ETV Bharat / city

Vibrant Gujarat Pre Event Summit: ફાર્મા ઇન્ડસ્ટ્રીને પ્રોત્સાહન આપવા વાયબ્રન્ટ ગુજરાત પ્રિ ઇવેન્ટ સમિટનું આયોજન

author img

By

Published : Dec 15, 2021, 7:25 AM IST

Vibrant Gujarat Pre Event Summit: ફાર્મા ઇન્ડસ્ટ્રીને પ્રોત્સાહન આપવા વાયબ્રન્ટ ગુજરાત પ્રિ ઇવેન્ટ સમિટનું આયોજન
Vibrant Gujarat Pre Event Summit: ફાર્મા ઇન્ડસ્ટ્રીને પ્રોત્સાહન આપવા વાયબ્રન્ટ ગુજરાત પ્રિ ઇવેન્ટ સમિટનું આયોજન

ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે 2022મા યોજાનાર 10મી વાઇબ્રન્ટ ગ્લોબલ સમિટના (Gujarat Vibrant Summit 2022) ભાગે રૂપે ગુજરાત આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા 17 અને 18 ડિસેમ્બરના અમદાવાદ અને ગાંધીનગરમાં હોલિસ્ટિક હેલ્થકેર ફોક્સ ઓન ફાર્માસ્યુટિકલ્સ અને મેડિકલ ડિવાઇસ પ્રિ ઇવેન્ટ (Vibrant Gujarat Pre Event Summit) યોજાશે.

  • ઇન્ડસ્ટ્રીને પ્રોત્સાહન આપવા 17 અને 18 ડિસેમ્બરે યોજાશે પ્રોગ્રામ
  • અમદાવાદમાં અને ગાંધીનગરમાં આ પ્રિ ઇવેન્ટ સમિટ યોજાશે
  • દેશમાં ફાર્મા ટર્ન ઓવરમાં 33 ટકા હિસ્સો ગુજરાત ધરાવે છે

ગાંધીનગર: ફાર્મા ઇન્ડસ્ટ્રીને (Gujarat Vibrant Summit 2022) પ્રોત્સાહન આપવાના હેતુસર આ ઇવેન્ટ યોજવામાં આવશે. જેમાં 2 દિવસ પ્રિ ઇવેન્ટ સમિટમાં (Vibrant Gujarat Pre Event Summit) ફાર્મા હેલ્થકેર પર ચર્ચા થશે. 2 ભાગમાં આ સમિટ થશે. પ્રથમ ભાગ 17 તારીખે સાંજે થશે, જેમાં રાઉન્ડ ટેબલ સેશન આત્મનિર્ભર ગુજરાત પર થશે. હોટલ હયાત અમદાવાદમાં ખાતે આ સેશન યોજાશે. બીજો પ્રોગ્રામ 18 ડિસેમ્બર પંડિત દીનદયાળ ગાંધીનગર ખાતે થશે, જેમાં બે ટેકનિકલ સેશન થશે.

Vibrant Gujarat Pre Event Summit: ફાર્મા ઇન્ડસ્ટ્રીને પ્રોત્સાહન આપવા વાયબ્રન્ટ ગુજરાત પ્રિ ઇવેન્ટ સમિટનું આયોજન

દેશમાં ફાર્મા ટર્ન ઓવરમાં 33 ટકા હિસ્સો ગુજરાત ધરાવે છે

આ અંગે માહિતી આપતા આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે જણાવ્યુ હતુ કે, ગુજરાત ફાર્માસ્યુટિકલને (Gujarat Pharmaceutical) લગતી દવાઓ અને વસ્તુઓની 28 ટકા નિકાસ ગુજતમાથી કરવામાં આવે છે. દેશમાં ફાર્મા ટર્ન ઓવરમાં 33 ટકા હિસ્સો ગુજરાત ધરાવે છે. સમગ્ર ભારતભરમાં 8 હજાર જેટલા PMBJP સ્ટોર્સ છે, જેમાં 548 સ્ટોર રાજ્યમાં છે. દેશમાં 8 હજાર જેટલા PMBJP સ્ટોર્સ 10 હજારથી વધુ કરવામાં આવશે. આ પ્રકારના ઇવેન્ટ કરીને ફાર્મા ઇન્ડસ્ટ્રીને વધારે બુસ્ટ મળે અને તેનો વિકાસ થાય તે આશય સાથે આ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યુ હતું.

બે કીટ પર ઝડપી રીઝલ્ટ મળે તેના પર રિસર્ચ થઈ રહ્યું છે

તેમણે વધુમાં રાજ્યમાં વધતા જતા કોરોના કેસો પર માહિતી આપતા જણાવ્યુ હતુ કે, રાજ્યમાં કેસો વધ ઘટ થયા કરે છે. ગુજરાત બાયોકેમિકલ ટેક્નોલોજીકલ રિસર્ચમાં (Gujarat Biochemical Technological Research)સેમ્પલ મોકલવામાં આવે છે. જિનોમ સિક્વન્સમાં જો ICMRની મંજુરી મળશે તો ઓમિક્રોના 2 કલાકમાં રિઝલ્ટ મળી શકે તે પ્રકારની કીટ પર રિસર્ચ થઈ રહ્યું છે. એક અન્ય કીટ પણ વિક્સાવામાં આવી છે, જેના દ્વારા 7 કલાકમાં ટેસ્ટથી જીનોમનું રિઝલ્ટ મળી શકે છે.

કોરોના વેરિઅન્ટ પર નજર રાખવામાં આવી રહી છે

કોરોના મહામારી વચ્ચે વાઇબ્રન્ટ સમિટ યોજાવા જઇ રહી છે, ત્યારે તેના પરિપત્ર પર માહિતી આપતા જણાવ્યુ હતુ કે, રાજ્ય સરકાર દ્વારા જે પરિપત્ર બનાવામાં આવ્યો છે, તે 10 થી 20 ડિસેમ્બર સુધીનો છે, તેથી કોરોના વેરિઅન્ટ પર નજર રાખવામાં આવી રહી છે, ત્યાર બાદ નિર્ણય લેવામાં આવશે, અને તે સતત ચાલતી પ્રક્રિયા છે, એટલે વાઇબ્રન્ટ ઇવેન્ટ યોજાવાની વાર હોવાથી કોઇ અસર નહી થાય તેવું તેમને જણાવ્યું હતું.

આ પણ વાંચો:

Vibrant Gujarat 2022 MoU : ડિસેમ્બર એન્ડ સુધી 100 જેટલી કંપની 67,000 કરોડના MoU કરશે, 1.20 લાખ રોજગારીનો દાવો

Vibrant Gujarat 2022: પ્લાસ્ટિક અને પેકેજિંગ ઈન્ડસ્ટ્રીઝ મોટા પ્રમાણમાં આવશે ગુજરાત, કલોલ અને સુરેન્દ્રનગરમાં ક્લસ્ટર બનશે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.