ETV Bharat / city

ચક્રવાત 'ગુલાબ'ની પોસ્ટ ઈફેક્ટ: ગુજરાત પર 'શાહીન'નો ખતરો

author img

By

Published : Sep 28, 2021, 4:50 PM IST

ચક્રવાત 'ગુલાબ'ની પોસ્ટ ઈફેક્ટ: ગુજરાત પર 'શાહીન'નો ખતરો
ચક્રવાત 'ગુલાબ'ની પોસ્ટ ઈફેક્ટ: ગુજરાત પર 'શાહીન'નો ખતરો

રાજ્યમાં તૌકતે બાદ હવે બીજી કુદરતી આફતનો ખતરો મંડરાઈ રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, ઓડિશા અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ટકરાયેલા ચક્રવાત 'ગુલાબ'ની પોસ્ટ ઈફેક્ટના કારણે અરબ સાગરમાં ડિપ્રેશન જોવા મળી રહ્યું છે. જેના લીધે ગુજરાત પર 'શાહીન' નામક વાવાઝોડું ત્રાટકવાની શક્યતાઓ સેવાઈ રહી છે.

  • ગુજરાતમાં વધુ એક વાવાઝોડાનો ખતરો
  • ચક્રવાત 'ગુલાબ'ની પોસ્ટ ઈફેક્ટથી સર્જાશે વાવાઝોડું
  • હાલમાં માત્ર ડિપ્રેશન હોવાથી કોઈ ખતરો નહીં

ન્યૂઝ ડેસ્ક: હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઓડિશા અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ટકરાયેલા ચક્રવાત 'ગુલાબ'ની પોસ્ટ ઈફેક્ટના કારણે ગુજરાત તરફી અરબ સાગરમાં લો ડિપ્રેશન સર્જાયું છે. જેના કારણે ગુજરાત પર 'શાહીન' નામક વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે. 30 સપ્ટેમ્બર સુધીમાં અરબી સમુદ્રમાં ડિપ ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ શકે છે અને ગુજરાતના કાંઠા વિસ્તારોમાં ટકરાઈ શકે છે.

રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, હાલમાં તે ડિપ ડિપ્રેશન છે. જે આવનારા 6 કલાકમાં વેલમાર્ક લો પ્રેશર બનશે. 'શાહીન' વાવાઝોડાને કારણે રાજ્યમાં આગામી 3 દિવસ માટે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે તેનાંથી સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત તેમજ કચ્છનો સમાવેશ થાય છે.

હાલમાં કોઈ ખતરો નથી

હાલમાં 'શાહીન' વાવાઝોડું માત્ર ડિપ્રેશન છે. 6 કલાકમાં તે વેલમાર્ક લો પ્રેશર બનશે. જ્યારબાદ 30 સપ્ટેમ્બરના રોજ ઉત્તર પૂર્વ અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન સર્જાઈ શકે છે. જે સાયક્લોનમાં પરિવર્તિત થશે કે નહીં એ અંગે આગામી સમયમાં હવામાન વિભાગ દ્વારા જાણ કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.