ETV Bharat / city

Preparation For Third Wave: રાજ્યની તમામ હોસ્પિટલમાં ઓક્સિજનની અછત નહિ, બન્ને ડોઝ લેનારા પણ થઈ રહ્યા છે સંક્રમિત

author img

By

Published : Jan 4, 2022, 7:44 PM IST

ગુજરાતમાં (corona case in gujarat) કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. કોરોનાની ત્રીજી લહેર (Preparation For Third Wave) હવે દસ્તક પર છે, ત્યારે ઓક્સિજન બાબતે અછત ન થાય તેને ધ્યાનમાં લઇને રાજ્ય સરકાર દ્વારા રાજ્યની તમામ સરકારી હોસ્પિટલો ખાતે નવા ઓક્સિજન પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યા છે.

Preparation For Third Wave: તમામ હોસ્પિટલમાં ઓક્સિજન અછત નહિ, 2 ડોઝ લેનારા પણ થઈ રહ્યા છે સંક્રમિત
Preparation For Third Wave: તમામ હોસ્પિટલમાં ઓક્સિજન અછત નહિ, 2 ડોઝ લેનારા પણ થઈ રહ્યા છે સંક્રમિત

ગાંધીનગર: સમગ્ર દેશમાં કોરોનાની બીજી (corona case in india) લહેરે તાંડવ મચાવ્યો હતો, ત્યારે કોરોનાની ત્રીજી લહેર (Preparation For Third Wave) હવે દસ્તક પર છે ત્યારે જે રીતે બીજી લહેરમાં ઓક્સિજનની માગમાં વધારો થયો હતો ત્યારે હવે કોરોનાની ત્રીજી લહેરમાં (third wave of corona) ગુજરાતમાં ઓક્સિજન બાબતે અછત ન થાય તેને ધ્યાનમાં લઇને રાજ્ય સરકાર દ્વારા રાજ્યની તમામ સરકારી હોસ્પિટલો ખાતે નવા ઓક્સિજન પ્લાન્ટ (oxygen plants at government hospitals) તૈયાર કરવામાં આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે, કુલ 500 જેટલા ઓક્સિજન પ્લાન્ટ તૈયાર કરવાનું આયોજન હતું, જેમાંથી અત્યારે 300 જેટલા ઓક્સિજન પ્લાન્ટ ઇન્સ્ટોલ કરી દેવામાં આવ્યા છે.

ઓક્સિજન કેપેસિટી વધારવામાં આવી

ઓક્સિજનની ઉપલબ્ધતા બાબતે રાજ્યના આરોગ્ય અગ્રસચિવ મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે, રાજ્યમાં પહેલા 800 મેટ્રિક ટન કેપીસીટિમાં ઓક્સિજનનું ઉત્પાદન થતું હતું, પરંતુ બીજી લહેર બાદ રાજ્ય સરકાર દ્વારા તે ઉત્પાદનમાં વધારો કરવામાં આવ્યો છે. હવે કોરોનાની સંભવીત ત્રીજી લહેરનેને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે 1800 મેટ્રિક ટન ઓક્સિજન પ્રતિ દિવસનું ઉત્પાદન કરવાનું આયોજન કર્યું છે.

ઓક્સિજનની પણ વ્યવસ્થા કેવી

બીજી લહેરમાં (second wave of corona) ઓક્સિજનની અછત અને ઘટ અનેક જગ્યાએ સર્જાઇ છે, ત્યારે ત્રીજી વેવમાં ઓક્સિજનની અછત ન સર્જાય તે માટે રાજ્ય સરકાર દ્વારા બીજી લહેર દરમિયાન તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી, જ્યારે કોરોનાની બીજી લહેર દરમિયાન અને ગુજરાત રાજ્યમાં 1150 મેટ્રિક ટન ઓક્સિજનની જરૂર હતી ત્યારે ત્રીજી લહેરમાં 1890 મેટ્રિક ટનની વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે. આ ઉપરાંત અત્યારે વર્તમાન સમયમાં 24 જેટલા ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત છે, ત્યારે આવનારા દિવસોમાં 400 જેટલા પ્લાન્ટ તૈયાર કરી દેવામાં આવશે, જેથી 400 મેટ્રિક ટન પ્રતિ દિવસની ક્ષમતામાં વધારો થશે આ ઉપરાંત oxygen concentrator અત્યારે 700 છે તેને પણ વધારીને 10000 કરવામાં આવશે.

