ETV Bharat / city

Gujarat Cabinet Meeting : 2 નવી સૈનિક સ્કૂલને મંજૂરી, તહેવારો નિમિતે ફરી શરૂ થશે આ યોજના

author img

By

Published : Jun 7, 2022, 10:56 PM IST

ગાંધીનગરમાં આજે (મંગળવારે) મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજાશે. તો આ બેઠકમાં પીવાના પાણી મુદ્દે(Issue of drinking water), શાળા પ્રવેશોત્સવ સહિતના વિવિધ મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી. રાજ્ય સરકારે સરકારી શાળામાં પ્રવેશોત્સવ કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું છે, જ્યારે કેન્દ્ર સરકારે સૈનિક સ્કૂલની મંજૂરી(Central Government Approved the Sainik School) આપી હોવાની જાહેરાત પણ પ્રવક્તા પ્રધાન જીતુ વાઘાણીએ કરી હતી.

Gujarat Cabinet Meeting : 2 નવી સૈનિક સ્કૂલને મંજૂરી, તહેવારો નિમિતે ફરી શરૂ થશે આ યોજના
Gujarat Cabinet Meeting : 2 નવી સૈનિક સ્કૂલને મંજૂરી, તહેવારો નિમિતે ફરી શરૂ થશે આ યોજના

ગાંધીનગર: રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે બપોરે 2:00 કેબિનેટ બેઠક મળી હતી જેમાં આવનાર દિવસોમાં તહેવારોની સિઝન આવી રહી છે. ત્યારે તહેવારોને ધ્યાનમાં લઈને અનેક મહત્વના નિર્ણય રાજ્ય સરકાર કેબિનેટ બેઠકમાં કર્યા છે. આ ઉપરાંત આવતા અઠવાડિયાથી રાજ્યભરની શાળાઓ શરૂ થઇ રહી છે. ત્યારે રાજ્ય સરકાર 23 24 અને 25 જૂનના રોજ સરકારી શાળામાં પ્રવેશોત્સવ કાર્યક્રમનું(Government School Entrance Ceremony Program) આયોજન પણ કરવામાં આવ્યું છે, જ્યારે પાલનપુર અને મહેસાણા માં કેન્દ્ર સરકારે સૈનિક સ્કૂલની મંજૂરી(Two new soldier school approved ) આપી હોવાની જાહેરાત પણ પ્રવક્તા પ્રધાન જીતુ વાઘાણીએ કરી હતી.

આવતા અઠવાડિયાથી રાજ્યભરની શાળાઓ શરૂ થઇ રહી છે ત્યારે રાજ્ય સરકાર 23 24 અને 25 જૂનના રોજ સરકારી શાળામાં પ્રવેશોત્સવ કાર્યક્રમ નું આયોજન પણ કરવામાં આવ્યું છે

આ પણ વાંચો: Gujarat Cabinet Meeting: શાળા પ્રવેશોત્સવ, પ્રિમોન્સૂન કામગીરી સહિતના મુદ્દા પર થશે ચર્ચા

શાળા પ્રવેશોત્સવ થશે - વૈશ્વિક કોરોનાની મહામારી ના કારણે રાજ્ય સરકારે દ્વારા પ્રાથમિક શાળાઓ બંધ રાખવામાં આવી હતી. તેને કારણે પ્રવેશોત્સવ નું આયોજન પણ થઈ શક્યું ન હતું. હવે પરિસ્થિતિ કાબૂમાં છે. રાજ્ય સરકાર દ્વારા હવે 23, 24 અને 25 જૂનના રોજ રાજ્યની તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં(Government primary schools) ધોરણ એકમાં પ્રવેશ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યના તમામ કેબિનેટ કક્ષાના પ્રધાનો રાજ્યકક્ષાના પ્રધાનો રાજ્યના સચિવો IPS અધિકારીઓ અને IAS અધિકારીઓ તથા જે તે જિલ્લાના કલેકટરો દ્વારા શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ બાબતની જાહેરાત કેબિનેટ બેઠકમાં રાજ્યના પ્રવક્તા અને શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ કરી હતી ત્યારે આ કાર્યક્રમ થકી રાજ્યમાં પણ ઘટયો છે.

