ETV Bharat / city

ગુજરાતમાં કોરોના સારવાર માટે ખાનગી હોસ્પિટલોમાં ઉઘાડી લૂંટઃ કોંગ્રેસ

author img

By

Published : May 23, 2020, 8:36 PM IST

કોરોનાની સારવારના બે ગણાથી વધારે ભાવો મામલે કોંગ્રેસ સમિતિના મહામંત્રી નિશીત વ્યાસે સરકાર પર પ્રહાર કર્યાં હતાં. ગુજરાતમાં સરકાર ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓ પાસે ૧૦,૦૦૦ રૂપિયા વસૂલે છે તેની સામે મહારાષ્ટ્ર સરકાર માત્ર ૪,૦૦૦ રૂપિયાની ફી છે. આઈસોલેશન અને આઈ.સી.યુ. અને વેન્ટિલેશનનો ચાર્જ ખાનગી હોસ્પિટલોમાં રૂ.૧૯,૦૦૦ છે તેની સામે મહારાષ્ટ્રમાં માત્ર ૭,૫૦૦ રૂપિયા છે. આઈ.સી.સી.યુ. ગુજરાતમાં ખાનગી હોસ્પીટલો ૨૩,૦૦૦ રૂપિયા વસૂલે છે જયારે મહારાષ્ટ્રમાં માત્ર ૯,૦૦૦ રૂપિયાની ફી છે.

ગુજરાતમાં કોરોના સારવાર માટે ખાનગી હોસ્પિટલોમાં ઉઘાડી લૂંટઃ કોંગ્રેસ
ગુજરાતમાં કોરોના સારવાર માટે ખાનગી હોસ્પિટલોમાં ઉઘાડી લૂંટઃ કોંગ્રેસ

ગાંધીનગરઃ રાજ્યના મુખ્યપ્રધાન અને આરોગ્ય વિભાગનો હવાલો સંભાળતાં નાયબ મુખ્યપ્રધાનને આગ્રહભરી વિનંતી કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી નિશીત વ્યાસે કહ્યું કે કોરોનામાં લોકોની તકલીફ છે તેનું ઉદાહરણ આપતા વડોદરાની ટ્રાયોકલર હોસ્પિટલનો ગોધરાના નિવૃત્ત કર્મચારીએ સંપર્ક સાંધેલ ત્યારે હોસ્પિટલમાંથી જવાબ મળેલ કે દર્દીને લઈ આવો અમે દાખલ કરશુ. બપોરે દર્દી હોસ્પિટલ પહોચ્યું ત્યારે દર્દીનું ઓકસિઝન લેવલ ૭૦ હતું ત્યારે હોસ્પિટલ તંત્રએ તેમને પૂછયું કે તમે પેમેન્ટ કેવી રીતે કરશો ત્યારે દર્દીએ સરકારી કાર્ડ હોવાનું જણાવતાં તેમનાથી સરકાર દ્વારા પેમેન્ટ મળવાનું કહેતાં દર્દી સાંજના ૭ વાગ્યા સુધી હોસ્પિટલમાં દાખલ કરવામાં ન આવ્યાં અને મુશ્કેલીનો સામનો દર્દીને કરવો પડયો હોવાની વાત કરી છે. જ્યારે તપાસ કરતાં જાણવા મળ્યું કે સરકાર દ્વારા એક-એક વર્ષ સુધી પેમેન્ટ મળતું નથી અને અનેક વખત કવેરીઓ કાઢીને પરત કરવામાં આવે છે એટલે અમે આવા દર્દીને દાખલ કરતાં નથી. ગુજરાત સરકારની છાપ ગુજરાતના વેપારીઓમાં આવી ખરાબ થાય તે યોગ્ય નથી ત્યારે વિજય રૂપાણીએ આ બાબતે ખુલાસો કરીને આવી હોસ્પિટલો સામે તાત્કાલિક પગલાં ભરવા તેવી માગ કરી હતી.

ગુજરાતમાં કોરોના સારવાર માટે ખાનગી હોસ્પિટલોમાં ઉઘાડી લૂંટઃ કોંગ્રેસ
સરકારની માસ્કના ભાવમાં નફાખોરી અંગેની નીતિનો પર્દાફાશ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી નિશીત વ્યાસે મીડિયા સમક્ષ જણાવ્યું કે રૂ.૪૯.૬૧ના N-95 માસ્ક રૂ. ૬૫માં વેચવામાં આવે છે. ભાજપના પ્રવકત્તાની ટ્વીટ મુજબ તેના પર ૧૮% જીએસટી હોવાનો દાવો કરે અને તેમાં તપાસ કરતા ખબર પડી કે આમાં તો માત્ર ૫% જીએસટી છે. ત્યારબાદ આવી ટ્વીટ ડીલીટ કરે ત્યારે અગાઉ કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીએ પણ કહ્યું હતું કે આવી આવશ્યક વસ્તુઓ પરથી જીએસટી નાબુદ કરવી જોઈએ. અબજો રૂપિયા પીએમ કેર્સમાં આવી ગયા છે ત્યારે માસ્ક જેવામાં નફાનો ધંધો ન કરવો જોઈએ તેમજ સૌથી પહેલાં મેડીકલ સાધનો પર જીએસટી લેવાનું બંધ કરીને માફી આપવી જોઈએ. ગુજરાત મેડીકલ સર્વીસ કોર્પોરેશન લીમીટેડે નક્કી કરેલા ભાવોમાં કયાંય ઉલ્લેખ નથી કે જીએસટી, હેન્ડલીંગ, ફોર્વડીંગ ચાર્જ વધારાનો-અલગથી લેવામાં આવશે કે આપવામાં આવશે. N-95 રૂ.૪૯.૬૧ ભાવનું એક માસ્ક રૂ.૬૫માં વેચાઈ છે ત્યારે માસ્કના ભાવો અંગે પુનઃ વિચારણા કરીને ખુલાસો કરવો જોઈએ. માસ્કના ભાવો અંગે કોઈ રાજકીય વિવાદ હોઈ જ ન શકે ત્યારે માસ્કનો ભાવ હજી નીચે જઈ શકે તેમ છે ત્યારે નાગરિકોને N-95 માસ્ક ૨૫-૩૦ રૂપિયાએ ઉપલબ્ધ કરાવવા જોઈએ જેથી રાજ્યના નાગરિકો સહેલાઈથી ઉપયોગ કરી શકે છે. તેવી માગ કોંગ્રેસ પક્ષ દ્વારા કરવામાં આવી છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.