ETV Bharat / city

'ગુજરાત પોલીસ ટ્રેનિંગ એકેડેમી' ખાતે મૃતક પોલીસ જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી

author img

By

Published : Oct 21, 2021, 4:29 PM IST

'ગુજરાત પોલીસ ટ્રેનિંગ એકેડેમી' ખાતે મૃતક પોલીસ જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી
'ગુજરાત પોલીસ ટ્રેનિંગ એકેડેમી' ખાતે મૃતક પોલીસ જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી

ગાંધીનગર 'ગુજરાત પોલીસ ટ્રેનિંગ એકેડેમી' ખાતે પોલીસના જવાનોને શ્રદ્ધાંજલિ આપવા માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, રાજ્યકક્ષાના ગૃહપ્રધાન અને DGP સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા.

  • દેશમાં શહીદ થયેલા પોલીસ કર્મચારીઓને અપાઇ શ્રદ્ધાંજલિ
  • 563 જેટલા જવાનોને આપવામાં આવી શ્રદ્ધાંજલિ
  • કોરોના કાળમાં 149 પોલીસ જવાનોના મૃત્યુ

ગાંધીનગર : સમગ્ર દેશમાં 21 ઓક્ટોબરે અને પોલીસ દિન તરીકે મનાવવામાં આવે છે ત્યારે આજે ગુરુવારે 'ગુજરાત પોલીસ ટ્રેનિંગ એકેડેમી' ખાતે પોલીસના જવાનોને શ્રદ્ધાંજલિ આપવા માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, રાજ્યકક્ષાના ગૃહપ્રધાન હર્ષ સંઘવી અને રાજ્યના DGP આશિષ ભાટિયા સહિત પોલીસ અધિકારીઓ અને જવાનો હાજર રહ્યા હતા. મહત્વની વાત કરવામાં આવે તો આજે કુલ 563 જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

'ગુજરાત પોલીસ ટ્રેનિંગ એકેડેમી' ખાતે મૃતક પોલીસ જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી

દેશની સરહદ પર આર્મી અને અંદર પોલીસ : સીએમ ભુપેન્દ્ર પટેલ

કાર્યક્રમ દરમિયાન રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, દેશની સરહદ પર રક્ષા કરતા આર્મીના જવાનો અને દેશની અંદર પોલીસ જવાનો પોતાની ફરજ નિભાવી રહ્યા છે. કોઈપણ દુશ્મન દેશના જવાનો દેશ પર કોઇ પ્રકારનું નુકસાન ન કરે તે માટે સરહદ પર જવાનો સજ્જ છે જ્યારે દેશની અંદર કોઈપણ વ્યક્તિ અથવા તો કોઈ અસામાજિક તત્વો નુકસાન ન કરે અને દેશમાં તથા રાજ્યોમાં કાયદાની પરિસ્થિતિ જળવાઇ રહે તે માટે પોલીસની કામગીરી મહત્વની છે.

કોરોના કાળમાં 149 પોલીસ જવાનોના મૃત્યુ

રાજ્યમાં કુલ 149 જેટલા પોલીસ જવાનો અને અધિકારીઓના મૃત્યુ નિપજ્યા છે. જેમાં 121 જેટલા પોલીસ જવાનોના પરિવારજનોને રાજ્ય સરકારે જાહેર કરેલી આર્થિક સહાય ચુકવવામાં આવી જ છે ત્યોરે બાકી રહેલા જવાનોને ટેકનિકલ ખામીના કારણે સહાય ચુકવાઇ નથી જે ટૂંક સમયમાં આર્થિક સહાય ચૂકવવામાં આવશે.

ઉચ્ચ પોલીસ અધિકારીઓ રહ્યા હાજર

21 ઓક્ટોબરના પોલીસદીન તરીકે મનાવવામાં આવે છે ત્યારે આજે ગુરુવારે ગુજરાતના પોલીસ ટ્રેનિંગ એકેડેમી ખાતે આ ખાસ વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત ના DGP આશિષ ભાટિયા સહિત તમામ ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.

આ પણ વાંચો : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કોરોના વેક્સિનના 100 કરોડ ડોઝ પૂર્ણ થતા કરી ઉજવણી

આ પણ વાંચો : અભિનેતા શાહરુખ ખાન પહેલી વખત પુત્ર આર્યનને મળવા જેલ પહોંચ્યા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.