ETV Bharat / city

PSI Exam Gujarat: પ્રથમ વખત વર્ગખંડ અને કેન્દ્રોમાં જામરનો કરાશે ઉપયોગ, 77 સ્પેશિયલ રૂટથી કેન્દ્ર સુધી લઇ જવાશે પ્રશ્નપત્ર

author img

By

Published : Mar 5, 2022, 7:35 PM IST

6 માર્ચના રોજ અમદાવાદ અને ગાંધીનગરમાં 2.94 લાખ ઉમેદવારો PSIની લેખિત પરીક્ષા (PSI Exam Gujarat) આપશે. પ્રશ્નપત્ર ફૂટે નહીં તે માટે પોલીસ સબ ઇન્સપેક્ટર ભરતી બોર્ડ દ્વારા ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. આ વિશે પોલીસ સબ ઇન્સ્પેક્ટર ભરતી બોર્ડના અધ્યક્ષ વિકાસ સહાયે માહિતી આપી હતી.

PSI Exam Gujarat: પ્રથમ વખત વર્ગખંડ અને કેન્દ્રોમાં જામરનો કરાશે ઉપયોગ, 77 સ્પેશિયલ રૂટથી કેન્દ્ર સુધી લઇ જવાશે પ્રશ્નપત્ર
PSI Exam Gujarat: પ્રથમ વખત વર્ગખંડ અને કેન્દ્રોમાં જામરનો કરાશે ઉપયોગ, 77 સ્પેશિયલ રૂટથી કેન્દ્ર સુધી લઇ જવાશે પ્રશ્નપત્ર

ગાંધીનગર: ગુજરાત રાજ્યના ગૃહ વિભાગ દ્વારા રાજ્યમાં ખાલી પડી રહેલી PSIની ભરતી પ્રક્રિયા (PSI Exam Gujarat) શરૂ કરવામાં આવી હતી, જેમાં કુલ 2.94 લાખ ઉમેદવારો (PSI Exam Candidates Gujarat) 6 માર્ચના રોજ અમદાવાદ અને ગાંધીનગરમાં લેખિત પરીક્ષા (PSI Exam In Gandhinagar) આપશે. પ્રશ્નપત્ર ફૂટે નહીં તેને ધ્યાનમાં લઈને પોલીસ સબ ઇન્સ્પેક્ટર ભરતી બોર્ડ (PSI Recruitment Board Gujarat)ના અધ્યક્ષ વિકાસ સહાય દ્વારા પત્રકાર પરિષદ સંબોધીને પરીક્ષા માટે કઈ રીતની તૈયારીઓ કરી છે તેની માહિતી આપવામાં આવી હતી. ત્યારે ગુજરાતમાં પ્રથમ વખત પોલીસ સબ ઇન્સ્પેક્ટરની પરીક્ષામાં તમામ કેન્દ્રો અને વર્ગખંડમાં જામર ઉપયોગ કરીને પરીક્ષા યોજવામાં આવશે.

ગુજરાતમાં પ્રથમ વખત પોલીસ સબ ઇન્સ્પેક્ટરની પરીક્ષામાં તમામ કેન્દ્રો અને વર્ગખંડમાં જામર ઉપયોગ કરીને પરીક્ષા યોજવામાં આવશે.

પ્રથમ વખત જામરનો ઉપયોગ

વિકાસ સહાયે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, પોલીસ સબ ઇન્સ્પેક્ટરની પરીક્ષામાં પ્રથમ વખત અમદાવાદ અને ગાંધીનગરના કેન્દ્રોમાં CCTV ઉપરાંત જામર (Use Of Jammers In PSI Exam)નો ઉપયોગ કરવામાં આવશે જેથી કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થઈ શકે. ઉલ્લેખનીય છે કે, અત્યારે વધુમાં વધુ લોકો ડિજિટલ વોચ અને ઇલેક્ટ્રિક ગેજેટનો વધુ ઉપયોગ કરતા હોય છે. ત્યારે પરીક્ષામાં કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય અને ઇન્ટરનેટ કનેક્ટિવિટી અને મોબાઇલની કનેક્ટિવિટી ન મળે તેને ધ્યાનમાં લઈને બોર્ડ દ્વારા જામરનો ઉપયોગ કરીને પરીક્ષા યોજવાનું આયોજન કર્યું છે. 8:30 કલાકે જામર શરૂ કરવામાં આવશે અને 11:00 વાગ્યે જામર બંધ કરવામાં આવશે.

આ પણ વાંચો: PSI Exam Date : કરવા મંડો તૈયારી, PSIની પ્રિલીમનરી પરીક્ષા 6 માર્ચે યોજાશે

કેટલા લોકો આપશે પરીક્ષા?

