ETV Bharat / city

રથયાત્રાના દિવસે અમિત શાહ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીની લેશે મુલાકાત, ડ્રગ્સ લેબોરેટરીનું કરશે ઉદ્ઘાટન

author img

By

Published : Jul 9, 2021, 12:21 PM IST

Updated : Jul 10, 2021, 1:42 PM IST

દેશ અને રાજ્યમાં ડ્રગ(Drugs)ની દાણચોરી અને હેરાફેરીના કિસ્સા વધતા જોવા મળી રહ્યા છે, ત્યારે ડ્રગ્સ(Drugs)માં કોઇ પણ પદાર્થ ભેળવી દેવામાં આવે તો ડ્રગ્સ(Drugs) પોતાનું બાયોલોજીકલ સ્વરૂપ બદલી નાખે છે અને તાપસકર્તા અધિકારીને ડ્રગ્સ છે કે નહીં તે બાબતે ખ્યાલ નથી આવતો. આ તપાસ માટે નેશનલ ફોરેન્સિક યુનિવર્સિટી (National Forensic Sciences University) માં ખાસ એક લેબોરેટરી(Drugs laboratory) બનાવવામાં આવી છે.

અમિત શાહ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીની લેશે મુલાકાત
અમિત શાહ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીની લેશે મુલાકાત

  • રથયાત્રાની મંગળા આરતી બાદ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ લેશે નેશનલ ફોરેન્સિક યુનિવર્સિટીની મુલાકત
  • બપોરે 1 કલાકે અમિત શાહ આવશે ગાંધીનગર
  • ડ્રગ્સ લેબોરેટરીનું કરશે ઉદ્ઘાટન
  • ફોરેન્સિક યુનિવર્સિટી ખાતે બનાવવામાં આવી છે સ્પેશિયલ ડ્રગ્સ લેબોરેટરી

ગાંધીનગર : દેશ અને રાજ્યમાં ડ્રગ(Drugs)ની દાણચોરી અને હેરાફેરીના કિસ્સામાં વધારો થયો છે. જ્યારે ડ્રગ્સ(Drugs)માં અમુક માત્રામાં કોઇ પણ પદાર્થ ભેળવી દેવામાં આવે તો ડ્રગ્સ પોતાનું બાયોલોજીકલ સ્વરૂપ બદલી નાખે છે અને તાપસકર્તા અધિકારીને ડ્રગ્સ છે કે નહીં તે બાબતે ખ્યાલ નથી આવતો, ત્યારે નેશનલ ફોરેન્સિક યુનિવર્સિટી(National Forensic Sciences University)માં ખાસ એક લેબોરેટરી બનાવવામાં આવી છે. જેમાં ડ્રગ્સ(Drugs)ની સંપૂર્ણપણે તપાસ કરવામાં આવશે. આ લેબોરેટરીનું કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ(Amit shah) દ્વારા 12 જુલાઈ રથયાત્રા(Rathyatra)ના દિવસે ઉદ્ઘાટન કરવામાં આવશે.

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહનો ગુજરાત પ્રવાસ
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહનો ગુજરાત પ્રવાસ

આ પણ વાંચોઃ વડાપ્રધાન મોદીએ 'રાષ્ટ્રીય સ્વચ્છતા કેન્દ્ર'નું કર્યું ઉદ્ઘાટન

ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીની અલગ અલગ લેબોરેટરીની મુલાકાત કરશે

નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી(National Forensic Sciences University) તરફથી મળતી માહિતી પ્રમાણે 12 જુલાઇ રથયાત્રા(Rathyatra)ના દિવસે ગૃહપ્રધાન અમિત શાહ (Amit shah)એક વાગ્યાની આસપાસ નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ખાતે આવીને ડ્રગ્સ લેબોરેટરી(Drugs laboratory)નું ઉદ્ઘાટન કરશે અને ત્યારબાદ યુનિવર્સિટી કેમ્પસમાં આવેલી તમામ લેબોરેટરીનું પણ પરીક્ષણ કરશે, જ્યારે ડિફેન્સ માટે યુનિવર્સિટીમાં થયેલા રિસર્ચ બાબતે પણ અમિત શાહ જાણકારી મેળવશે.