જ્યાં પ્લાન્ટ નહિ હોય ત્યાં ઓક્સિજન સ્ટોર કરવામાં આવશે

આરોગ્ય અગ્ર સચિવ મનોજ અગ્રવાલે વધુમાં જણાવ્યું હતું કે, જે જગ્યાએ અથવા તો જે હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટની વ્યવસ્થા નહીં હોય તો તેવી જગ્યાએ ખાનગી કંપનીઓને સાથે રાખીને ભાડે પ્લાન્ટ ઉભા કરવામાં આવશે અથવા તો જમ્બો પ્લાન્ટના સ્વરૂપે ઓક્સિજનને ત્યાં સ્પેરમાં રાખવામાં આવશે આમ રાજ્યના એક પણ જિલ્લામાં ઓક્સિજનની તંગી ત્રીજી લહેર દરમિયાન ન થાય તે બાબતે પણ ખાસ ધ્યાન રાજ્ય સરકાર દ્વારા રાખવામાં આવી રહ્યું છે.

21 જિલ્લામાં ઓક્સિજન કોન્સ્ટ્રેશનની વ્યવસ્થા

મનોજ અગ્રવાલે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યના 21 જિલ્લાઓમાં ઓક્સિજન કોન્સર્નટ્રેટરની વ્યવસ્થા રાખવામાં આવી છે. જ્યારે 2000 જેટલા oxygen concentrator કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકારને આપવામાં આવ્યા છે, જે જગ્યાએ અથવા તો ગ્રામ્ય વિસ્તારોમાં ઓક્સિજનની જરુર પડશે તો તેવા વિસ્તારોમાં oxygen concentrator તૈયાર કરવામાં આવશે.

બાળકો માટે અલગ વ્યવસ્થા

મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે, કોરોનાની સંભવીત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને નાના બાળકો માટે પણ બેડની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે, આમ મોટા શહેરોમાં તો રાજ્ય સરકારે બાળકો માટે અલગ વોર્ડ ઉભા કર્યા છે. અમુક સ્થાનિક જિલ્લા લેવલે બેડની સંખ્યામાં પણ 20 ટકાનો વધારો કરવામાં આવ્યું છે, આ 20 ટકા પ્રમાણે તમામ બેડના પ્રકારની વાત કરવામાં આવે તો ICUમાં 20 ટકા, ઓક્સિજન બેડમાં 20 ટકા અને સામાન્ય બેડમાં 20 ટકા બેડ સ્પેશિયલ બાળકો માટે વધારવામાં આવ્યા છે.

ત્રીજી વેવમાં 25000 કેસ આવની શક્યતાઓ

તજજ્ઞો દ્વારા ત્રીજી લહેરમાં ગુજરાતમાં 25000 દૈનિક કેસ આવવાની શક્યતાઓ છે, અત્યારે વર્તમાન સમયમાં સમગ્ર રાજ્યમાં 1800 જેટલી ખાનગી અને સરકારી હોસ્પિટલ છે, ત્યારે તેની સંખ્યામાં વધારો કરીને હવે 2400 હોસ્પિટલો તૈયાર કરવામાં આવશે, જ્યારે ઓક્સિજન બેડ 1000થી વધારી 1,10,000 કરવામાં આવશે. ICU બેડ 1500થી વધારી 30,000 કરવામાં આવશે અને વેન્ટિલેટર 7000થી વધારી 15000 કરવામાં આવશે.

આ પણ વાંચો:

Holistic Health Pre Vibrant: ગાંધીનગર ખાતે 3 સત્રમાં યોજાશે આ કાર્યક્રમ, CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે થશે ઉદ્ઘાટન

Year Ender 2021: વર્ષ દરમિયાન ગાંધીનગરમાં યોજાયેલા આંદોલનો અને કાર્યક્રમો, જાણો એક ક્લિક પર...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.