ETV Bharat / city

જામનગર સહિત 4 મહાનગરોને મળશે મેટ્રો ટ્રેનની ભેટ

author img

By

Published : Mar 3, 2021, 3:30 PM IST

જામનગર સહિત 4 મહાનગરોને મળશે મેટ્રો ટ્રેનની ભેટ
જામનગર સહિત 4 મહાનગરોને મળશે મેટ્રો ટ્રેનની ભેટ

વિધાનસભા ગૃહમાં નાણાપ્રધાન નીતિન પટેલે બુધવારના રોજ બજેટ રજૂ કર્યું હતું. જેમાં જામનગર સહિત 4 મહાનગરોમાં મેટ્રો ટ્રેન શરૂ કરવાની જાહેરાત કરવાામાં આવી છે.

  • જામનગર સહિત 4 મહાનગરોને મળશે મેટ્રો ટ્રેનની ભેટ
  • નાણાપ્રધાન નીતિન પટેલે બજેટ દરમિયાન આપી ભેટ
  • રાજ્યમાં મેટ્રો પ્રોજેક્ટ માટે 568 કરોડ રૂપિયાની કરી જાહેરાત

જામનગર: બજેટમાં ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન માટે રૂ.568 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ અગાઉ પર મુખ્યપ્રધાન ચૂંટણી પ્રચાર માટે જામનગર આવ્યા હતા ત્યારે જામનગરને મેટ્રો ટ્રેનની ભેટ આપવાની જાહેરાત કરી હતી. ત્યારે નાણાપ્રધાન નીતિન પટેલ દ્વારા જામનગર સહીત 4 મહાનગરોને મેટ્રો ટ્રેનની સુવિધા આપવાની જાહેરાત કરી છે.

બજેટમાં સૌરાષ્ટ્ર માટે કઈ જોગવાઈ?

બજેટમાં અમદાવાદ-ગાંધીનગર-સુરત મેટ્રો માટે રૂ.568 કરોડની જોગવાઈ કરવામાં આવી છે અને અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન માટે રૂ. 1500 કરોડની ફાળવણી કરવામાં આવી છે. આ સિવાય સૌરાષ્ટ્રમાં રૂ.675 કરોડના ખર્ચે પીવાના પાણી માટે 143 કિ.મીની બલ્ક પાઈપ લાઈન નંખાશે તેમજ દ્વારકામાં નવા હેલિપેડ બનાવવાની બજેટમાં જાહેરાત કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.