં ફરજ બજાવતા ડીવાયએસપી જાડેજાને રાષ્ટ્રપતિ એવોર્ડ મળ્યો છે....જામનગર શહેરમાં psi તરીકે ફરજ નિભાવ્યા બાદ પીઆઇ તરીકે સેવા પણ જામનગરમાં આપી અને ડીવાયએસપી તરીકે હાલ અજયસિંહ જાડેજા ફરજ બજાવી રહ્યા છે..... etv ભારત સાથેની વાતચીતમાં અજયસિંહ જાડેજાએ જણાવ્યું છે કે તેઓ છેલ્લા ઘણા સમયથી નિષ્ઠા પૂર્વક પોલીસદળ ફરજ બજાવી રહ્યા છે.......

જામનગર શહેર નાયબ પોલીસ અધિક્ષક અજયસિંહ જાડેજાની રાષ્ટ્રપતિ મેડલ માટે પસંદગી થતા રાજપૂત સમાજ અને પોલીસ બેડામાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ખાસ કરીને પોલીસ વિભાગમાં કર્તવ્યનિષ્ઠ અને બહોશ કામગીરીને લઇને પ્રશંસનીય કામગીરી બદલ મળતા એવોર્ડ થી ખુદ પણ ખુશખુશાલ જોવા મળ્યાં છે જે બદલ તેમણે મહામહિમ રાષ્ટ્રપતિ અને ગુજરાતના મુખ્યમંત્રી અને સરકાર આ ઉપરાંત ગુજરાત તથા જામનગર જિલ્લા પોલીસવડા નો પણ આભાર વ્યક્ત કર્યો છે ત્યારે આજે તેમના શુભેચ્છકો દ્વારા તેમને શુભેચ્છા નો વરસાદ પણ કરવામાં આવી રહ્યો છે ખાસ કરીને પોલીસ માટે એક સપનું હોય છે કે તે પણ રાષ્ટ્રપતિ મેડલ એનાયત થાય જામનગર નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક નું પૂરું થયું છે જેને લઇને પોલીસ પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે

Body:મનસુખConclusion:જામનગર
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.