ETV Bharat / city

PM મોદીના જન્મદિવસની સાપ્તાહિક ઉજવણી, વિશ્વ રેકોર્ડ આવશે બનાવવામાં : ગોરધન ઝડફિયા

author img

By

Published : Sep 17, 2022, 9:04 AM IST

PM મોદીના જન્મદિવસને લઈને સેવા પખવાડિયા અંતર્ગત વિશ્વ રેકોર્ડ આવશે બનાવવામાં : ગોરધન ઝડફિયા
PM મોદીના જન્મદિવસને લઈને સેવા પખવાડિયા અંતર્ગત વિશ્વ રેકોર્ડ આવશે બનાવવામાં : ગોરધન ઝડફિયા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પર સેવા પખવાડિયા (PM Modi birthday) અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગોરધન ઝડફિયાએ જણાવ્યું કે, બ્લડ ડોનેશન કેમ્પ યોજી (PM Modi birthday Blood donation camp) વિશ્વ રેકોર્ડ બનાવવામાં આવશે. (PM Modi birthday part Seva Pakhwada)

ગાંધીનગર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે (17 સપ્ટેમ્બર) જન્મદિવસ છે, ત્યારે ભાજપ પક્ષ દ્વારા સેવા પખવાડિયા અંતર્ગત વિવિધ કાર્યક્રમનું (PM Modi birthday) આયોજન કરવામાં આવ્યું છે. જે એક અઠવાડિયા સુધી આ કાર્યક્રમ યોજાશે. ઉલ્લેખનીય છે કે, ભાજપ પક્ષ કોઈ વ્યક્તિને ધ્યાનમાં લઈને ઉજવણી કરે છે તેવા પ્રશ્નનો જવાબ આપતા ગોરધન ઝડફિયા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસે નિમિત્તે છે. (PM Modi birthday Blood donation camp)

PM મોદીના જન્મદિવસની સાપ્તાહિક ઉજવણી

મેગા બ્લડ ડોનેશન ગોરધન ઝડફિયાએ જણાવ્યું કે, 17 સપ્ટેમ્બરના રોજ 579 મંડલમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજી વિશ્વ રેકોર્ડ બનાવવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જુદા-જુદા પેઇન્ટિંગ દુબઇના ચિત્ર કલાકાર દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે. તે ચિત્રોની પ્રદર્શની રવિશંકર આર્ટ ગેલેરી ખાતે મુખ્યપ્રધાનના વરદ હસ્તે ખુલ્લી મુકાશે. આ ગેલેરીનું પ્રદર્શન અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ ખાતે પણ રાખવામાં આવનાર છે. 20મી સપ્ટેમ્બરના રોજ કિસાન મોરચા દ્વારા રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાની ઉપસ્થિતિમાં તમામ 182 વિધાનસભા બેઠકને આવરી લેતા નમો કિસાન પંચાયત કાર્યક્રમ રાજ્યના આશરે 14 હજારથી પણ વધુ ગામોમાં 30 તારીખ સુધી બેઠકો યોજવામાં આવશે. (pm modi birthday celebration)

નારી શક્તિ વંદના કાર્યક્રમ વધુમાં જણાવ્યું હતું કે, આ બેઠકમાં સરકારના વિવિધ કામોની માહિતી રજૂ કરવામાં આવશે. 21મી સપ્ટેમ્બરના રોજ 750 સ્થાનો પર 13 થી 20 વર્ષની દિકરીઓનું હિમોગ્લોબીન અંગેનું ટેસ્ટીંગ અને તે અંગેની સારવાર કરવામાં આવશે. આ કાર્યક્રમ મહિલા મોરચા અને ગુજરાત ડોકટર સેલના સંયુકત ઉપક્રમે યોજાશે. દરેક સ્થાને આશરે 100 દિકરીઓનું હિમોગ્લોબીનનું ટેસ્ટીંગ થાય તેવા પ્રયત્ન કરવામાં આવશે. ગુજરાતની અનુ.જાતિ સમાજની મહિલાઓ માટે નારી શક્તિ વંદના કાર્યક્રમ આશરે દસ હજાર જેટલા મહિલાઓની ઉપસ્થિતિમાં યોજાશે. 25 મી સપ્ટેમ્બરના રોજ અનુ.જાતિ આરક્ષિત 40 વિધાનસભા વિસ્તારમાં સુપર સ્પેશિયાલિસ્ટ ડોકટરો દ્વારા મેગા નિદાન કેમ્પનું આયોજન રાખવામાં આવ્યું છે. (happy birthday pm modi)

હેલો કમલશક્તિ થકી મહિલાઓ સાથે ગોરઘન ઝાડફીયાએ વધુમાં જણાવ્યું કે, મહિલા મોરચા દ્વારા તારીખ પહેલી ઓક્ટોબરના રોજ હેલો કમલ શક્તિ થકી મહિલાઓ સાથે સંવાદ અમદાવાદના GMDC કન્વેન્સન હોલ ખાતે કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઇરાની હાજર રહેશે. તેમજ સ્વચ્છ ભારત મિશન અંતર્ગત રાજ્યમાં પહેલી અને બીજી ઓક્ટોબરના રોજ સમગ્ર રાજયમા સફાઇ ઝુંબેશ ચલાવવામાં આવશે. (PM Modi birthday part Seva Pakhwada)

સામૂહિક ખાદીની ખરીદી આ કાર્યક્રમમાં રાજ્યના ચૂંટાયેલા તેમજ સંગઠનના કાર્યકરો શ્રમયજ્ઞ દ્વારા સફાઈ ઝુંબેશ હાથ ધરાશે. તારીખ 2જી ઓક્ટોબરના રોજ ગાંધી જયંતીના દિવસે ભાજપના તમામ ચૂંટાયેલા અને સંગઠનના કાર્યકર્તાઓ દ્વારા સામૂહિક ખાદી ખરીદી તેમજ ગ્રામીણ કારીગરો દ્વારા બનાવેલી ચીજ વસ્તુઓની ખરીદી કરાશે. happy birthday narendra modi, PM Modi birthday Program

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.