ETV Bharat / city

Yuvrajsinh Jadeja Allegation : પેપરો ફૂટ્યાંના પુરાવા આપ્યાં છતાં સરકારે કોઇ મોટા માથાં વિરુદ્ધ કાર્યવાહી ન કરી તો લીધો નિર્ણય

author img

By

Published : Feb 2, 2022, 3:38 PM IST

સરકારી વિભાગોની જાહેર પરીક્ષાઓમાં પેપર ફૂટવાના 11 બનાવોમાં પુરાવા અપાયાં હતાં. છતાં કોઇ ચમરબંધી સામે પગલાં ન લેવાતાં યુવરાજસિંહ જાડેજાએ (Yuvrajsinh Jadeja Allegation) મહત્ત્વનું નિવેદન આપ્યું છે.

Yuvrajsinh Jadeja Allegation : પેપરો ફૂટ્યાંના પુરાવા આપ્યાં છતાં સરકારે કોઇ મોટા માથાં વિરુદ્ધ કાર્યવાહી ન કરી તો લીધો નિર્ણય
Yuvrajsinh Jadeja Allegation : પેપરો ફૂટ્યાંના પુરાવા આપ્યાં છતાં સરકારે કોઇ મોટા માથાં વિરુદ્ધ કાર્યવાહી ન કરી તો લીધો નિર્ણય

ગાંધીનગર : ગુજરાત રાજ્યમાં ભાજપની સરકારમાં વર્ષ 2014 થી વર્ષ 2021 સુધી 11 જેટલી જાહેર પરીક્ષાના પેપર ફૂૂટ્યા (Paper leak scam in Gujarat) છે અને આ બાબતે તમામ સચોટ પુરાવા સાથે સરકારને રજૂઆત પણ કરી છે. જેમાં સરકારે પરીક્ષા રદ કરી છે પરંતુ હજી સુધી એક પણ મોટા માથાંની સામે કોઇપણ પ્રકારની કાર્યવાહી નહીં કરી હોવાનો આક્ષેપ (Yuvrajsinh Jadeja Allegation) વિદ્યાર્થી યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ કર્યો હતો. જ્યારે હવે આગામી સમયમાં સરકારને એક પણ પ્રકારના પુરાવા નહીં આપવાની જાહેરાત જાડેજાએ કરી છે.

હજી સુધી એક પણ મોટા માથાંની સામે કોઇપણ પ્રકારની કાર્યવાહી નહીં કરી હોવાનો આક્ષેપ

સરકારને પુરાવા આપવામાં નહીં આવે

યુવરાજસિંહ જાડેજા પત્રકાર પરિષદ સંબોધીને સરકાર પર આક્ષેપ કર્યા હતાં કે રાજ્ય સરકાર હંમેશા કહેતી આવે છે કે એક પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે. ત્યારે આજ દિન સુધી જાહેર પરીક્ષાના પેપર કૌભાંડમાં સરકારે એક પણ પરિણામલક્ષી કાર્યવાહી કરી નથી, જ્યારે અગાઉ રાજ્ય સરકારને તપાસમાં મદદરૂપ થવા માટે અમે ચાર પેન ડ્રાઈવ સહિતના પુરાવા (Paper leak scam in Gujarat) સરકારને આપ્યા હતાં. જે રાજ્યના મુખ્યપ્રધાન નાયબ મુખ્યપ્રધાન, હોમ મિનિસ્ટર તમામ લોકોને પેન ડ્રાઈવ સહિતના પુરાવા આપ્યા હતાં. જ્યારે કઈ સ્કુલમાં ચોરી થઈ છે તે તમામ પ્રકારની વિગતો પણ આપવામાં આવી હતી. તેમ છતાં પણ આ પુરાવા ઉપર પણ એક પણ પ્રકારની કાર્યવાહી કરવામાં ન આવી હોવાનો આક્ષેપ (Yuvrajsinh Jadeja Allegation) યુવરાજસિંહ જાડેજાએ કર્યો હતો.

આ પણ વાંચોઃ Department of Energy paper scam : વચેટિયાઓના નામ ખુલ્યાં, આંગડિયા પેઢીમાં થયાં હતાં વ્યવહાર