અમિત શાહ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીની લેશે મુલાકાત
અમિત શાહ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીની લેશે મુલાકાત

યુનિવર્સિટી સમગ્ર દેશના ડ્રગ્સનું ગુજરાતમાં થશે પરીક્ષણ

ગાંધીનગર ખાતે આવેલી નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી(National Forensic Sciences University) માં ડ્રગ્સ લેબોરેટરી તૈયાર કરવામાં આવી છે. જેનું ઉદ્ઘાટન કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ (Amit shah)ના હસ્તે 12 જુલાઈના રોજ કરવામાં આવશે. જ્યારે આ નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી માટે તૈયાર કરવામાં આવેલી ડ્રગ્સ લેબોરેટરી(Drugs laboratory)માં દેશના તમામ રાજ્યો માટે ડ્રગ્સ(Drugs)ના સેમ્પલો કે જે પોલીસ અધિકારી અથવા તો નાર્કોટિક્સ બ્યુરો દ્વારા જપ્ત કરવામાં આવ્યા હોય તેનું પરીક્ષણ હવે ગુજરાત ખાતે કરવામાં આવશે.

અમિત શાહ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીની લેશે મુલાકાત
અમિત શાહ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીની લેશે મુલાકાત

ભવિષ્યના સમયમાં ટેસ્ટીંગ કીટ તૈયાર કરવામાં આવશે

યુનિવર્સિટીના કેમ્પસ ડાયરેક્ટર એસ.ઓ.જૂનેરાએ જણાવ્યું હતુ કે, આ લેબોરેટરીમાં ડ્રગ્સ(Drugs) પર પરીક્ષણ કરવામાં આવશે. ત્યારબાદ એક ખાસ પ્રકારની કીટ તૈયાર કરવામાં આવશે. જે દેશના તમામ પોલીસ સ્ટેશન અને ગૃહ વિભાગમાં આપવામાં આવશે, જેથી તાત્કાલિક ધોરણે ડ્રગ્સ(Drugs)ની તમામ માહિતી મેળવી શકાય અને ડ્રગ્સ(Drugs)ની હેરફેર કરતા ડ્રગ પેન્ડલર આસાનીથી છૂટી ન શકે તે બાબતે પણ રિસર્ચ કરી શકાશે.

રથયાત્રાના દિવસે અમિત શાહ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીની લેશે મુલાકાત

આ પણ વાંચોઃ સુરતમાં 15 દિવસમાં ઉભી કરાયેલી 1000 બેડની કોરોના હોસ્પિટલનું ઇ-લોકાર્પણ કરાયું

ડ્રગ્સનું પ્રમાણ ઓછું હશે તો પણ પડશે ખબર

સામાન્ય સંજોગોમાં ડ્રગ્સ(Drugs) પેન્ડલર ડ્રગ્સની હેરાફેરી કરવા માટે ડ્રગ્સ અને અમુક ચીજ વસ્તુઓમાં ભેળસેળ કરીને એક જગ્યાએથી બીજી જગ્યાએ સામાન્ય રીતે હેરફેર કરતા હોય છે અને પોલીસને આ ઘટનાની ગંધ પણ આવતી નથી, જેથી ડ્રગ્સ(Drugs)ની હેરફેર સરળતાથી કરી શકે છે. આવા કિસ્સામાં પણ ડ્રગ્સ લેબોરેટરી (Drugs laboratory)દ્વારા તૈયાર કરવામાં આવેલી કીટનો ઉપયોગ કરવાથી 0.10 ટકા પણ ડ્રગ્સ જે તે વસ્તુમાં હશે તો પણ સરળતાથી ખબર પડશે અને તાત્કાલિક ધોરણે જે તે વ્યક્તિ પર કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે.

Last Updated : Jul 10, 2021, 1:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.