ETV Bharat / city

ગાંધીનગરની નવી 600 બેડ સુપર સ્પેશિયાલીટી હોસ્પિટલનું ખાતમુહૂર્ત કરશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ

author img

By

Published : Oct 1, 2022, 9:57 PM IST

ગાંધીનગરની નવી 600 બેડ સુપર સ્પેશિયાલીટી હોસ્પિટલનું ખાતમુહૂર્ત કરશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ
ગાંધીનગરની નવી 600 બેડ સુપર સ્પેશિયાલીટી હોસ્પિટલનું ખાતમુહૂર્ત કરશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ

જીએમઈઆરએસ મેડિકલ કોલેજ (GMERS Medical Collage Gandhinagar) સંલગ્ન જનરલ હોસ્પિટલ, ગાંધીનગરમાં દેશના રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુ ( President Draupadi Murmu in Gandhinagar ) ના હસ્તે આગામી ૩જી ઓક્ટોબરના રોજ કેટલાક મહત્ત્વના વિકાસકાર્યોના ખાતમુહૂર્ત કરવામાં આવનાર છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ( Home Minister Amit Shah Visit ) પણ આ કાર્યક્રમમાં આવવાના છે.

ગાંધીનગર દેશના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મૂર્મુ ( President Draupadi Murmu in Gandhinagar ) ના હસ્તે જીએમઈઆરએસ મેડિકલ કોલેજ (GMERS Medical Collage Gandhinagar) સંલગ્ન ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે 3જી ઓક્ટોબરે સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, ટ્રોમા સેન્ટર અને રેન બસેરાનું ખાતમુહૂર્ત કરાશે.

કઇ કઇ સુવિધાઓ હશે 373 કરોડના ખર્ચે નિર્માણ પામનાર ગાંધીનગરની નવી 600 બેડ સુપર સ્પેશિયાલીટી હોસ્પિટલ (Gandhinagar 600 Bed Super Specialty Hospital ) ખાતે 255 બેડનાં ટ્રોમા સેન્ટરની સુવિધા રહેશે. રેન બસેરા ખાતે દર્દીઓના સગાઓ માટે 448 બેડની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે. એન્જીયોગ્રાફી અને એન્જીયોપ્લાસ્ટી જેવી હાર્ટ પ્રોસીજર્સ થઈ શકે તેવી કાર્ડીઓલોજી વિભાગમાં કેથલેબ તૈયાર કરાશે. હૃદયને લગતી તમામ બીમારીઓનું નિદાન અને સારવાર ઉપરાંત કિડની સંબંધિત બીમારી માટે નેફ્રોલોજી વોર્ડ, યુરોલોજી વોર્ડ અને હિમો ડાયાલીસીસ વોર્ડ પણ બનાવવામાં આવશે.

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પણ હાજર રહેશે ગાંધીનગર જીએમઈઆરએસ મેડિકલ કોલેજ (GMERS Medical Collage Gandhinagar) સંલગ્ન જનરલ હોસ્પિટલ, ગાંધીનગરમાં દેશના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મૂર્મુ ( President Draupadi Murmu in Gandhinagar ) ના હસ્તે આગામી 3જી ઓક્ટોબરના રોજ કેટલાક મહત્ત્વના વિકાસકાર્યોના ખાતમુહૂર્ત (Draupadi Murmu visit Gujarat ) કરવામાં આવનાર છે. આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ( Home Minister Amit Shah Visit ) તેમજ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ( CM Bhupendra Patel) પણ ઉપસ્થિત રહેશે.

