ETV Bharat / city

સરકારે પાક નુકસાનીના સર્વેનો આદેશ આપ્યો, 15 દિવસમાં સર્વે પૂર્ણ કરાશે

author img

By

Published : Sep 2, 2020, 4:32 PM IST

રાજ્યમાં ચાલુ વરસાદની સિઝનમાં ભારે વરસાદ પડ્યો છે. અત્યાર સુધીમાં કુલ 125 ટકાથી વધુ વરસાદ પડ્યો હોવાને કારણે ઉભા પાકને નુકસાન થયું છે. ત્યારે આજે બુધવારે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં વરસાદ અને અતિવૃષ્ટિને કારણે ખેડૂતોને થયેલા નુકસાન પર સર્વે કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સર્વે આવનારા 15 દિવસમાં પૂર્ણ કરવામાં આવશે.

સરકારે પાક નુકશાનીના સર્વેનો આદેશ આપ્યો, 15 દિવસમાં સર્વે પૂર્ણ કરાશે
સરકારે પાક નુકશાનીના સર્વેનો આદેશ આપ્યો, 15 દિવસમાં સર્વે પૂર્ણ કરાશે

ગાંધીનગર : પાક સર્વે બાબતે રાજ્યના કૃષિપ્રધાન આર.સી.ફળદુએ કેબિનેટ બેઠક બાદ પત્રકાર પરિષદને સંબોધતાં જણાવ્યું હતું કે, રાજ્યમાં સતત પડી રહેલા વરસાદના કારણે અનેક વિસ્તારોમાં ખેડૂતોના ઊભા પાકને નુકસાન થયું છે. જ્યારે અનેક વિસ્તારોમાં સતત અને અવિરત વરસાદ પડવાથી ખેતરોમાં પાણી પણ ભરાઇ ગયાં છે. ત્યારે આવી પરિસ્થિતિમાં ખેડૂતોને પણ ઉભા પાકોને નુકસાન થયું છે.

સરકારે પાક નુકશાનીના સર્વેનો આદેશ આપ્યો, 15 દિવસમાં સર્વે પૂર્ણ કરાશે
સરકારે પાક નુકશાનીના સર્વેનો આદેશ આપ્યો, 15 દિવસમાં સર્વે પૂર્ણ કરાશે

આજની બેઠકમાં રાજ્યના ખેડૂતોને થયેલા નુકસાન બાબતની ચર્ચાઓ કરવામાં આવી હતી. જેમાં રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ખેડૂતોને થયેલા નુકસાનનો સર્વે કરવાની મહેસૂલ વિભાગ અને કૃષિ વિભાગને સૂચના આપવામાં આવી છે. આવનારા પંદર દિવસની અંદર આ સર્વે પૂર્ણ કરવામાં આવશે અને સર્વે બાદ જે અહેવાલ રાજ્ય સરકારને સુપરત કરશે તેને ધ્યાનમાં લઇને રાજ્ય સરકાર એસડીઆરએફના ધારાધોરણ પ્રમાણે ખેડૂતોને આર્થિક મદદ કરશે.

ઉલ્લેખનીય છે કે, આજની બેઠકમાં રાજ્ય સરકારે ખેડૂતોને થયેલા નુકસાન અંગેના સર્વે કરવાની સૂચના આપવામાં આવી છે ત્યારે અગાઉ પણ ભારે વરસાદના કારણે ખેડૂતોને નુકસાન થવાની રજૂઆત રાજ્યના સંસદસભ્યો અને ધારાસભ્યોને પણ સરકાર સમક્ષ કરી હોવાનું પણ નિવેદન રાજ્યના કૃષિ પ્રધાન આર. સી. ફળદુએ આપ્યું છે.

સરકારે પાક નુકશાનીના સર્વેનો આદેશ આપ્યો, 15 દિવસમાં સર્વે પૂર્ણ કરાશે
રાજ્ય સરકારની સૂચના પ્રમાણે 15 દિવસની અંદર રાજ્યમાં ભારે વરસાદથી થયેલા ખેડૂતોને નુકસાન અંગેનો સર્વે કૃષિવિભાગ અને મહેસૂલવિભાગે મેળવવાનો રહેશે અને પંદર દિવસ સર્વે કર્યા બાદ અહેવાલ રાજ્ય સરકારને આપવાનો રહેશે. અહેવાલ સુપ્રત થયાં બાદ રાજ્ય સરકાર એસડીઆરએફના ધારાધોરણ પ્રમાણે ખેડૂતોને ટૂંકાગાળામાં નુકશાનીની આર્થિક સહાય ચૂકવશે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.