ETV Bharat / city

સરહદ ઉપર ફરજ બજાવતાં જવાનોની રક્ષા માટે વિજયસૂત્ર સંદેશ સાથે રાખડી મોકલાઇ

author img

By

Published : Jul 31, 2020, 4:49 PM IST

ગુજરાતના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીની પ્રેરણાથી સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડના ઉપક્રમે રક્ષબંધનના પર્વ નિમિત્તે “મા ભોમની રક્ષા” કાજે 24 કલાક 365 દિવસ પોતાના જીવના જોખમે સરહદો ઉપર ફરજ બજાવતાં આપણાં જાંબાજ જવાનોના રક્ષણ માટે અને તેમનું મનોબળ વધારવાના હેતુથી “પહેલી રાખી દેશપ્રેમ કી” દ્વારા ગુજરાતના 18,500થી વધુ ગામોમાંથી બહેનો દ્વારા રાખડી તૈયાર કરવામાં આવી છે.

સરહદ ઉપર ફરજ બજાવતાં જવાનોની રક્ષા માટે વિજયસૂત્ર સંદેશ સાથે રાખડી મોકલાઇ
સરહદ ઉપર ફરજ બજાવતાં જવાનોની રક્ષા માટે વિજયસૂત્ર સંદેશ સાથે રાખડી મોકલાઇ

ગાંધીનગરઃ ગુજરાતના ગામોમાંથી બહેનો દ્વારા સરહદ ઉપર ફરજ બજાવતા જવાનો માટે તૈયાર કરેલી અંદાજે 21,100થી વધુ રાખડીઓ અને વિજયસૂત્રનો સંદેશ આજે રાજ્યના સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડના હોદ્દેદારો દ્વારા ગાંધીનગરમાં વિજય રૂપાણીને અર્પણ કરવામાં આવ્યો હતો.

સરહદ ઉપર ફરજ બજાવતાં જવાનોની રક્ષા માટે વિજયસૂત્ર સંદેશ સાથે રાખડી મોકલાઇ
સરહદ ઉપર ફરજ બજાવતાં જવાનોની રક્ષા માટે વિજયસૂત્ર સંદેશ સાથે રાખડી મોકલાઇ
બજારમાંથી ખરીદીને નહીં પણ ગુજરાતના 18,500થી વધુ ગામડાની બહેનો દ્વારા તૈયાર કરાયેલ આ રાખડી અને પોતાની લોકભાષામાં લખેલા વિજયસૂત્રના સંદેશને ગુજરાત સરકાર વતી મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી દ્વારા દેશની વિવિધ 18 સરહદો ઉપર ફરજ બજાવતાં જવાનોને ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા મોકલી આપવામાં આવી છે.
સરહદ ઉપર ફરજ બજાવતાં જવાનોની રક્ષા માટે વિજયસૂત્ર સંદેશ સાથે રાખડી મોકલાઇ
સરહદ ઉપર ફરજ બજાવતાં જવાનોની રક્ષા માટે વિજયસૂત્ર સંદેશ સાથે રાખડી મોકલાઇ
ગુજરાતના 18,500થી વધુ ગામની બહેનો દ્વારા બજારમાંથી ખરીદીને નહીં પણ પોતાના હાથે બનાવેલી રાખડી અને પોતાની લોકભાષામાં લખેલા વિજયસૂત્ર સંદેશને મુખ્યપ્રધાન દ્વારા કચ્છ, ઊરી, જેસલમેર, સિયાચીન, ગલવાન અને બનાસકાંઠા સરહદે ફરજ બજાવતાં BSFના જવાનોને જામનગર, ભૂજ, પઠાણકોટ, નલિયા, શ્રી નગર અને મકરપુરા ખાતે ફરજ બજાવતા ભારતીય વાયુ દળના જવાનોને તેમજ ઓખા, પોરબંદર, મુંબઈ, લક્ષદ્વીપ, વિશાખાપટ્ટનમ અને આંદામાન-નિકોબારમાં ફરજ બજાવતાં નૌકાદળના એમ 18 સરહદી સ્થાનો ઉપર જવાનોને આ રાખડી અને વિજયસૂત્ર સંદેશ મોકલી આપવામાં આવ્યો છે.

આ “પહેલી રાખી દેશપ્રેમ કી” અંતર્ગત રાખડી અને વિજયસૂત્ર સંદેશ એકત્રિત કરવા માટે સવામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા વિવિધ આઠ ઝોન નક્કી કરવામાં આવ્યાં હતાં. જેમાં અમદાવાદ, અમરેલી, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભરૂચ, ભાવનગર, બોટાદ, છોટાઉદેપુર, દાહોદ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ગિરસોમનાથ, જામનગર, જૂનાગઢ, કચ્છ, ખેડા, મહેસાણા, મહિસાગર, મોરબી, નર્મદા, નવસારી, પંચમહાલ, પાટણ, પોરબંદર, રાજકોટ, સાબરકાંઠા, સુરત, સુરેન્દ્રનગર, તાપી, વડોદરા અને વલસાડ એમ કુલ 32 જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.