ETV Bharat / city

ગાંધીનગર કોંગ્રેસના દરેક બુથ પરથી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ રાહુલ ગાંધીના અમદાવાદ કાર્યક્રમમાં જશે

author img

By

Published : Sep 3, 2022, 9:59 PM IST

સોમવારે પાંચમી સપ્ટેમ્બરે કોંગ્રેસ હાઇકમાન્ડ નેતા રાહુલ ગાંધી અમદાવાદ આવી રહ્યાં છે. ગુજરાત કોંગ્રેસ ભવન સહિત રાજ્યના તમામ જિલ્લામાં આ સંદર્ભે અનેક હલચલ જોવા મળી હતી. અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે રાહુલગાંધી કાર્યકર્તાઓ સાથે સંવાદ કરવાના છે તેને લઇને ગાંધીનગર કોંગ્રેસ તરફથી પણ કાર્યકર્તાઓ રાહુલ ગાંધીના કાર્યક્રમમાં જશે. Rahul Gandhi to visit Ahmedabad on September 5 , Gujarat Congress Election Strategy , Gandhinagar Congress Workers

ગાંધીનગર કોંગ્રેસના દરેક બુથ પરથી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ રાહુલ ગાંધીના અમદાવાદ કાર્યક્રમમાં જશે
ગાંધીનગર કોંગ્રેસના દરેક બુથ પરથી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ રાહુલ ગાંધીના અમદાવાદ કાર્યક્રમમાં જશે

ગાંધીનગર રાજ્યમાં ચૂંટણીનો માહોલ ( Gujarat Assembly Election 2022 ) જામ્યો છે ત્યારે રાજકીય પક્ષોના સિનિયર નેતાઓ સતત ગુજરાતનો પ્રવાસ ખેડી ( Gujarat Congress Election Strategy )રહ્યા છે. કોંગ્રેસના સિનિયર નેતા એવા રાહુલ ગાંધી 5 સપ્ટેમ્બરના રોજ ( Rahul Gandhi to visit Ahmedabad on September 5 )ગુજરાત પ્રવાસ ખેડવાના છે. ત્યારે તેમના કાર્યકમની રૂપરેખા વિશે જાણકારી કોંગ્રેસ પક્ષ દ્રારા આપવામાં આવી હતી. જેમાં ગાંધીનગર જિલ્લામાં 5 વિધાનસભા બેઠક પરથી દરેક બુથમાંથી 10 જેટલી બસ ભરીને કાર્યકર્તાઓ ( Gandhinagar Congress Workers ) રાહુલ ગાંધીના કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચશે.

ગાંધીનગર કોંગ્રેસ તરફથી પણ કાર્યકર્તાઓ રાહુલ ગાંધીના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જશે

કાર્યક્રમ સફળ બનાવવામાં આવશે ગાંધીનગર જિલ્લા પ્રમુખ અરવિંદસિંહ ચાવડાએ વધુમાં જણાવ્યું હતું કે રાહુલ ગાંધી 5 સપ્ટેમ્બરના રોજ અમદાવાદ રિવરફન્ટ ( Rahul Gandhi to visit Ahmedabad on September 5 ) ખાતે પરિવર્તન સંકલ્પ કરાવશે. જેમાં કોંગ્રેસના તમામ કાર્યકતાઓ હાજરી આપશે. જેની અંદર મારુ બુથ મારુ ગૌરવ કાર્યકમ શરૂ કરાવશે અને જનમિત્રોને ઓળખપત્ર આપશે.

કોંગ્રેસના પ્રમુખની આગેવાની હેઠળ ચૂંટણીલક્ષી માહોલ રાહુલ ગાંધી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે ત્યારે ગુજરાત કોંગ્રેસે કાર્યકમને ( Rahul Gandhi to visit Ahmedabad on September 5 ) ભવ્ય બનાવવા માટે તડામાર તૈયારી કરી છે. કોંગ્રેસના નેતા હિમાંશુ પટેલે ભાજપ સરકાર પર આક્ષેપ લગાવ્યા હતાં કે રાજ્ય સહિત દેશમાં મોંઘવારીએ માઝા મૂકી છે. કેન્દ્રમાં રહેલી ભાજપ સરકાર નિષ્ફળ ગઈ છે અને કોંગ્રેસ પક્ષ ચૂંટણી ઢંઢેરા આધારિત લડત લડશે. હાલ કોંગ્રેસના પ્રમુખની આગેવાની હેઠળ ચૂંટણીલક્ષી માહોલ ( Gujarat Assembly Election 2022 ) કોંગ્રેસમાં બન્યો છે.

તમામ જિલ્લામાંથી કોંગ્રેસના કાર્યકર્તાઓ આવશે ચાવડાએ વધુમાં જણાવ્યું હતું કે રાજ્યના તમામ જિલ્લાઓમાંથી રાહુલ ગાંધીના કાર્યક્રમ ( Rahul Gandhi to visit Ahmedabad on September 5 ) બાબતે કોંગ્રેસના કાર્યકર્તાઓને ( Gandhinagar Congress Workers ) આવવાનું આમંત્રણ આપ્યું છે. તેઓએ નિવેદન આપ્યું હતું કે ગાંધીનગર જિલ્લામાંથી વધુમાં વધુ બસો આવે તે બાબતે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર ( Congress state president Jagdish Thakor ) દ્વારા પણ સૂચના આપવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.