ETV Bharat / city

રાજ્યમાં 31ડિસેમ્બરની ઉજવણી નહીં થાય, ઉજવણી સ્પોટ પર પોલીસની બાઝ નજર

author img

By

Published : Dec 14, 2020, 4:27 PM IST

Updated : Dec 14, 2020, 4:38 PM IST

રાજ્યમાં નવા વર્ષની ઉજવણી દરવર્ષે ખાસ હર્ષો ઉલ્લાસ સાથે કરવામાં આવે છે, ત્યારે આ વર્ષે કોવિડ-19ના લીધે રાજ્યમાં 31 ડિસેમ્બરની ઉજવણી પર સરકાર રોક લગાવશે. સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે આ વર્ષે રાજ્યમાં 31 ડિસેમ્બરની ઉજવણી કરવામાં આવશે નહીં.

રાજયમાં 31ડિસેમ્બરની ઉજવણી નહીં થાય, ઉજવણી સ્પોટ પર પોલીસની બાઝ નજર
રાજયમાં 31ડિસેમ્બરની ઉજવણી નહીં થાય, ઉજવણી સ્પોટ પર પોલીસની બાઝ નજર

  • રાજ્યમાં 31 ડિસેમ્બરની ઉજવણી નહીં થઈ શકે
  • અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરામાં 31 ડિસેમ્બર સુધી કરફ્યૂ લાગુ થઈ શકે છે
  • ઉજવણીના સ્પોટ પર પોલીસની રહેશે બાઝ નજર
  • અન્ય જિલ્લામાં ઉજવણીના સ્પોટ પર પોલીસનો બંદોબસ્ત મૂકાશે

ગાંધીનગર: રાજ્યમાં નવા વર્ષની ઉજવણી દરવર્ષે ખાસ હર્ષો ઉલ્લાસ સાથે કરવામાં આવે છે, ત્યારે આ વર્ષે કોવિડ-19ના લીધે રાજ્યમાં 31 ડિસેમ્બરની ઉજવણી પર સરકાર રોક લગાવશે. સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે આ વર્ષે રાજ્યમાં 31 ડિસેમ્બરની ઉજવણી કરવામાં આવશે નહીં. આ સાથે જ દરવર્ષે જે જગ્યાએ ઊજવણી કરવામાં આવે છે, તેવા સ્પોટ પોલીસ દ્વારા બંધ કરવામાં આવશે.

પોલીસની રહેશે મહત્વની જવાબદારી

સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગૃહ વિભાગે તમામ પોલીસ અધિકારીઓને 31 ડિસેમ્બરની ઉજવણી માટેની આયોજન કઈ રીતનું છે, તે બાબતે વિગતો મંગાવી છે. આ સાથે જ તમામ જિલ્લાઓમાં કઈ કઈ જગ્યાએ ઉજવણી કરવામાં આવે છે તેની પણ યાદી બનાવવાની સૂચના આપવામાં આવી છે. આ તમામ સ્થળોએ પોલીસ દ્વારા કોર્ડન કરવામાં આવશે અને કોઈને પણ ત્યાં ઊજવણી માટે પરવાનગી આપવામાં આવશે નહીં.

અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં 31 ડિસેમ્બરની ઉજવણી નહીં થાય

ઉલ્લેખનીય છે કે, અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા જેવા મોટા શહેરોમાં વર્તમાન સમયમાં કરફ્યૂ લાગૂ કરવામાં આવ્યું છે. રાત્રીના 9 કલાકથી આ 4 શહેરમાં કરફયૂ મૂકી દેવામાં આવે છે, જે સવારે 6:00 કલાક સુધી લાગૂ રહે છે, ત્યારે અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરામાં 31 ડિસેમ્બરની ઉજવણી નહીં થઈ શકે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદ પોલીસ કમિશ્નરે પણ અમદાવાદમાં ઉજવણી નહીં કરવાની જાહેરાત કરી છે, ત્યારે ટૂંક જ સમયમાં રાજકોટ, સુરત અને વડોદરા પોલીસ દ્વારા પણ 31 ડિસેમ્બરની જાહેરાત કરવામાં આવશે.

કોવિડ 19ના સંક્રમણને લીધે લેવાયો નિર્ણય

રાજ્યમાં દિવાળીના તહેવારો બાદ કોરોના સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું હતું, ત્યારે હવે ગત કેટલાય દિવસથી કોરોના પોઝિટિવ કંટ્રોલમાં હોય તેવું દેખાઈ રહ્યું છે, પરંતુ આ સંક્રમણ ફરીથી 31 ડિસેમ્બરની ઉજવણી પાર્ટીમાં વકરે નહીં તેને ધ્યાનમાં લઇને રાજ્ય સરકારે રાજ્યમાં 31 ડિસેમ્બરની ઉજવણી નહીં કરવા દેવાનો નિર્ણય કર્યો છે.

પોલીસની ભૂમિકા મહત્વની સાબિત થશે

ઉલ્લેખનીય છે કે, અત્યારે કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે, નવા વર્ષની ઉજવણીને લઈને લોકોમાં ભારે હર્ષોલ્લાસ હોય છે, પરંતુ કોરોનાના કારણે 31 ડિસેમ્બરની ઉજવણી થશે નહીં. જેમાં ગુજરાત પોલીસની ભૂમિકા મહત્વની સાબિત થશે. 31 ડિસેમ્બરની ઉજવણીમાં પોલીસ ખાનગી ડ્રેસમાં પોતાની ફરજ બજાવશે અને કરફ્યૂ તોડનારા વિરુદ્ધ તથા 31 ડિસેમ્બરની ઉજવણી કરનારા વિરુદ્ધ પણ કાયદેસરના પગલા લેવામાં આવશે.

2020ના અંતિમ દિવસ સુધી કરફ્યૂ ??

રાજય મોટા શહેરો જેવા કે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ રાત્રી કરફ્યૂ અમલી છે, જ્યારે 31 ડિસેમ્બરના પણ હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા આ 4 શહેરોમાં અચોક્કસ મુદ્દતનું કરફ્યૂ લાદ્યું છે. આમ 31 ડિસેમ્બરની ઉજવણી 4 મોટા શહેરોમાં ન થાય તેને ધ્યાનમાં લઇને 31 ડિસેમ્બર સુધી રાત્રી કરફ્યૂ રહેવાની પણ શક્યતાઓ સેવાઇ રહી છે. જેના જોતા લાગી રહ્યું છે કે, વર્ષ 2020ના અંતિમ દિવસ સુધી રાજ્યના મોટા શહેરમાં કરફ્યૂ યથાવત રહેશે.

Last Updated : Dec 14, 2020, 4:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.