ETV Bharat / city

મોરબીની GIDCમાં 127 MSMEને પ્લોટ ફાળવણી અને દહેજ-સાયખામાં 40 MLDના બે CETP પ્લાન્ટનું મુખ્યપ્રધાને ઈ-લોકાર્પણ કર્યું

author img

By

Published : Jul 13, 2020, 10:12 PM IST

Plot allotment to 127 MSMEs in GIDC
મોરબીની GIDCમાં 127 MSMEને પ્લોટ ફાળવણી અને દહેજ-સાયખામાં 40 MLDના બે CETP પ્લાન્ટનું મુખ્ય પ્રધાને E લોકાર્પણ કર્યું

મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ગુજરાતના વિકાસને નિરંતર રાખવા માટે ગાંધીનગર મુખ્યમંત્રી નિવાસ સ્થાનેથી ટંકારાની છત્તર-મીતાણા GIDCમાં 127 MSME એકમોને પારદર્શી પદ્ધતિએ કોમ્પ્યુટરરાઇઝ ડ્રો થી પ્લોટની ફાળવણી કરી હતી. ઉપરાંત ભરુચ જિલ્લાના દહેજ અને સાયખા ઔદ્યોગિક વસાહતોમાં ઊદ્યોગોના પ્રદૂષિત-ગંદા પાણીના શુદ્ધિકરણ અને નિકાલ માટેના 40 MLDના બે CETP પ્લાન્ટસનું લોકાર્પણ પણ કર્યું હતું.

મોરબીની છત્તર-મીતાણા GIDCમાં 127 MSMEને પ્લોટની મુખ્યપ્રધાને ફાળવણી કરી

  • MSME એકમોને પારદર્શી પદ્ધતિએ કોમ્પ્યુટરરાઇઝ ડ્રો થી પ્લોટની ફાળવણી
  • દહેજ-સાયખામાં 40 MLDના બે CETP પ્લાન્ટનું E લોકાર્પણ કર્યું
  • ડાઇસેલ સેફટી સીસ્ટમ ઇન્ડીયા પ્રગતિને એરબેગ ઇન્ફલેટર્સના ઉત્પાદન માટે ખોરજ GIDCમાં પ્લોટ ફાળવણી પત્ર અર્પણ કર્યો

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના નો કહેર યથાવત છે ત્યારે કેન્દ્ર સરકારની ગાઇડલાઇન્સ પ્રમાણે કોઇપણ જાહેર કાર્યક્રમ કરવાની મનાઈ ફરમાવવામાં આવી છે ત્યારે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ગુજરાતના વિકાસને નિરંતર રાખવા માટે ગાંધીનગર મુખ્યમંત્રી નિવાસ સ્થાનેથી ટંકારાની છત્તર-મીતાણા GIDCમાં 127 MSME એકમોને પારદર્શી પદ્ધતિએ કોમ્પ્યુટરરાઇઝ ડ્રો થી પ્લોટની ફાળવણી કરી હતી.

Plot allotment to 127 MSMEs in GIDC
મોરબીની GIDCમાં 127 MSMEને પ્લોટ ફાળવણી અને દહેજ-સાયખામાં 40 MLDના બે CETP પ્લાન્ટનું મુખ્ય પ્રધાને E લોકાર્પણ કર્યું

ઉપરાંત ભરુચ જિલ્લાના દહેજ અને સાયખા ઔદ્યોગિક વસાહતોમાં ઊદ્યોગોના પ્રદૂષિત-ગંદા પાણીના શુદ્ધિકરણ અને નિકાલ માટેના 40 MLDના બે CETP પ્લાન્ટસનું લોકાર્પણ પણ કર્યું હતું.

