ETV Bharat / city

રાજ્યમાં છેલ્લાં 3 વર્ષના સરેરાશ વાવેતર વિસ્તારની સામે 99.51 ટકા વાવેતર થયું

author img

By

Published : Sep 1, 2020, 8:23 PM IST

સાયક્લોનિક સિસ્ટમ સક્રિય ન હોવાથી હવે ગુજરાતમાં વરસાદ ઓછો થવાની પુરી શકયતા છે, સાથે સાથે રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદનું જોર ઘટશે તેવી શક્યતા પણ હવામાન વિભાગે દર્શાવી છે.

રાજ્યમાં છેલ્લાં 3 વર્ષના સરેરાશ વાવેતર વિસ્તારની સામે 99.51 ટકા વાવેતર થયું
રાજ્યમાં છેલ્લાં 3 વર્ષના સરેરાશ વાવેતર વિસ્તારની સામે 99.51 ટકા વાવેતર થયું

ગાંધીનગરઃ વેધર વોચ ગ્રુપ વેબીનાર બાદ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે મીડિયાને વિગતો આપતાં રાહત કમિશનર હર્ષદ પટેલે જણાવ્યું કે, આજે સવારે 6થી બપોરના 4 સુધી 17 તાલુકાઓમાં 1 મીમીથી લઇ 31 મીમી સુધી વરસાદ નોધાયો છે. જેમાં બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં સૌથી વધુ 31 મીમી વરસાદ વરસ્યો છે. રાજયમાં અત્યાર સુધી આજ સુધી અંતિત 1004.76 મીમી વરસાદ પડ્યો છે. જે પાછલાં ત્રીસ વર્ષની રાજયની એવરેજ 831 મીમીની સરખામણીએ 120.91 ટકા છે.

રાજ્યમાં છેલ્લાં 3 વર્ષના સરેરાશ વાવેતર વિસ્તારની સામે 99.51 ટકા વાવેતર થયું
રાજ્યમાં છેલ્લાં 3 વર્ષના સરેરાશ વાવેતર વિસ્તારની સામે 99.51 ટકા વાવેતર થયું
IMDના અધિકારી દ્વારા આ બેઠકમાં જણાવાયું છે કે, હાલમાં કોઇ નોંધનીય સાયક્લોનિક સિસ્ટમ સક્રિય ન હોઇ ગુજરાતમાં વરસાદ ઓછો થવાની પુરેપુરી શકયતા છે. આગામી 4 સપ્ટેમ્બરના રોજ સાયકલોનિક સરકયુલેશન સેન્ટ્રલ રાજસ્થાન તરફ હોવાના કારણે ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં સામાન્ય વરસાદ થઇ શકે છે. તે સિવાય ગુજરાતના અન્ય સ્થળોએ આગામી દિવસોમાં વરસાદ થવાની શકયતા નહિવત છે.
રાજ્યમાં છેલ્લાં 3 વર્ષના સરેરાશ વાવેતર વિસ્તારની સામે 99.51 ટકા વાવેતર થયું
રાજ્યમાં છેલ્લાં 3 વર્ષના સરેરાશ વાવેતર વિસ્તારની સામે 99.51 ટકા વાવેતર થયું
બેઠકમાં કૃષિવિભાગ દ્વારા જણાવાયું હતું કે, રાજ્યમાં ચાલુ વર્ષે 31 ઓગસ્ટ સુધીમાં અંદાજીત 84.48 લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર થયું છે. જે ગત વર્ષે સમાન સમયગાળા દરમિયાન 82.80 લાખ હેક્ટર વાવેતર થયુ હતું. આ વર્ષે છેલ્લાં ત્રણ વર્ષની સરેરાશ વાવેતર વિસ્તારની સામે 99.51 ટકા વાવેતર થયું છે. વરસાદને કારણે રાજયનાં 15 જેટલા જિલ્લાઓમાં પાક નુકશાની અંગેના સર્વેની કામગીરી ચાલી રહી છે.
રાજ્યમાં છેલ્લાં 3 વર્ષના સરેરાશ વાવેતર વિસ્તારની સામે 99.51 ટકા વાવેતર થયું
ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર જળાશયમાં 271608 એમ.સી.એફ.ટી પાણીનો સંગ્રહ થયો છે. જે કુલ સંગ્રહ શકિતના 81.30 ટકા છે. આજ રોજ સરદાર સરોવર ડેમમાં 1126624 કયુસેક પાણીની જાવક છે. મઘ્યપ્રદેશના ઇન્દિરાસાગર ડેમમાંથી છોડવામાં આવતુ પાણી ઘટવાની શકયતા હોઇ નર્મદાની સપાટીમાં ૫ણ ઘટાડો થવાની શકયતા છે. રાજયનાં 205 જળાશયોમાં કુલ જળસંગ્રહ 82.16 ટકા છે. હાલ રાજ્યમાં હાઇ એલર્ટ ઉ૫ર કુલ 156 જળાશય, એલર્ટ ઉ૫ર કુલ 11 જળાશય તેમજ વોર્નીગ ઉ૫ર કુલ 11 જળાશય છે. વરસાદને કારણે રાજ્યનાં કુલ 271 રસ્તાઓ અસરગ્રસ્ત થતા તે રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. જેમાં પંચાયત હસ્તકનાં 223, સ્ટેટ હાઇવેનાં 22, નેશનલ હાઇવેનો એક અને અન્ય 25 રસ્તાઓનો સમાવેશ થાય છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.