VGGS Pharma Summit 2021: રોકાણ માટે શ્રેષ્ઠ દેશ એટલે ભારત, દેશના વિકાસ માટે તંદુરસ્તી જરૂરીઃ મનસુખ માંડવિયા

author img

By

Published : Dec 18, 2021, 12:42 PM IST

VGGS Pre Summit Pharma Event 2021: દેશનો વિકાસ કરવા માટે તંદુરસ્ત રહેવું જરૂરી છેઃ મનસુખ માંડવિયા

ગાંધીનગરમાં જાન્યુઆરીમાં વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022 (Vibrant Gujarat Global Summit 2022) યોજાશે, જેના ભાગરૂપે આજે (શનિવારે) ગાંધીનગરના રાયસણમાં PDPU ખાતે હોલિસ્ટિક હેલ્થ કેરઃ ફોકસ ઓન ફાર્માસ્યુટિકલ એન્ડ મેડીકલ ડિવીઈસીઝ (Holistic Health Care at PDPU: Focus on Pharmaceutical and Medical Devices) અંતર્ગત પ્રિ-ઈવેન્ટ સમિટનું (VGGS Pharma Summit 2021) આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કેન્દ્રિય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા (Union Health Minister Mansukh Mandaviya at Pre-Summit Pharma) ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, અત્યારે નવા ભારતનું નિર્માણ થઈ રહ્યું છે. દેશ બદલાઈ રહ્યો છે.

ગાંધીનગરઃ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022 (Vibrant Gujarat Global Summit 2022) પહેલા આજે રાયસણ PDPU ખાતે હોલિસ્ટિક હેલ્થ કેરઃ ફોકસ ઓન ફાર્માસ્યુટિકલ એન્ડ મેડીકલ ડિવીઈસીઝ (Holistic Health Care at PDPU: Focus on Pharmaceutical and Medical Devices) અંતર્ગત પ્રિ-ઈવેન્ટ સમિટનું (VGGS Pharma Summit 2021) આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કેન્દ્રિય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા (Union Health Minister Mansukh Mandaviya at VGGS Pharma Summit 2021), મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, રાજ્યના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ, રાજ્ય કક્ષાના આરોગ્ય પ્રધાન નિમિષા સુથાર પણ ઉપસ્થિત રહ્યા હતા. અહીં કેન્દ્રિય આરોગ્ય પ્રધાને જણાવ્યું હતું કે, ગુજરાતમાં ફાર્મા સેક્ટર બાબતે શું પોલિસી (Gujarat Pharma Sector Policy) છે. તેના નિયમ શું છે. તમને આનો કઈ રીતે લાભ મળશે. તે તમામ પ્રકારની વિગતો આપવામાં આવશે. અત્યારે નવા ભારતનું નિર્માણ થઈ (The creation of a new India) રહ્યું છે. દેશ સતત બદલાઈ રહ્યો છે. જો દેશનો વિકાસ કરવો હશે તો તંદુરસ્ત રહેવું જ પડશે. એટલે દેશના નાગરિકો સ્વસ્થ હશે (Staying healthy is essential for development of the country) તો વિકાસ ઝડપથી થઈ શકશે.

આ પણ વાંચોઃ Vaccination Against Covid : દેશમાં 50 ટકા લોકોને કોવિડ રસીના બન્ને ડોઝ મળ્યા, માંડવીયાએ આપી માહિતી

દેશમાં અત્યારે 5 ગામની વચ્ચે એક હેલ્થ સેન્ટર શરૂ કરાયું છેઃ માંડવિયા

કેન્દ્રિય આરોગ્ય પ્રધાને જણાવ્યું હતું કે, પહેલા હેલ્થ અને ફાર્મા મિનિસ્ટર એક નહતા, પરંતુ હવે એક જ મિનિસ્ટરને હેલ્થ અને ફાર્માની જવાબદારી આપવામાં આવે છે. કારણ કે, હેલ્થ અને ફાર્મા એક બીજા પર નિર્ભર છે. ભૂતકાળમાં આરોગ્ય અને ટ્રિટમેન્ટને વિકાસ સાથે નહતી જોડવામાં આવી. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) જવાબદારી ઉઠાવી અભિયાન શરૂ કર્યું છે. અત્યારે દેશમાં 5 ગામની વચ્ચે એક હેલ્થ સેન્ટર (Health center in the village) શરૂ કરવામાં આવ્યું છે.

MBBSની બેઠક અને AIIMS હોસ્પિટલની સંખ્યા વધીઃ માંડવિયા

કેન્દ્રિય આરોગ્ય પ્રધાને વધુમાં ઉમેર્યું હતું કે, એમબીબીએસની સીટમાં પણ વધારો કરવામાં આવ્યો છે. પહેલા 36,000 સીટ હતી, જે વધારીને 85,000 કરવામાં આવી છે. દેશમાં પહેલા ફક્ત 6 એઈમ્સ હોસ્પિટલ હતી. નરેન્દ્ર મોદી વડાપ્રધાન (PM Narendra Modi) બન્યા પછી દેશમાં 22 એઈમ્સને મંજૂરી આપવામાં આવી છે.

રોકાણ માટે શ્રેષ્ઠ દેશ એટલે ભારતઃ માંડવિયા

કેન્દ્રિય આરોગ્ય પ્રધાને વાઈબ્રન્ટ ગુજરાત (Mansukh Mandaviya on Vibrant Gujarat Summit) અંગે જણાવ્યું હતું કે, અત્યારે સમગ્ર વિશ્વમાં રોકાણ માટે સૌથી શ્રેષ્ઠ દેશ ભારત (The best country to invest in is India) છે. અહીં એક સાથે સ્કિલ પાવર, મેન પાવર અને વિશ્વાસ છે. આ તમામ વસ્તુઓ અને બાબતોનો તમે ઉપયોગ કરો. વાઈબ્રન્ટ સમિટ માટે અહીં આવી રહ્યા છો. તો તમારો ઉદ્યોગ પણ આગળ વધશે. આ સાથે જ આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતનું સપનું (The dream of a self-reliant India from a self-reliant Gujarat) પણ સાકાર થશે.

આ પણ વાંચોઃ કોરોના રસીકરણમાં અનેક રાજ્યોની મંદ ગતિ, સ્વાસ્થ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ આપી મહત્વની સલાહ

વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ બ્રાન્ડ બની ગઈ છેઃ મુખ્યપ્રધાન

તો મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વર્ષ 2003માં શરૂ થયેલી વાઈબ્રન્ટ ગુજરાત સમિટ અત્યારે ગ્લોબલ બ્રાન્ડ (Vibrant Gujarat Summit Global Brand) બની ગઈ છે. હું તમામ રોકાણકારોને વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022માં સહભાગી થવા માટે આમંત્રણ આપી રહ્યો છું. જ્યારે દેશમાં ફાર્મા ઉદ્યોગનું પાયોનિર પણ ગુજરાત જ છે. ફાર્મામાં 33 ટકા ઉત્પાદન ગુજરાતમાં થાય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.