ETV Bharat / city

જગન્નાથ મંદિરના ટ્રસ્ટીઓએ CM રૂપાણીને આમંત્રણ પાઠવ્યું, પહિંદવિધિ CMના હસ્તે થશે

author img

By

Published : Jun 22, 2020, 2:08 PM IST

આવતી કાલે રથયાત્રા છે. ત્યારે covid-19 પરિસ્થિતિને ધ્યાનમાં લઈને ગુજરાત હાઈકોર્ટ દ્વારા અમદાવાદની રથયાત્રા ઉપર રોક લગાવવામાં આવી છે. રથયાત્રા પહેલાં જે પણ ધાર્મિક વિધિ કરવાની હોય છે. તે તમામ ધાર્મિક વિધિ યથાવત રીતે થઈ રહી છે. જેમાં આજે સાંજે 7:00 વાગ્યે CM વિજય રૂપાણી આરતીમાં ભાગ લેશે.

etv bharat
etv bharat

  • પહિંદ વિધિ માટે જગન્નાથ મંદિરના ટ્રસ્ટીઓએ CM રૂપાણીને આમંત્રણ પાઠવ્યું
  • મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને જગન્નાથ મંદિરના ટ્રસ્ટી વચ્ચે બેઠક યોજાઈ

ગાંધીનગર : મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ આજે જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝા વચ્ચે બેઠક યોજાઇ હતી. જેમાં રથયાત્રા અંગેનું આયોજન તથા પહિંદવિધિ માટેનું આમંત્રણ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીને આપવામાં આવ્યું હતું. જેનો રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ આમંત્રણનો સ્વીકાર કર્યો હતો. ત્યારબાદ રથયાત્રાના એક દિવસ પહેલા 7:00 જે આરતી થાય છે. તે આરતીમાં પણ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી હાજર રહેશે.

જગન્નાથ મંદિરના ટ્રસ્ટીઓએ CM રૂપાણીને આમંત્રણ પાઠવ્યું

મુખ્યપ્રધાન વિજય રૂપાણીને આજે જગન્નાથ મંદિરના ટ્રસ્ટીઓ મહેન્દ્રભાઇ ઝાના નેતૃત્વમાં ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપ સિંહ જાડેજાની ઉપસ્થિતિમાં મળ્યા હતા. પ્રવર્તમાન સંજોગોમાં રથયાત્રા અંગેના આયોજનની વિગતો આપી હતી.અમદાવાદની રથયાત્રામાં મુખ્યપ્રધાન પ્રતિવર્ષની રથયાત્રાની પરંપરા મુજબ આવતીકાલે અષાઢીબીજે આ રથયાત્રાના અવસરે સવારે ૭ કલાકે જગન્નાથ મંદિરે પહોચશે અને પહિંદવિધિ કરીને ભગવાનના રથની સોનાની સાવરણીથી સેવા સફાઇમાં સહભાગી થશે.

ઉલ્લેખનીય છે કે, ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રા અમદાવાદની નગરચર્યાએ નીકળતા હોય છે, પરંતુ આ વર્ષે કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને હાઈકોર્ટના નિર્ણય પ્રમાણે રથયાત્રા નીકળશે નહીં, પરંતુ મંદિરના જણાવ્યા પ્રમાણે રથયાત્રા મંદિરના પ્રાંગણમાં જ કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.