અનેક રાજ્યમાં કરવામાં આવી છે કડક કાર્યવાહી

યુવરાજસિંહ જાડેજા વધુમાં આક્ષેપ (Yuvrajsinh Jadeja Allegation) કરતાં જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં ગુજરાત સ્ટેટ મોડલ તરીકે ઓળખાય છે. પરંતુ (Paper leak scam in Gujarat) કાર્યવાહી કોઈ પ્રકારની કરવામાં આવતી નથી. જ્યારે અન્ય રાજ્યની માહિતી આપતા યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે રાજસ્થાન સરકારે પેપર ફૂટવા બાબતે એકશન લીધા હતા. જેમાં બોર્ડના અધ્યક્ષ અને અધિકારીઓના ઘરે તપાસ કરવામાં આવી હતી. રેડ પાડવામાં આવી હતી અને ત્યારબાદ તમામ લોકોને પણ કરવામાં આવ્યા હતાં. ત્યારે ગુજરાત સરકાર આવું કેમ ન કરી શકે. મહારાષ્ટ્ર સરકારે પણ શિક્ષકોની ભરતીમાં 16592 ઉમેદવારો પાસ થયા હતાં જેમાં 4,800 જેટલા ઉમેદવારો નોકરી કરી રહ્યા હતાં. પરંતુ આવા તમામ ઉમેદવારોને તપાસ બાદ છૂટા કરી દેવામાં આવ્યા હતાં. ત્યારે હવે મહારાષ્ટ્રમાં ભાજપના નેતાઓએની માંગ કરી રહ્યા છે તો ગુજરાત ઉપર ભાજપ સરકાર જ છે તો આવી રીતે તપાસ કેમ નથી કરવામાં આવતી તેવા પણ પ્રશ્નો યુવરાજસિંહ જાડેજા કર્યા હતાં.

બિનસચિવાલય પરીક્ષામાં કૌભાંડ

જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે વર્ષ 2019 માં બિનસચિવાલયની પરીક્ષા યોજવામાં આવી હતી. તેમાં એસઆઇટી દ્વારા 40 શાળાઓનું લિસ્ટ આપવામાં આવ્યું હતું કે જે શાળાઓમાં ખુલ્લેઆમ ચોરી થઈ હતી. તે તમામ પ્રકારની માહિતી આપવામાં આવી હતી તે પણ હજી સુધી કોઈપણ પ્રકારનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો નથી. જ્યારે આ શાળાના કેન્દ્રો પર રાખવામાં આવ્યા છે કે નહીં તે પણ રાજ્ય સરકાર દ્વારા હજી સ્પષ્ટતા કરવામાં આવી નથી. જ્યારે 387 શાળાઓમાં સીસીટીવી વગર (Paper leak scam in Gujarat) પરીક્ષા યોજાઇ હતી. તે બાબતે પણ કોઈપણ પ્રકારની તપાસ થઇ ન હોવાનો આક્ષેપ (Yuvrajsinh Jadeja Allegation) યુવરાજસિંહ જાડેજા કર્યો હતો.

આ પણ વાંચોઃ Department of Energy Online Paper Leak: પરીક્ષા પાસ કરાવવા 22 લાખની લાંચ લેવાઇ હોવાનો યુવરાજસિંહ જાડેજાનો આક્ષેપ

હવે પરીક્ષા કૌભાંડની મોડ્સ ઓપરેન્ડી બદલાઈ

જાડેજાએ વધુમાં આક્ષેપ (Yuvrajsinh Jadeja Allegation) કરતા જણાવ્યું હતું કે પહેલા પૈસા લઈને સીધા પાસ કરી દેવામાં આવતા હતાં ત્યારે હવે પદ્ધતિમાં બદલાવ કરવામાં આવ્યો છે. જેમાં બે માર્ગ અને ઓફલાઇન પરીક્ષા હોય તેવી જગ્યાએ જે વિદ્યાર્થીઓનું સેટિંગ થયું હોય તેવા વિદ્યાર્થીઓએ માર્કશીટ ખાલી (Paper leak scam in Gujarat) મૂકી દે છે અને ત્યારબાદ અન્ય લોકો દ્વારા પરીક્ષા પૂર્ણ થયા બાદ તેને ભરવામાં આવે છે. જ્યારે બીજી રીતની વાત કરવામાં આવે તો જે ઉમેદવાર હોય તે પરીક્ષા આપતો નથી હોતો તેને બદલે નકલી વિદ્યાર્થી કે જે ખૂબ હોશિયાર હોય છે તેને પરીક્ષામાં બેસાડવામાં આવે છે. આવી રીતે કૌભાંડ આચરતા હોવાના આક્ષેપ પણ યુવરાજસિંહ જાડેજાએ કર્યા હતાં. આવી ઘટનાથી રાજ્યના 40થી 50 લાખ વિદ્યાર્થીઓના ભાવિ જોખમમાં હોવાની વાત પણ યુવરાજસિંહ જાડેજાએ કરી હતી. ત્યારે રાજ્ય સરકાર કડકમાં કડક કાર્યવાહી કરે તેવી માગ સાથે સીબીઆઈ તપાસની માગ જાડેજાએ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.