ETV Bharat / city

પેટ્રોલ ડીઝલના ભાવ અંગે નાણા પ્રધાન શું બોલી ગયા, જૂઓ

author img

By

Published : May 25, 2022, 9:12 AM IST

સમગ્ર દેશમાં પેટ્રોલ ડીઝલની કિંમતમાં ઘટાડો (Petrol Diesel Price in Gujarat) થયો છે. તેવામાં લોકોના મનમાં એક જ પ્રશ્ન છે ગુજરાત સરકાર વેટ અને એક્સાઈઝ ડ્યૂટીમાં ઘટાડો (VAT and Excise duty on Petrol Diesel) કરશે કે નહીં. તો આ અંગે નાણા પ્રધાન કનુ દેસાઈએ (Finance Minister Kanu Desai) જવાબ આપ્યો હતો.

પેટ્રોલ ડીઝલના ભાવ અંગે નાણા પ્રધાન શું બોલી ગયા, જૂઓ
પેટ્રોલ ડીઝલના ભાવ અંગે નાણા પ્રધાન શું બોલી ગયા, જૂઓ

ગાંધીનગરઃ કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલમાં વેટ અને એક્સાઈઝ ડયૂટીમાં ઘટાડો (VAT and Excise duty on Petrol Diesel) કર્યો છે. ત્યારે હવે ગુજરાત સરકાર ઘટાડો કરશે કે, નહીં અને જો કરશે તો કેટલો કરશે. તે અંગે અનેક પ્રશ્નો લોકોના મનમાં થઈ રહ્યા છે. જોકે, રાજ્ય સરકારના નાણા વિભાગે સત્તાવાર રીતે બહાર પાડેલા આંકડા મુજબ, અત્યારે ગુજરાતમાં 4 નવેમ્બર 2021થી પેટ્રોલ પર 13.7 ટકા અને ડીઝલ પર 14.9 ટકા વેટ વસૂલ કરવામાં આવે છે, જે સમગ્ર દેશમાં ઓછો દર છે.

કોંગ્રેસે પેટ્રોલ ડીઝલના ભાવવધારાનો કર્યો વિરોધ
કોંગ્રેસે પેટ્રોલ ડીઝલના ભાવવધારાનો કર્યો વિરોધ

છેલ્લા 4 વર્ષમાં ઘટાડાની વિગતો - રાજ્યના નાણા વિભાગ દ્વારા છેલ્લા 4 વર્ષમાં પેટ્રોલ અને ડીઝલ પર વેટના દરમાં ઘટાડો (VAT and Excise duty on Petrol Diesel) કરવામાં આવ્યો છે જ્યારે 6 મહિના પહેલાં જ્યારે કેન્દ્ર સરકારે વેટના દરમાં ઘટાડો કર્યો હતો. તે જ રીતે રાજ્ય સરકારે પણ કેન્દ્ર સરકારે ઘડેલા સમાન સરખો ઘટાડો કર્યો હતો. તેવામાં હવે રાજ્ય સરકારે 5 ઓક્ટોબર 2018ના રોજ પેટ્રોલ અને ડીઝલ પર વેટ દર 20 ટકાથી ઘટાડીને 70 ટકા કર્યો હતો. ત્યારબાદ 4 નવેમ્બર 2021ના રોજ પેટ્રોલ પરનો વેટનો (Petrol Diesel Price in Gujarat) દર ઘટાડીને 13.7 ટકા અને ડીઝલ પરનો દર ઘટાડીને 14.9 ટકા કરવામાં આવ્યો હતો. તેના કારણે પેટ્રોલ ડીઝલમાં અંદાજે રૂપિયા 7નો ઘટાડો થયો હતો.

અત્યારે ગુજરાતમાં 4 નવેમ્બર 2021થી પેટ્રોલ પર 13.7 ટકા અને ડીઝલ પર 14.9 ટકા વેટ વસૂલ કરવામાં આવે છે, જે સમગ્ર દેશમાં ઓછો દર છે
અત્યારે ગુજરાતમાં 4 નવેમ્બર 2021થી પેટ્રોલ પર 13.7 ટકા અને ડીઝલ પર 14.9 ટકા વેટ વસૂલ કરવામાં આવે છે, જે સમગ્ર દેશમાં ઓછો દર છે