તહેવારોને ધ્યાનમાં લઈને શ્રવણ યોજના - આવનારા દિવસોમાં રાજ્યમાં તહેવારોની સિઝન આવી રહી છે. તહેવારો આવી રહ્યા છે. ધ્યાનમાં લઈને રાજ્ય સરકારે કેબિનેટ બેઠકમાં શ્રવણ યોજના ફરીથી શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ બાબતે રાજ્ય સરકારના પ્રવક્તા પ્રધાન જીતુ વાઘાણીએ નિવેદન આપ્યું હતું કે, જે યોજના ભૂતકાળમાં ચાલતી હતી તે ફરીથી હવે શરૂ કરવામાં આવશે આ યોજના પૈકી 60 વર્ષથી ઉપરના સિનિયર સિટીઝનોને જે તે પ્રવાસન સ્થળ અથવા તો ધાર્મિક સ્થળે જવું હશે તો ST બસના ભાડામાં(ST bus fares) 50 ટકા ભાડું આપવું પડશે અને ગ્રુપમાં પ્રવાસ કરવો પડશે કે જેને લઇને એક આખી એસટી બસ બુકિંગ કરાવવાથી 50 ટકા ભાડાંમાં સિનિયર સિટીઝનો ધાર્મિક સ્થળો અને પ્રવાસન સ્થળ પર જઈ શકશે, ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં આ યોજના પૈકી કુલ 89,891 યાત્રિકોએ લાભ લીધો છે.

અનેક જિલ્લામાં બનશે કોલેજો - રચના શિક્ષણ વિભાગ(Formation Education Department) દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. હવે ટૂંક સમયમાં જ કોલેજ પ્રવેશ પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવશે ત્યારે રાજ્યમાં લિંબાયત, વરાછા, જસદણ, બગસરા, પાલીતાણા અને સંતરામપુર ખાતે અને વિજ્ઞાન પ્રવાહની નવી કોલેજોને મંજૂરી રાજ્ય સરકાર દ્વારા હાજરી કેબિનેટ બેઠકમાં આપવામાં આવી છે. જો રાજ્ય સરકારની પોતાની માલિકીના મકાન નહીં હોય તો પણ તાત્કાલિક ધોરણે ભાડાના મકાનમાં આ કોલેજો શરૂ કરવામાં આવશે તેવી જાહેરાત પણ રાજ્યના પ્રવક્તા અને શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ કરી હતી. આ વર્ષથી જ કોલેજો શરૂ કરવામાં આવશે જેથી ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓને દૂર સુધી મુસાફરી કરવી.

સુજલામ સુફલામ યોજનામાં 95 ટકા કામ પૂરું - રાજ્યમાં ચોમાસું હવે ગણતરીના દિવસોમાં જ આવી રહ્યું છે ત્યારે રાજ્યની તળાવ નદી ઊંડી કરવા અને પાણી બચાવો અને જમીનના પાણી ઉંચા લાવવા માટે રાજ્ય સરકાર દ્વારા સુજલામ સુફલામ યોજના(Sujalam Sufalam scheme) શરૂ કરવામાં આવી છે. સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત જન ભાગીદારી થકી ચાલુ વર્ષે કુલ 18,790 હજારથી વધુ કામનું આયોજન થયું હતું. તે પૈકી અત્યાર સુધીમાં 17,880 કામો હાથ ધરી કુલ 95 ટકા કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. જ્યારે આ કામ થકી અત્યાર સુધીમાં 20.48 લાખ માનવદિન રોજગારી નિર્માણ કરાયું છે. જેમાં 10 હજારથી વધુ ચેકડેમ અને તળાવો ઉંડા કરાયા છે. 887 જેટલા નવા તળાવ તથા ચેકડેમનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત જળસંગ્રહ ૨૩ લાખ ઘનફૂટનો વધારો થશે.

આ પણ વાંચો: ફરીથી શાળાના વર્ગોમાં કલબલાટ સંભળાશે, આ વખતે કરશે સરકાર ખાસ કાર્યક્રમનું આયોજન

સિંધુ યાત્રામાં 15,000ની સહાય - રાજ્યના પ્રવક્તા પ્રધાન જીતુ વાઘાણી વધુમાં એક જાહેરાત કરી હતી કે રાજ્ય સરકારની સિંધુ દર્શન યોજના અંગે જમ્મુ-કાશ્મીર રાજ્યમાં લેહ લડાખમાં સિંધુ નદીના દર્શન માટેની સામાન્ય રીતે જૂન માસમાં યોજાતી સિંધુ દર્શન યાત્રા માટે ગુજરાતમાં વસવાટ કરનાર યાત્રિક દીઠ રૃપિયા 15 હજાર રૂપિયાની આર્થિક સહાય પણ કેબિનેટ બેઠકમાં મંજૂર કરવામાં આવી છે. આ યોજનાની શરૂઆતથી અત્યાર સુધીમાં કુલ 851 યાત્રિકોને આર્થિક સહાય પેટે કુલ 112.65 લાખ ચુકવવામાં આવ્યા છે. તેવી જ રીતે ગુજરાતમાં આવેલા યાત્રાધામોના સીનીયર સીટીઝન દર્શન કરી શકે. તે એ ગુજરાત સરકારે પણ શ્રવણ તીર્થ દર્શન યોજના અમલી મૂકી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.