ગાંધીનગરમાં સિટી બસો શરૂ થયાના 2 મહિનામાં 10,000 પેસેન્જરો ઘટ્યા

author img

By

Published : Aug 12, 2021, 5:28 PM IST

City buses of Gandhinagar
City buses of Gandhinagar ()

ગાંધીનગરની સિટી બસો (City buses) કોરોનાની બીજી લહેર બાદ 14 જૂનથી શરૂ કરવામાં આવી હતી. જેને 2 મહીના જેટલો સમયગાળો થયો છે, છતાં પણ પહેલા કરતા 10,000 પેસેન્જરો ઓછા મળી રહ્યા છે. કોરોના નહોતો ત્યારે નોર્મલ દિવસોમાં 15,000 પેસેન્જર (Passenger) સિટી બસો (City buses) ને મળતા હતા. અત્યારે 14 કલાક બસો દોડતી હોવા છતા ફક્ત 5,000 પેસેન્જર જ સિટી બસોને મળી રહ્યા છે. સિટી બસો લોકોની સવલતો માટે નુકસાની વેઠીને પણ ચલાવવામાં આવી રહી છે.

  • ગાંધીનગરની સિટી બસો નુકસાનીમાં
  • નોર્મલ દિવસોમાં 15,000 પેસેન્જર સિટી બસોને મળતા હતા તે 5,000 થયા
  • નુકસાનીમાં પણ રાત્રે 9.30 કલાક સુધી બસો દોડાવવાનો નિર્ણય
  • બીજી લહેર બાદ 14 જૂનથી બસો શરૂ કરાઇ હતી

ગાંધીનગર: શહેરમાં ચાલતી સિટી બસો (City buses) પ્રાઇવેટ એજન્સી (Agency) યોગી એજ્યુ ટ્રાન્ઝિસ્ટર એજન્સી દ્વારા ચલાવવામાં આવી રહી છે. હાલમાં 23 સિટી બસો જુદા જુદા રૂટ પાર ચલાવવામાં આવી રહી છે પરંતુ હજૂ પણ લોકોમાં કોરોનાનો એટલો જ ડર છે. જેથી પેસેન્જરો પણ ઓછા મળી રહ્યા છે. 10,000 પેસેન્જરો (Passenger) ઓછા મળવાના કારણે એજન્સીને પણ લાખો, કરોડોનું નુકસાન કોરોનામાં બસો બંધ હતી ત્યારે જ થયું હતું. અત્યારે પેસેન્જરો (Passenger) ઓછા મળતા હજૂ પણ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

ગાંધીનગરમાં સિટી બસો શરૂ થયાના 2 મહિના બાદ 10,000 પેસેન્જરો ઘટ્યા
ગાંધીનગરમાં સિટી બસો શરૂ થયાના 2 મહિના બાદ 10,000 પેસેન્જરો ઘટ્યા

આ પણ વાંચો: ડીઝલના વધતા ભાવથી STના ખર્ચમાં વધારો

સવારે 5.30 કલાકથી સાંજે 7.30 કલાક દરમિયાન ચાલતી બસો રાત્રે 9.30 કલાક સુધી ચાલશે

પેથાપુર, ચાંદખેડા, ચિલોડા, ઉનાવાસ સહિતના મનપા વિસ્તારના તમામ રૂટ પર બસો લોકોની સવલત માટે શરૂ કરવામાં આવી છે. નોકરી, ધંધા સાથે જોડાયેલા લોકોને વધુ સવલત મળી રહે તેના માટે સાંજે 7.30 કલાક સુધી ચલાવવામાં આવતી સિટી બસો (City buses) નો સમય લંબાવવામાં આવ્યો છે. એટલે કે, સિટી બસો સવારે 5.30 કલાકથી સાંજે 9.30 કલાક સુધી નક્કી કરાયેલા રૂટ પર દોડાવવામાં આવશે. જોકે સાંજ પછી ઓછા પેસેન્જર (Passenger) મળે છે છતાં બસો મોડે સુધી દોડાવવામાં આવશે. કોરોનામાં જ્યારે સિટી બસો બંધ હતી ત્યારે અંદાજિત 5 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.

આ પણ વાંચો: ગાંધીનગર ડેપોને પ્રદૂષણ ઘટાડતી 20થી વધુ BS 6 એસટી બસો મળશે

આ પહેલા કોરોનામાં ચાર જેટલા મહિના સિટી બસો બંધ રહી હતી

આ પહેલા કોરોનામાં ચાર જેટલા મહિના બસો બંધ રહેવાથી પ્રાઇવેટ એજન્સી (Agency) યોગી સિટી બસો (City buses) ને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. જોકે ધીમે ધીમે પેસેન્જરો પણ વધી રહ્યા છે. આ પહેલા 14 જૂનના રોજ સિટી બસો દોડાવવાનો નિર્ણય કરાયો હતો, ત્યારે 12 જેટલા રૂટ પર બસો દોડતી હતી જે બાદ તમામ રૂટ પર બસો દોડાવવામાં આવી રહી છે. 7 વર્ષ માટે આ બસોને કરારબદ્ધ કરી છે. જેથી સિટી બસો પ્રાઇવેટ એજન્સીના ખર્ચે ચાલે છે. જોકે કોર્પોરેશને આ માટે જગ્યા ફાળવી છે પરંતુ વાર્ષિક ભાડું પણ લેવામાં આવે છે. ખર્ચથી લઈને તમામ સંચાલન પ્રાઇવેટ એજન્સીઓ દ્વારા જ કરવામાં આવી રહ્યું છે.

બસમાં પ્રવાસીઓ બેઠા હોય કે ન બેઠા હોય સવલત માટે બસો શરૂ થઈ જાય છે: જગદીશચંદ્ર પરીખ

આ એજન્સી (Agency) સાથે જોડાયેલા ઓપરેશનલ મેનેજર જગદીશચંદ્ર પરીખે કહ્યું કે, પેસેન્જરોનો પહેલાની સરખામણીએ તબક્કાવાર વધારો થયો છે. બસ મેન્ટેનન્સ સ્ટાફનો પગાર, દિવસના સંચાલનમાંથી નીકળતો નથી પરંતુ સમય થાય ત્યારે બસમાં પ્રવાસીઓ બેઠા હોય કે ન બેઠા હોય સવલત માટે બસો શરૂ થઈ જાય છે. વિદ્યાર્થીઓના પાસની જો વાત કરવામાં આવે તો સપ્ટેમ્બર પહેલા બસના પાસ નીકળશે નહીં. કેમ કે, હજુ તમામ સ્કૂલો શરૂ થઈ નથી. તો અહીં આવેલા પેસેન્જરો (Passenger) એ જણાવ્યું હતું કે, સવારના 05:30 થી રાત્રિના 9.30 કલાક દરમિયાન બસો દોડી રહી છે. જેથી એક જગ્યાએથી બીજી જગ્યાએ જવામાં સરળતા પડી રહી છે. ખાસ કરીને વિદ્યાર્થીઓ કે જેવ સવારે ટ્યુશન જતા હોય છે તેમને વહેલી સવારમાં પણ સારી સવલત બસ દ્વારા કોરોના કાળમાં મળી રહે છે.

ગાંધીનગરમાં સિટી બસો શરૂ થયાના 2 મહિના બાદ 10,000 પેસેન્જરો ઘટ્યા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.