ETV Bharat / city

કેન્દ્રીય રાજયકક્ષાના પ્રધાન મીનાક્ષી લેખીએ જ્ઞાનવાપી મસ્જિદ વિશે શું કહ્યું ?

author img

By

Published : May 18, 2022, 10:00 PM IST

કેન્દ્રીય રાજયકક્ષાના પ્રધાન મીનાક્ષી લેખીએ જ્ઞાનવાપી મસ્જિદ વિશે શું કહ્યું ?
કેન્દ્રીય રાજયકક્ષાના પ્રધાન મીનાક્ષી લેખીએ જ્ઞાનવાપી મસ્જિદ વિશે શું કહ્યું ?

કેન્દ્રીય પ્રધાન મિનાક્ષી લેખી (Meenakashi Lekhi) ગાંધીનગરમાં યોજાયેલી વડનગર ઇન્ટરનેશનલ કોન્ફરન્સ (Vadnagar International Conference) માં ભાગ લેવા માટે પહોંચ્યા હતા. ગાંધીનગરમાંથી તેમણે ઉત્તર પ્રદેશની જ્ઞાનવાપી મસ્જિદ અંગે પોતાનો મત વ્યક્ત કર્યો હતો. આ સાથે તેમણે એ પણ સ્પષ્ટતા કરી છે કે, ઇતિહાસ સાથે છેડછાડ થઈ છે.

ગાંધીનગર: ગુજરાત રાજ્યના પાટનગર ગાંધીનગરમાં આજે વડનગર ઇન્ટરનેશનલ કોન્ફરન્સ(Vadnagar International Conference) નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કેન્દ્રીય રાજ્ય કક્ષાના પ્રધાન મીનાક્ષી લેખી (Meenakashi Lekhi) પણ હાજર હતા. આ દરમિયાન કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મીનાક્ષી લેખી પત્રકારો સાથેની વાતચીતમાં જ્ઞાનવાપી (Gyanvapi Controversy in UP) બાબતે ટીપ્પણી કરી હતી.

કેન્દ્રીય રાજયકક્ષાના પ્રધાન મીનાક્ષી લેખીએ જ્ઞાનવાપી મસ્જિદ વિશે શું કહ્યું ?

આ પણ વાંચો: એવી શું શિવલિંગ અંગે ટિપ્પણી કરી હતી જેના કારણે દાનિશ કુરેશીની થઈ ધરપકડ ?

1992માં આ કામ બંધ થયું: ગાંધીનગરમાં યોજાયેલી ઈન્ટરનેશનલ કોન્ફરન્સમાંથી તેમણે જણાવ્યું હતું કે આરકોલોજીકલ સર્વેને બંધ કરવામાં આવ્યો હતો. જ્યારે હું પોતે પણ દિલ્હીથી છું અને હું જાણું છું કે દિલ્હીના જે સંસ્થાપક છે આનંદપાલ છે, જ્યારે 1992માં આ કામ બંધ કરવામાં આવ્યું હતું જેથી ઇતિહાસ સાથે ચેડા થયા છે. ઇતિહાસ સાથે છેડછાડ થઈ છે. જ્યારે જ્ઞાનવાપી મંદિર હોય કે મસ્જિદ હોય (controversy of the Gyanvapi)તેના ઇતિહાસ ક્યાં છે.

આ પણ વાંચો: flood in Assam: આસામમાં પૂરથી ચાર લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે

ઇતિહાસના પાના ફેરવીને જોવો: તે ઇતિહાસના પન્નાઓને ફેરવીને જોવું પડશે. લોકોને ખબર પડવી જોઈએ. જ્યારે આ બાબતે કોઈપણ પ્રકારના પડદા ઉપર ભાષણ કે ટીપ્પણી કરવી નહીં કારણ કે આ મામલો કોર્ટ-કચેરીમાં સુનાવણી હેઠળ છે અને કોર્ટ કચેરીનો જે નિર્ણય આવશે તે અંતિમ નિર્ણય ગણવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.