ETV Bharat / city

રાજયમાં આવશે બદલીઓનો દોર, IAS અને IPSની મોટા પાયે થઈ શકે છે બદલી

author img

By

Published : Jun 4, 2021, 9:53 PM IST

Gandhinagar News
Gandhinagar News

ગુજરાતના વહીવટી તંત્ર અને પોલીસ વિભાગમાં મોટાપાયે બદલીઓ થાય તેવી સંભાવનાઓ દેખાઇ રહી છે. રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી પડતર રહેલા બદલીના ઓર્ડર રાજ્ય સરકાર દ્વારા ટૂંક સમયમાં જાહેર કરવામાં આવે તેવી ચર્ચાઓ સચિવાલય ખાતે શરૂ થઈ છે.

  • રાજ્યમાં આવશે બદલીઓનો દોર
  • IAS અને IPS અધિકારીઓની થશે સામુહિક બદલી
  • જયંતિ રવિની બદલી થવાથી હવે નજીકના ભવિષ્યમાં આવશે બદલીઓ

ગાંધીનગર : ગુજરાતના વહીવટી તંત્ર અને પોલીસ વિભાગમાં મોટાપાયે બદલીઓ થાય તેવી સંભાવનાઓ દેખાઇ રહી છે. રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી પડતર રહેલા બદલીના ઓર્ડર રાજ્ય સરકાર દ્વારા ટૂંક સમયમાં જાહેર કરવામાં આવે તેવી ચર્ચાઓ સચિવાલય ખાતે શરૂ થઈ છે. જ્યારે મળતી માહિતી પ્રમાણે વહીવટીતંત્રમાં 70થી વધુ IAS અધિકારી અને 12થી વધુ IPS અધિકારીઓની બદલી થશે.

જયંતિ રવિની બદલી
જયંતિ રવિની બદલી

જયંતિ રવિની જગ્યા ખાલી હવે કોણ બનશે આરોગ્ય અગ્ર સચિવ

રાજ્યના આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિની તમિલનાડુના એરોવેલા ફાઉન્ડેશનમાં સેક્રેટરી તરીકે કેન્દ્ર સરકારી બદલી કરી છે, ત્યારે ગુજરાતમાં આરોગ્ય અગ્ર સચિવનું પદ ખાલી પડ્યું છે. મહત્વની વાત કરવામાં આવે તો IAS અધિકારીઓમાં જે.પી.ગુપ્તાને આરોગ્ય અગ્ર સચિવ બનાવાય તેવી સંભાવનાઓ દેખાઇ રહી છે. જ્યારે પંકજકુમારને મહેસુલમાંથી ખસેડીને નાણા વિભાગ અથવા તો હોમ ડીપાર્ટમેન્ટ આપવામાં આવે તેવી શક્યતાઓ છે. જ્યારે શહેરી અને વિકાસના અગ્ર સચિવ મુકેશ પૂરીને મહેસૂલમાં નિયુક્ત કરવામાં આવે તેવી પણ અટકળો સચિવાલયમાં ચાલી રહી છે.

આ પણ વાંચો : 7 જૂનથી તમામ સરકારી ઓફિસો 100 ટકા કેપેસિટીથી કાર્યરત થશે

IPSની થશે બદલીઓ

છેલ્લા ઘણા સમયથી IPS અધિકારીઓની બદલી પણ તૈયાર થઈ હોવાની વાત સામે આવી રહી છે. જ્યારે અનેક IPS અધિકારીઓ નિવૃત્ત થયા છે, ત્યારે તેમની ખાલી પડી રહેલી એ જગ્યા ઉપર પણ નિયુક્તિ માટેની કાર્યવાહી રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહી છે. જેથી હવે ટૂંક જ સમયમાં IPS અધિકારીની પણ બદલીઓ બહાર પડશે.

આ પણ વાંચો : મુખ્ય પ્રધાન રૂપાણીએ મ્યુનિસિપલ કમિશ્નરોને આપી સૂચનાઃ કેસ ઘટી રહ્યા છે પણ સાવધાની રાખજો

DYSP અને PIની થશે બદલીઓ

IPS અધિકારીઓની બદલી જ્યારે પૂર્ણ થઇ જશે ત્યારબાદ રાજ્યના DYSP અને પોલીસની પણ બદલીઓ મોટા પ્રમાણમાં કરવામાં આવશે. મહત્વની વાત કરવામાં આવે તો 2022માં આવી રહેલી વિધાનસભાની ચૂંટણી પહેલા આ તમામ બદલીઓ પૂર્ણ કરી દેવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.