ETV Bharat / city

કેન્દ્રીય પ્રધાન સર્બાનંદ સોનવાલે ગાંધીનગર કોલવડાની આયુર્વેદ કોલેજની લીધી મુલાકાત

author img

By

Published : Nov 27, 2021, 9:57 AM IST

Union Minister Sarbananda Sonowal
Union Minister Sarbananda Sonowal

કેન્દ્રીય પ્રધાન સર્બાનંદ સોનવાલે (Union Minister Sarbananda Sonowal) ગુજરાત પ્રવાસ દરમિયાન ગાંધીનગર કોલવડા ખાતેની સ્ટેટ મોડેલ આયુર્વેદ કોલેજ અને હોસ્પિટલની મુલાકાત (Sarbananda Sonowal visits Ayurveda College Kolavada) લીધી હતી. જ્યા તેમને વિદ્યાર્થીઓ સાથે ઇન્ટરેક્શન કર્યું હતું અને વિદ્યાર્થીઓને આત્મનિર્ભર ભારત (aatmanirbhar bharat) માટેની પ્રેરણા આપી હતી. આ ઉપરાંત સ્કીલ ડેવલપમેન્ટ કેવી રીતે કરવું જોઈએ તેને લઈને પણ વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

  • કેન્દ્રીય પ્રધાને વિદ્યાર્થીઓ સાથે કર્યો વાર્તાલાપ
  • આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલ રહ્યા હાજર
  • આયુર્વેદ કોલેજ અને હોસ્પિટલને કેન્દ્ર સરકાર તરફથી આગામી સમયમાં મળશે સહાયતા

ગાંધીનગર: કેન્દ્રીય આયુષ મંત્રાલયના કેબિનેટ પ્રધાન સર્બાનંદ સોનવાલજી (Union Minister Sarbananda Sonowal) ગુજરાતની મુલાકાત માટે આવ્યા હતા. જેમને ખાસ કરીને કોલવડાની આયુર્વેદ કોલેજ અને હોસ્પિટલની મુલાકાત (Sarbananda Sonowal visits Ayurveda College Kolavada) લીધી હતી. જ્યાં તેમણે અહીં એડમિટ પેશન્ટ સાથે વાતચીત કરી હતી અને તેમના હાલચાલ પૂછ્યા હતા. તેમજ કોલેજમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ સાથે ઇન્ટરેક્શન કર્યું હતું. આ પ્રસંગે રાજ્યના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. જેને કોરોના મૃતકોને આપવામાં આવી રહેલી રૂપિયા 50 હજારની સહાય અંગે કેટલીક વાત જણાવી હતી.

કેન્દ્રીય પ્રધાન સર્બાનંદ સોનવાલે ગાંધીનગર કોલવડાની આયુર્વેદ કોલેજની લીધી મુલાકાત

આ પણ વાંચો: Kandla port ને મેગા પોર્ટ બનાવવા કરાશે પ્રયાસ: કેન્દ્રીયપ્રધાન સર્બાનંદ સોનોવાલ

ભારત સરકાર તરફથી આગામી સમયમાં જરૂરિયાતો પૂરી કરાશે: સર્બાનંદ સોનવાલે

કેન્દ્રીય પ્રધાન સર્બાનંદ સોનવાલે (Union Minister Sarbananda Sonowal) જણાવ્યું હતું કે, હું વિશેષરૂપે ગુજરાત સરકારને ધન્યવાદ કહું છું. જેમને આ હોસ્પિટલમાં આયુર્વેદ હોસ્પિટલ અને કોલેજ ઊભી કરી છે. કેન્દ્રીય પ્રધાન અમિત શાહે (Union Minister) અહીં ઓક્સિજન પ્લાન્ટની વ્યવસ્થા પણ કરી આપી છે અને અહીંના વિદ્યાર્થીઓ સાથે મેં ઇન્ટરેક્શન કર્યું જેમની કુશળતા મને અહીં જોવા મળી હતી. ગાંધીનગરની આ આયુર્વેદ સંસ્થાને ગુજરાત સરકાર સાથે વાતચીત કરી ભારત સરકાર તરફથી આગામી સમયમાં તેમની જરૂરિયાત હોય તે પૂરી કરાશે અને પૂરતો સહયોગ અપાશે. આ ઉપરાંત તેમને કોલેજમાં વિદ્યાર્થીઓ સાથે ઇન્ટરેક્શન કર્યું હતું અને વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે, ઇકોલોજી ટેક્નોલોજીને સાથે લઈને ચાલો આગામી સમયમાં તમે અહીંથી બહાર નીકળી લોકોને સ્વસ્થ રાખો એ તમારી પહેલી જવાબદારી છે.

કેન્દ્રીય પ્રધાન સર્બાનંદ સોનવાલે ગાંધીનગર કોલવડાની આયુર્વેદ કોલેજની લીધી મુલાકાત
કેન્દ્રીય પ્રધાન સર્બાનંદ સોનવાલે ગાંધીનગર કોલવડાની આયુર્વેદ કોલેજની લીધી મુલાકાત

આ પણ વાંચો: કેન્દ્રીય પ્રધાન સર્બાનંદ સોનોવાલ ત્રણ દિવસ કચ્છની મુલાકાતે, બંદરોની સુવિધા અને વિકાસ કાર્યોનું કરશે નિરીક્ષણ

કોરોના મૃતકોનો નાનો દાખલો હશે તે પણ રાજ્ય સરકાર દ્વારા માન્ય ગણાશે

કોરોના મૃતકો માટેની સહાયતા માટેની જે જાહેરાત કરવામાં આવી રહી છે. ત્યાં લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ સવાલના જવાબમાં આરોગ્યપ્રધાન ઋષિકેષ પટેલે (Health Minister Rishikesh Patel) જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટ દ્વારા કોરોના મૃતકોને લઈને જે આદેશ કરવામાં આવે છે તેનું રાજ્ય સરકાર દ્વારા પાલન થશે. ગુજરાત સરકાર અને આરોગ્ય વિભાગે તેને લઈને પરિપત્ર કર્યો છે અને ફોર્મ પણ બહાર પાડ્યા છે. જેની પાસે કોરોના માટે સિટી સ્કેન, ક્લિનિક કે હોસ્પિટલ દ્વારા કોરોનાની સારવારને લગતી સાબિતીઓ કે નાનો દાખલો પણ હશે. તે પણ રાજ્ય સરકાર દ્વારા માન્ય ગણાશે. જેથી લોકોને મુશ્કેલીઓમાં પડવાની જરૂર નથી. કોરોનામાં જે લોકોના મૃત્યુ થયા છે અને જે લોકોના મૃતકોની નોંધણી કરવામાં આવી છે. આ ઉપરાંત તેમના પરિવારજનો એવું માની રહ્યા છે કે, તેમના સ્વજનનું અવસાન કોરોનાના કારણે થયું છે જેમના માટે સુપ્રીમ કોર્ટ જે આદેશ કરશે તેનું અમે પાલન કરીશું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.