373 કરોડના ખર્ચે નિર્માણ જીએમઈઆરએસ મેડિકલ કોલેજ (GMERS Medical Collage Gandhinagar) સંલગ્ન જનરલ હોસ્પિટલ ગાંધીનગર ખાતે મંજૂરી મળતા નવી સુપર સ્પેશિયાલીટી હોસ્પિટલ, ટ્રોમા સેન્ટર અને રેન બસેરાના બિલ્ડીંગનું આશરે રૂ.373 કરોડના ખર્ચે નિર્માણ થનાર છે. નવી 600 બેડની સુપર સ્પેશિયાલીટી હોસ્પિટલ ખાતે 255 બેડનાં ટ્રોમા સેન્ટરની સુવિધા રહેશે. એટલું જ નહીં રેન બસેરા ખાતે દર્દીઓના સગાઓ માટે 448 બેડની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે તેમ આરોગ્ય વિભાગની યાદીમાં જણાવાયું છે.

કિડનીને લગતી તમામ પ્રકારની બીમારીઓનું નિદાન તેમજ સારવાર આ પ્રોજેક્ટ (GMERS Medical Collage Gandhinagar) અંતર્ગત સુપર સ્પેશિયાલીટી હોસ્પિટલ ખાતે કાર્ડીઓલોજી વિભાગમાં કેથલેબ કે જેમાં એન્જીયોગ્રાફી અને એન્જીયોપ્લાસ્ટી જેવી હાર્ટ પ્રોસીજર્સ કરવામાં આવશે. તેમજ અદ્યતન મોડ્યૂલર કાર્ડિયાક ઓપેરશન થિએટર અને આઈસીયુ જેમાં હૃદયને લગતી તમામ બીમારીઓનું નિદાન અને સારવાર પુરી પાડવામાં આવશે. કિડની સંબંધિત બીમારી માટે નેફ્રોલોજી વોર્ડ, યુરોલોજી વોર્ડ અને હિમો ડાયાલીસીસ વોર્ડ બનાવવામાં આવશે. તેમાં કિડનીને લગતી તમામ પ્રકારની બીમારીઓનું નિદાન તેમજ સારવાર પુરી પાડવામાં આવશે. તે ઉપરાંત બર્ન્સ વિભાગમાં પ્લાસ્ટિક રિકન્સ્ટ્રક્ટિવ સર્જરી જેવી ઉચ્ચ કક્ષાની સુવિધા આપવામાં આવશે. તેમજ શ્વાસના સંદર્ભિત બીમારીઓની પણ ઘનિષ્ટ અને ઉચ્ચ પ્રકારની સારવાર અપાશે. ટ્રોમા સેન્ટર ખાતે તમામ પ્રકારની તાત્કાલિક સેવાઓ પુરી પાડવામાં આવશે.

રેન બસેરાની સગવડ સંકુલની અંદર (GMERS Medical Collage Gandhinagar) રેન બસેરામાં હોસ્પિટલમાં દાખલ કરેલા તમામ દર્દીઓના સગાઓ માટે રહેવા તથા જમવાની પુરતી સગવડ માટેનું સેન્ટર ઉભુ કરવામાં આવશે. આ હોસ્પિટલ વેન્ટીલેટેડ, નેચરલ કુલીંગ, પુરતા પ્રમાણમાં નેચરલ લાઈટીંગવાળી બનાવવામાં આવનાર છે. જેથી મીનીમમ ઇલેક્ટ્રિસીટીની જરૂરિયાત રહેશે, તેમજ હોસ્પિટલના પ્લાનિંગ કરતી વખતે ગ્રીન બિલ્ડીંગના કન્સેપ્ટ આધારિત બાંધકામ અંગેનું પૂરતું ધ્યાન રાખવામાં આવશે.

આજુબાજુના જિલ્લાઓના નાગરિકોને પણ લાભ જીએમઈઆરએસ મેડિકલ કોલેજ (GMERS Medical Collage Gandhinagar) સંલગ્ન જનરલ હોસ્પિટલ, ગાંધીનગર ખાતે સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ અને ટ્રોમા સેન્ટર બનવાથી માત્ર ગાંધીનગર જિલ્લાનું જ નહીં પરંતુ આજુબાજુમાં વસતા જિલ્લાઓના નાગરિકોને પણ ઉચ્ચ સ્તરની આરોગ્ય તેમજ તબીબી સેવાઓ ઉપલબ્ધ થશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.