આ પણ વાંચો- Petrol Diesel Price in Gujarat: આજે દિવસ દરમિયાન રહેશે આ ભાવ

નાણા પ્રધાનનું નિવેદન - સાથે સાથે કેન્દ્ર સરકાર દ્વારા પણ આબકારી જકાતમાં ઘટાડો કરતાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં (Petrol Diesel Price in Gujarat) કુલ મળીને અનુક્રમે પ્રતિલિટર અંદાજિત 12 રૂપિયા અને 17 રૂપિયાનો ઘટાડો થયો હતો. આમ, 4 નવેમ્બરે કેન્દ્ર સરકારની સૂચનાથી અને જાહેરાતથી રાજ્ય સરકારે પણ વેટના દરમાં ઘટાડો કર્યો હતો. તેના કારણે રાજ્ય સરકારની તિજોરી પર 533 કરોડ રૂપિયાનો બોજો પડ્યો છે. જ્યારે કૉંગ્રેસ પક્ષના ધારાસભ્યો વિધાનસભામાં વેટ ઓછો કરો તો પેટ્રોલનો ભાવ ઓછો થાય, પરંતુ કૉંગ્રેસ શાસિત એક પણ રાજ્યમાં વેટ ઓછો કરવામાં આવ્યો નથી. જ્યારે સમગ્ર દેશમાં ગુજરાતમાં જ વેટ અને સેસ એકદમ ઓછો હોવાનું નિવેદન પણ નાણાપ્રધાન કનુ દેસાઈએ (Finance Minister Kanu Desai) આપ્યું હતું.

અત્યારે ગુજરાતમાં 4 નવેમ્બર 2021થી પેટ્રોલ પર 13.7 ટકા અને ડીઝલ પર 14.9 ટકા વેટ વસૂલ કરવામાં આવે છે, જે સમગ્ર દેશમાં ઓછો દર છે
અત્યારે ગુજરાતમાં 4 નવેમ્બર 2021થી પેટ્રોલ પર 13.7 ટકા અને ડીઝલ પર 14.9 ટકા વેટ વસૂલ કરવામાં આવે છે, જે સમગ્ર દેશમાં ઓછો દર છે

આ પણ વાંચો- હાશ: કેન્દ્ર સરકારે એક્સાઈઝ ડ્યૂટીમાં કર્યો ઘટાડો, પેટ્રોલ ડીઝલના ભાવ ગગડ્યા

અગાઉ ખોટી અફવા ફેલાઈ હતી - કેન્દ્ર સરકાર દ્વારા જે રીતે એક્સાઈઝ ડ્યૂટીમાં ઘટાડો કરવામાં આવ્યો છે. ત્યારે ગુજરાત સરકાર પણ પેટ્રોલ અને ડીઝલમાં 2 રૂપિયા જેટલો ઘટાડો કરી શકે છે. તેવી અગાઉ અફવા ફેલાઈ હતી. આ બાબતે નાણાપ્રધાન કનુ દેસાઈએ જણાવ્યું હતું કે, સૌથી ઓછો વેટ અને સેસ ગુજરાતમાં છે. હવે આનાથી ઓછું થઈ શકે નહીં. આડકતરી રીતે ગુજરાતમાં ભાવ ઘટાડા પર પણ નાણાપ્રધાને (Finance Minister Kanu Desai) પૂર્ણવિરામ મૂકી દીધું છે.

CNGના ભાવ ઘટશે - રાજ્યની સિરામિક ઈન્ડસ્ટ્રીઝ હોય કે અન્ય ઈન્ડસ્ટ્રીઝ કે, જેમાં CNG ગેસનો વપરાશ થતો હોય છે. આ ઉપરાંત CNG સહિત અનેક એવા છે કે, જેમાં ઈન્ડસ્ટ્રીઝમાં ઉપયોગ થતા હોય છે. તો રાજ્ય સરકાર આગામી દિવસોમાં CNG ગેસના ભાવ અને ઈન્ડસ્ટ્રીઝમાં ઉપયોગમાં લેવાતા ગેસમાં ઘટાડો કરે તેવી શક્યતાઓ છે, પરંતુ વાહનોમાં વપરાતા CNG ગેસના ભાવમાં ઘટાડો થઈ શકશે નહીં.

પેટ્રોલ-ડીઝલને GSTમાં સમાવવા કાઉન્સિલ નિર્ણય કરશે - સમગ્ર દેશમાં છેલ્લા કેટલાય દિવસથી પેટ્રોલ અને ડીઝલને GSTમાં સમાવવા માટેની ચર્ચાઓ થઈ રહી છે. ત્યારે 17 સપ્ટેમ્બરે મળેલી GST કાઉન્સિલની બેઠકમાં અનેક રાજ્યો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. આ બાબતે 18 સપ્ટેમ્બરે રાજ્યના નાણા પ્રધાન કનુ દેસાઈએ (Finance Minister Kanu Desai) ચાર્જ સંભાળતા પેટ્રોલ ડીઝલને GSTમાં સમાવવા બાબતે ગુજરાતનો કેવો રહેશે. તે અંગે જણાવ્યું હતું કે, GSTમાં કોઈ પણ પ્રોડક્ટ કે સર્વિસનો સમાવેશ કરવા માટે કાઉન્સિલનો નિર્ણય જે રાખવામાં આવે છે. જ્યારે તમામ રાજ્યો સાથે સલાહ સૂચન કર્યા બાદ જ આખરી નિર્ણય કરવામાં આવે છે ત્યારે GST કાઉન્સિલ તરફથી સૂચના આવશે. તો ગુજરાતમાં પણ પેટ્રોલ ડીઝલને GSTની અંદર સમાવી લેવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.