ETV Bharat / city

આત્મનિર્ભર ગુજરાત યોજના 21 મેના રોજ શરૂ થશે, 550 કરોડના ધિરાણનો ટાર્ગેટ

author img

By

Published : May 15, 2020, 4:44 PM IST

રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આત્મનિર્ભર ગુજરાત યોજનાની જાહેરાત કરી છે જેમાં 10 લાખથી વધુ લોકોને લાભ મળશે. જે સ્કીમ 21 મે ગુરુવારના રોજ શરૂ થશે અને 31 ઓગસ્ટ સુધી અમલી રહેશે.

લનલસ
લસનસલ

ગાંધીનગર : ગુજરાતમાં લોકડાઉનના કારણે અનેક વેપારી રોજગારી અને ધંધો પડી ભાંગ્યો છે ત્યારે ગુજરાતના નાના વેપારીઓ રોજગારી અને ધંધાની ફરીથી પગભર કરવા માટે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આત્મનિર્ભર ગુજરાત યોજનાની જાહેરાત કરી છે જેમાં 10 લાખથી વધુ લોકોને લાભ મળશે. જે સ્કીમ 21 મે ગુરુવારના રોજ શરૂ થશે અને 31 ઓગસ્ટ સુધી અમલી રહેશે.

રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અંગત સચિવ અશ્વિની કુમારે જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આત્મનિર્ભર ગુજરાતની જાહેરાત કરી હતી તે 21 મે ગુરૂવારના રોજ શરૂઆત થશે અને 9 હજારથી વધુ કોર્પોરેટીવ, સહકારી બેન્કમાં ફોર્મ મળવાના શરૂ થશે અને ફોર્મ ભરીને અમુક પ્રક્રિયાઓ કર્યા બાદ અરજદારને 1 લાખ સુધીની મર્યાદાની લોન આપવામાં આવશે.

આ સ્કીમ 31 ઓગસ્ટ સુધી રાજ્યમાં અમલી કરવામાં આવશે. રાજ્ય દ્વારા અગાઉ કો-ઓપરેટિવ બેન્ક સહકારી સંસ્થા સાથે બેઠક કરીને 2 ટકા વ્યાજ લોન ધારક ભરી અને બાકી 6 ટકાનું વ્યાજ રાજ્ય સરકાર ત્રણ વર્ષ સુધી ભરશે.

ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારના નિર્ણયથી 10 લાખથી વધુ નાના વેપારીઓને ફાયદો થશે ,ત્યારે રાજ્ય સરકારના આત્મ નિર્ભર યોઈના થકી કુલ 550 કરોડનું ધિરાણ કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.