ETV Bharat / city

કચ્છ ભૂકંપમાં મળેલા મકાન-આવાસમાં વસવાટ કરતાં પરિવારો માટે સરકારનો મહત્વનો નિર્ણય

author img

By

Published : May 5, 2022, 1:30 PM IST

કચ્છ ભૂકંપમાં મળેલા મકાન-આવાસમાં વસવાટ કરતાં પરિવારો માટે સરકારનો મહત્વનો નિર્ણય
કચ્છ ભૂકંપમાં મળેલા મકાન-આવાસમાં વસવાટ કરતાં પરિવારો માટે સરકારનો મહત્વનો નિર્ણય

કચ્છમાં 2001માં આવેલા ભૂકંપને લઈને રાજ્ય સરકારનો (State Government Decision Earthquake in Kutch) મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે ભૂકંપ બાદ પુનર્વસન અન્વયે નિર્માણ પામેલા આવાસોમાં વસવાટ (Housing Constructed Under Rehabilitation in Kutch) કરતા પરિવારોને મકાન માલિકી હક-સનદ આપવાનો મહત્વનો નિર્ણય કર્યો છે.

ગાંધીનગર : વર્ષ 2001માં આવેલા ભયાનકમાં કચ્છ (2001 Earthquake in Kutch) જિલ્લો પડી ભાંગ્યો હતો. ત્યારે રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે તમામ અધિકારીઓને તે સમયે કચ્છમાં આવીને કચ્છને ફરીથી ઉભુ કરવાની યોજના તૈયાર કરવામાં આવી હતી. આજે 22 વર્ષ બાદ રાજ્યની ભુપેન્દ્ર પટેલની સરકારે કચ્છ જિલ્લામાં ભૂકંપ પછીના પુનર્વસન અન્વયે નિર્માણ પામેલા આવાસોમાં વસવાટ કરતા પરિવારોને મકાન માલિકી હક-સનદ (House Ownership Charter in Kutch) આપવાનો મહત્વનો નિર્ણય કર્યો છે.

કચ્છ ભૂકંપમાં મળેલા મકાન-આવાસમાં વસવાટ કરતાં પરિવારો માટે સરકારનો મહત્વનો નિર્ણય

ભૂકંપ પછી પુનર્વસન યોજના - મહેસુલ અને આપત્તિ વ્યવસ્થાપન પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ આ નિર્ણયની જાણકારી આપતા કહ્યું કે, કચ્છમાં 2001માં આવેલા ભયાવહ ભૂકંપ પછી પુનર્વસન માટે સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા તત્કાલીન સમય સંજોગોને આધીન રહીને અલગ-અલગ સ્થળોએ મકાન-આવાસ (Decision to Take House Awas in Kutch) બનાવવાની કામગીરી યુદ્ધના ધોરણે ઉપાડવામાં આવી હતી. કચ્છ જિલ્લામાં મોટા પ્રમાણમાં ગામો ભૂકંપ અસરગ્રસ્ત થયેલા અને વિશાળ સંખ્યામાં આવાસોની જરૂરિયાત ઊભી થતાં ખૂબ મોટાપાયે આવા આવાસો નિર્માણની કામગીરી હાથ ધરવામાં આવેલી હતી. આવા ઘણા બધા ગામોમાં વસવાટ કરી રહેલા અસરગ્રસ્તો પાસે મકાનનો કબજો છે, પરંતુ તે અંગેની નોંધ થયેલી નથી.

આ પણ વાંચો : Super Speciality Hospital Kutch: 200 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલી કચ્છની પ્રથમ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનું PM મોદીના હસ્તે વર્ચ્યુલી લોકાર્પણ

મુખ્યપ્રધાન સમક્ષ કરી હતી રજુઆત - મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સમક્ષ આ અંગેની રજૂઆતો આવતાં તેમણે માનવીય અભિગમ દર્શાવી આવા મકાન ધારકોને માલિકી હક-સનદ આપવાનો નિર્ણય કર્યો છે. ભૂકંપ બાદ બચી ગયેલા નિરાધાર લોકો, પરિવારોને તાત્કાલિક આવાસ-છત (State Government Decision Earthquake in Kutch) આપવા સ્વૈચ્છિક સંસ્થાઓએ જ્યાં મકાનો બનાવેલા છે તે જગ્યાને ગામતળ નીમ કરવાનો અભિગમ પણ મહેસૂલ વિભાગે અપનાવ્યો છે. માત્ર કચ્છ જિલ્લામાં ભૂકંપ પુનર્વસન અન્વયે સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા નિર્માણ કરાયેલા મકાનોને જ એ નિર્ણય લાગુ પડશે.

આ પણ વાંચો : GPS antenna for Earthquake: કચ્છમાં ભૂકંપના આંચકા અંગે GPS એન્ટેના આપશે માહિતી, જુઓ કઈ રીતે

મહેસુલી નિયમના લાભ મળશે - રાજ્ય સરકારના આ લોકહિત નિર્ણયને પરિણામે કચ્છમાં ભૂકંપ પુનર્વસન માટે આવાસ-મકાન મેળવેલા અનેક પરિવારોની લાંબાગાળાની પડતર સમસ્યા નિવારણ થયું છે. આવા પરિવારો-લોકોને પોતિકા મકાન-સનદનો લાભ મળવા સાથે સ્વૈચ્છિક સંસ્થાઓએ બનાવેલા મકાન-આવાસના ગામોના ગામતળ (Housing Constructed Under Rehabilitation in Kutch) નીમ થવાથી મહેસુલી નિયમો અનુસારના લાભો પણ હવે તેમને મળતા થશે એમ મહેસૂલપ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું.

શુ કહ્યું વિધાનસભા અધ્યક્ષે - વિધાનસભાના અધ્યક્ષ નીમાબેન આચાર્યએ સરકારના નિર્ણય પર જણાવ્યું હતું કે, વર્ષ 2001માં કચ્છમાં આવેલા ભયાવહ ભૂકંપ પછી પુનર્વસન માટે સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા તત્કાલીન સમય સંજોગોને આધીન રહીને અલગ-અલગ સ્થળોએ મકાન-આવાસ બનાવવાની કામગીરી યુદ્ધના ધોરણે ઉપાડવામાં આવી હતી. આવા ઘણા ગામોમાં વસવાટ કરી રહેલા અસરગ્રસ્તો પાસે મકાનનો કબજો છે, પરંતુ તે અંગેની નોંધ થયેલી નથી. જે વિષયની રજૂઆતો પ્રાપ્ત થતાં મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે દ્વારા આવા મકાન ધારકોને માલિકી હક-સનદ આપવાના લેવામાં આવેલા નિર્ણયને આવકારી રાજ્યના મહેસુલપ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી અને રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરું છું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.