ડિજિટલ લોકાર્પણ બાદ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજ્યની GIDCમાં કાર્યરત લઘુ-મધ્યમ-સુક્ષ્મ ઊદ્યોગો કવોલિટી, માર્કેટીંગ અને પ્રાઇસીંગમાં વિશ્વના અન્ય દેશોના ઊદ્યોગોને બીટ કરી ‘મેઇક ઇન ઇન્ડીયા’ આત્મનિર્ભર ભારતની વૈશ્વિક બ્રાન્ડ ઇમેજ ઊભી કરવા આહવાન કર્યુ છે. આ બાબતે સીએમ રૂપાણીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં ઊદ્યોગો માટે મુકત વાતાવરણ અને સરકારનો સૌથી ઓછા હસ્તક્ષેપ છે ત્યારે આવનારા સમયમાં રાજ્યની GIDCમાં અનુકૂળ વાતાવરણથી બધા જ પ્લોટસ-બધી જ વસાહત ઉત્પાદનથી ધમધમતી થાય અને લાખો લોકોને રોજી-રોટી મળતી થશે.

મોરબીની GIDCમાં 127 MSMEને પ્લોટ ફાળવણી અને દહેજ-સાયખામાં 40 MLDના બે CETP પ્લાન્ટનું મુખ્ય પ્રધાને E લોકાર્પણ કર્યું

રાજ્યની વિવિધ ઔદ્યોગિક વસાહતના ઊદ્યોગકારોનો પણ પ્રથમવાર તેમના પ્રશ્નોનો 100 ટકા નિકાલ થયો છે, જેથી ગુજરાત વિશ્વના વેપાર ઊદ્યોગકારો માટે બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ છે. કેન્દ્ર સરકારે જાહેર કરેલા FDIના રોકાણ આંકડા મુજબ ગુજરાતમાં 240 ટકાનો વધારો થયો છે અને ગુજરાતનો બેરોજગારી દર 3.4 ટકા એટલે કે સમગ્ર દેશમાં સૌથી ઓછો છે. ગુજરાત ઉત્પાદન ક્ષેત્રે પણ નંબર વન રાજ્ય છે.

GIDCની માળખાકીય સુવિધાઓને કારણે ઊદ્યોગકારોનો વિકાસ થાય છે સાથોસાથ પ્લગ એન્ડ પ્રોડયુસ, આત્મનિર્ભર ગુજરાત પેકેજ અંતર્ગત 458 કરોડ રૂપિયાની વિવિધ રાહતોથી સરકારે કોરોનાના કપરા સમયમાં ઊદ્યોગકારોને બોટલ નેકસ દૂર કરી વધુને વધુ ઊદ્યોગો શરૂ કરવા આકર્ષિત કર્યા છે તેની પણ વિશદ છણાવટ કરી હતી. રાજ્યમાં 217 GIDCમાં 60 હજાર જેટલા ઊદ્યોગો 18 લાખથી વધુ લોકોને પ્રત્યક્ષ રોજગારી પૂરી પાડી રહ્યા છે અને ગુજરાત માથાદીઠ આવકમાં પણ વૃદ્ધિ કરી રહ્યું છે.

સીએમ રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે કોરોના સંક્રમણ વચ્ચે અનલોક કર્યુ છે તેમાં પ્રજાજનો, નાગરિકોના સહયોગથી વેપાર-ઊદ્યોગ-ધંધા જેવી રોજીંદી પ્રવૃત્તિઓ ધમધમતી થઇ છે. ગયા વર્ષે જુલાઇ મહિનામાં ઊદ્યોગોનો જે વીજ વપરાશ 207 મિલીયન યુનિટ હતો તે આ વર્ષના જુલાઇ મહિનામાં પણ 207 મિલીયન યુનિટ યથાવત છે એનો સીધો અર્થ એ છે કે ઊદ્યોગો-એકમો ફરી ધમધમતા થઇ ગયા છે.

આ પ્રસંગે ડાઇસેલ સેફટી સીસ્ટમ ઇન્ડીયા પ્રગતિને એરબેગ ઇન્ફલેટર્સના ઉત્પાદન માટે ખોરજ GIDCમાં પ્લોટ ફાળવણી પત્ર અર્પણ કર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.