ETV Bharat / city

ધોરણ 12ના સામાન્ય પ્રવાહના રિપીટર વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર

author img

By

Published : Aug 22, 2021, 8:27 PM IST

Updated : Aug 23, 2021, 9:24 AM IST

ધોરણ 12ના સાયન્સના રિપીટર વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કરાયા બાદ સામાન્ય પ્રવાહના રિપીટર વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ પરિણામ 23 ઓગસ્ટે એટલે કે, સોમવારે સવારે 8 વાગ્યે બોર્ડની વેબસાઈટ result.gseb. org પર ઓનલાઇન જોઈ શકાશે. વિદ્યાર્થીઓ પોતાનો બેઠક નંબર નાખી પોતાનું પરીણામ જોઈ શકશે. 1,30,388 વિદ્યાર્થીઓ પૈકી 1,14,193 વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી હતી. ફક્ત 31,785 વિદ્યાર્થીઓ પાસ થયા છે. જેથી કુલ 27.83 ટકા જેટલું પરિણામ જાહેર કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓનું 35.98 ટકા જ્યારે વિદ્યાર્થીનીઓનું 43.96 ટકા પરિણામ આવ્યો છે.

ધોરણ 12ના સામાન્ય પ્રવાહના રિપીટર વિદ્યાર્થીઓનું પરિણામ
ધોરણ 12ના સામાન્ય પ્રવાહના રિપીટર વિદ્યાર્થીઓનું પરિણામ

  • ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે કરી જાહેરાત
  • સવારે 8 વાગ્યે પરિણામ જાહેર, ધોરણ 12ના સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓનું પરિણામ
  • સાઇટ પર વિદ્યાર્થીઓ પોતાનો બેઠક નંબર નાખી પોતાનું પરીણામ જોઈ શકશે

ગાંધીનગર : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે સમાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓનું આજે પરિણામ જાહેર કરવા પરિપત્ર જારી કરવામાં આવ્યો હતો. સામાન્ય પ્રવાહ, વ્યવસાય લક્ષી પ્રવાહ, ઉ.બુ પ્રવાહ, સંસ્કૃત માધ્યમના વિદ્યાર્થીઓ વોર્ડની સાઇટ પર પોતાનો બેઠક નંબર નાખી પોતાનું પરીણામ જોઈ શકશે. અગાઉ ધોરણ 12ના સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓની પરીક્ષા જુલાઈ માસમાં લેવાઇ હતી. જેમાં સાયન્સના રિપીટર વિદ્યાર્થીઓનું પરિણામ એક અઠવાડિયા પહેલા જ જાહેર કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહના રિપીટર વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર, 15.32 ટકા પરિણામ જાહેર

97,000 જેટલા સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ

આ પરીક્ષા આપનાર ધોરણ 12ના સામાન્ય પ્રવાહના રિપીટર વિદ્યાર્થીઓની સંખ્યા 97,000 જેટલી છે. જો કે આ ધોરણ 12ના સાયન્સના રિપીટર વિદ્યાર્થીઓની સંખ્યા કરતા ડબલ છે. સાયન્સના 30,000થી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જ્યારે પરિણામ 15 ટકા જ આવ્યું હતું, પરંતુ સામાન્ય પ્રવાહમાં પરિણામ વધુ સારું આવવાની શક્યતાઓ છે. કોરોનામાં સ્કૂલોના રીઝલ્ટ પર પણ અસર પડી રહી છે. જેથી ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે કાલનું રીઝલ્ટ ઘણું મહત્વનું રહેશે. જો કે આ પરીક્ષાનો વિદ્યાર્થીઓએ વિરોધ પણ કર્યો હતો.

ધોરણ 12ના સામાન્ય પ્રવાહના રિપીટર વિદ્યાર્થીઓનું પરિણામ
ધોરણ 12ના સામાન્ય પ્રવાહના રિપીટર વિદ્યાર્થીઓનું પરિણામ

આ પણ વાંચો: બોર્ડના ઇતિહાસમાં સૌથી ખરાબ પરિણામ

વિદ્યાર્થીઓના વિરોધ વચ્ચે પણ રિપીટરની પરીક્ષા લેવાઈ

ધોરણ 10ની સાથે ધોરણ 12ના સાયન્સ અને સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓને કોરોનામાં માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું, પરંતુ વિદ્યાર્થીઓએ વિરોધ કર્યા છતાં પણ સરકાર દ્વારા તેમને માસ પ્રમોશનમાંથી બાકાત રાખવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓ સાથે વાલીઓનો વિરોધ હોવા છતાં પણ 15 જુલાઈએ પરીક્ષાનું આયોજન કરાયું હતું. જેના એક મહિના જેટલા સમયગાળામાં પરિણામ આવતી કાલે સોમવારે જાહેર થશે.

Last Updated : Aug 23, 2021, 9:24 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.