ETV Bharat / city

ગાંધીનગરમાં યુથ હોસ્ટેલ અને NICMમાં કોવિડ કેર સેન્ટર શરૂ કરાયા

author img

By

Published : Apr 13, 2021, 4:00 PM IST

ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં કોરોનાના 400 બેડની વ્યવસ્થા કરવામાં આવી હતી, પરંતુ કોરોનાના કેસો વધતા તમામ ફૂલ થઈ ગયા છે ત્યારે ત્યાં પણ નવા ઓક્સિજન બેડની આવશ્યકતા સર્જાઈ છે, જેને ધ્યાને લેતા ગાંધીનગર કોર્પોરેશન દ્વારા કોવિડ કેર સેન્ટર પ્રી પ્લાનિંગના ભાગરૂપે સજ્જ કરી દેવામાં આવ્યા છે. સેક્ટર 15ની યુથ હોસ્ટેલ અને રક્ષા શક્તિ યુનિવર્સિટી પાસેના NICM ખાતે કોવિડ કેર સેન્ટર ઉભા કરાયા છે.

ગાંધીનગરમાં યુથ હોસ્ટેલ અને NICMમાં કોવિડ કેર સેન્ટર શરૂ કરાયા
ગાંધીનગરમાં યુથ હોસ્ટેલ અને NICMમાં કોવિડ કેર સેન્ટર શરૂ કરાયા

  • કોરોનામાં સિવિલ હોસ્પિટલમાં 400 બેડ ફૂલ થયા
  • પ્રી પ્લાનિંગના ભાગરૂપે 2 કોવિડ કેર સેન્ટર પહેલાથી જ ઉભા કરાયા
  • ધન્વંતરિ રથ 5થી વધારી 15 કરાયા, 50 ઓક્સિજન બેડ પણ ઉભા કરાશે
  • યુથ હોસ્ટેલ સેક્ટર-15માં 40 અને NICMમાં 44 બેડ સાથે કોવિડ કેર સેન્ટર તૈયાર કરાયા

આ પણ વાંચોઃ મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા કોવિડ કેર સેન્ટર શરૂ

ગાંધીનગરઃ કોરોનાના ગંભીર દર્દી ન હોય તેમને પ્રાથમિક સેવા પૂરી પડી રહે તેના માટે કોર્પોરેશને યુથ હોસ્ટેલ સેક્ટર 15 અને રક્ષા શક્તિ યુનિવર્સિટી પાસેના NICMમાં કોવિડ કેર સેન્ટરમાં અત્યારથી કોવિડ કેર સેન્ટર બનાવીને મૂક્યા છે તેવું ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર પી.સી. દવેએ કહ્યું હતું. તેમાં પણ યુથ હોસ્ટેલમાં 40 અને NICMમાં 44 બેડ ઉભા કરાયા છે. જોકે ત્યાં ઓક્સિજનની અત્યાર પૂરતી કોઈ સારવાર નથી. સેન્ટરોમાં બે સમય જમવાનું, બે સમય નાસ્તો અને જરૂરી કિટ દર્દીને આપવામાં આવશે.

યુથ હોસ્ટેલ સેક્ટર-15માં 40 અને NICMમાં 44 બેડ સાથે કોવિડ કેર સેન્ટર તૈયાર કરાયા
યુથ હોસ્ટેલ સેક્ટર-15માં 40 અને NICMમાં 44 બેડ સાથે કોવિડ કેર સેન્ટર તૈયાર કરાયા

આ પણ વાંચોઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં શરૂ કરાયું 40 બેડની સુવિધાવાળું કોવિડ કેર સેન્ટર



ડેપ્યુટી મ્યુ. કમિશનરે કહ્યું, ગાંધીનગર સિટીમાં કોવિડ કેર સેન્ટરના સો બેડ ખાલી, 50 ઓક્સિજ બેડ ઉભા કરાશવ

ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે વધુમાં કહ્યું હતું કે, અત્યારે શહેરમાં સ્ટાફ ટ્રેનિંગ કોલેજ ખાતે કોવિડ કેર સેન્ટર ચાલી રહ્યું છે, જેમાં 34 દર્દી સારવાર લઈ રહ્યા છે. જ્યારે બાકીના 16 જેટલા બેડ અહીં ખાલી છે. એટલે 100 બેડ ખાલી છે. જોકે, ગંભીર દર્દી સિવિલમાં એડમિટ થઈ રહ્યા છે. જ્યારે બાકીના દર્દી હોમ ક્વોરન્ટાઈન થયા છે. એટલા માટે ધન્વંતરિ રથ પણ 5 વધારીને 15 કરવામાં આવ્યા છે. જ્યારે કોલવડામાં મંગળવારે સાંજ સુધીમાં 50 ઓક્સિજનના બેડ નવા ઉભા કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.