લેખિત પરીક્ષાની વાત કરવામાં આવે તો વિકાસ સહાયે વધુમાં જણાવ્યું હતું કે, શારીરિક કસોટી (PSI Physical Test Gujarat)માં 96,231 ઉમેદવારો પાસ થયા હતા જેમાંથી અત્યાર સુધીમાં કુલ 92,145 ઉમેદવારોએ કોલ લેટર ડાઉનલોડ કર્યા છે અને અમદાવાદ અને ગાંધીનગરમાં કુલ 312 કેન્દ્ર ઉપર આ પરીક્ષા યોજવામાં આવશે. આ તમામ કેન્દ્ર સરકારી સ્કૂલ અને કોલેજોમાં 3 હજારથી વધુ ક્લાસરૂમમાં પરીક્ષા લેવામાં આવશે.

ગેરરીતિ ન થાય તે માટે કેવી વ્યવસ્થા?

ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી સરકારી નોકરી માટેના પ્રશ્ન પત્ર પરીક્ષા પહેલા જ ફૂટી જવાની ઘટનાઓ સામે આવી છે ત્યારે પોલીસ સબ ઇન્સ્પેક્ટરની પરીક્ષામાં કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય તેને ધ્યાનમાં લઈને લેખિત પરીક્ષાનું આયોજન ફક્ત અમદાવાદ (PSI Exam Center Ahmedabad) અને ગાંધીનગર કેન્દ્રો ખાતે જ કરવામાં આવ્યું છે. આ માટે બોર્ડ દ્વારા અલગ-અલગ 77 રૂટ તૈયાર કરવામાં આવ્યા છે અને જે ગાડી પ્રશ્નપત્ર કેન્દ્ર સુધી લઈ જશે તે સતત કન્ટ્રોલ રૂમના સંપર્કમાં રહેશે. આ માટે એક સ્પેશિયલ કંટ્રોલરૂમ (Special Control Room For PSI Exam) પણ તૈયાર કરવામાં આવ્યો છે. તમામ ગાડીઓમાં GPS સિસ્ટમ લગાવવામાં આવી છે. સાથે જ તમામ ગાડીઓને એક ફિક્સ રૂટ પણ આપી દેવામાં આવ્યો છે.

આ પણ વાંચો: Irregularities in PSI exams: લેભાગુ તત્વોએ ડાયરેકટ પાસ કરવાના 10 લાખ ઉઘરાવ્યાંઃ યુવરાજસિંહ જાડેજા

સ્ટ્રોંગ રૂમ પર ફુલ બંદોબસ્ત

વિકાસ સહાયે વધુમાં જણાવ્યું હતું કે, સ્ટ્રોંગ રૂમમાં ફુલ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. જ્યારે અત્યારે પ્રશ્નપત્ર સ્ટ્રોંગ રૂમમાં પહોંચી ગયા છે અને સતત અધિકારીઓ દ્વારા ત્યાં ગણતરીના કલાકોમાં વિઝિટ પણ કરવામાં આવશે. સાથે જ સ્ટ્રોંગ રૂમની ચાવી પણ વિકાસ સહાયની પાસે જ રાખવામાં આવી છે. પરીક્ષા પૂર્ણ થયા બાદ પ્રશ્નપત્રની ઉત્તરવહીઓ રૂમમાં આવશે તેનું પણ સતત મોનિટરિંગ કરવામાં આવશે અને ગણતરીના કલાકોમાં તમામ ઉત્તરવહીઓ સ્કેન કરીને વેબસાઈટ ઉપર જાહેર પણ કરવામાં આવશે, જેથી બાદમાં કોઈપણ લોકો કોઇ આક્ષેપ કરી શકે નહીં.

પરીક્ષા માટે ખાસ SOP

પોલીસ સબ ઇન્સ્પેક્ટર ભરતી બોર્ડના અધ્યક્ષ વિકાસ સહાયે વધુમાં જણાવ્યું હતું કે, પરીક્ષા માટે એક ખાસ 75 પેજની SOP તૈયાર કરવામાં આવી છે, જેમાં કયા અધિકારીઓ અને કર્મચારીઓ પોતાની ફરજ પર છે તે તમામ અંગેની વિસ્તૃત માહિતી આપવામાં આવી છે. આ ઉપરાંત તમામ કેન્દ્રોમાં જામર લગાવવાની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી કોઈપણ મોબાઈલમાં ઈન્ટરનેટ કનેક્ટિવિટી રહેશે નહીં. જો કોઈ ઇમર્જન્સી ઊભી થાય તો તમામ કેન્દ્રોના લેન્ડલાઈન કંટ્રોલરૂમને આપવામાં આવ્યા છે જેથી સરળતાથી કોઈપણ ઇમરજન્સીને પહોંચી શકાય.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.