Omicron Fear in Gujarat : VGGS 2022 મુદ્દે સરકારી વિભાગો વચ્ચે સંકલન, વર્ચ્યુલી અનેક દેશો જોડાય તેવી શકયતાઓ

author img

By

Published : Dec 21, 2021, 8:44 PM IST

Omicron Fear in Gujarat :  VGGS 2022 મુદ્દે સરકારી વિભાગો વચ્ચે સંકલન, વર્ચ્યુલી અનેક દેશો જોડાય તેવી શકયતાઓ

ગુજરાત સરકાર દ્વારા 10-1-2020 થી 12 જાન્યુઆરી 2020 સુધી ગુજરાત વાઇબ્રન્ટ ગ્લોબલ સમિટનું (VGGS 2022) આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અત્યારે ગુજરાત સરકાર માટે માથાનો દુખાવો એવો ઓમીક્રોન વાઇરસ છે. કઇ રીતે આયોજન પાર પાડવું તેની ચિંતા (Omicron Fear in Gujarat) વચ્ચે સરકારી વિભાગો સંકલન કરી રહ્યાં છે.

ગાંધીનગર : કોરોના વૈશ્વિક મહામારીના કારણે વર્ષ 2021માં યોજાનાર ગુજરાત વાઇબ્રન્ટ ગ્લોબલ સમિટ રદ (VGGS 2022) કરવામાં આવ્યું હતું. હવે મહામારીની અસર ઓછી થઈ છે ત્યારે ઓમીક્રોન વાયરસ વિશ્વના અનેક દેશોમાં પ્રસરી (Omicron Fear in Gujarat) રહ્યો છે. ગુજરાતમાં પણ 17 જેટલા પોઝિટિવ કેસ સામે આવ્યા છે. ત્યારે VGGS 2022 કઈ રીતે યોજવું તે બાબતે રાજ્ય સરકાર દ્વારા ખાસ પ્રકારનું આયોજન કરવામાં આવે તેવી પણ શક્યતાઓ સેવાઇ રહી છે.

ગુજરાતમાં 17 જેટલા ઓમીક્રોન વાયરસ કેસો

વર્તમાન પરિસ્થિતિની વાત કરવામાં આવે તો ગુજરાતમાં અત્યારે નવા વાયરસના કુલ 17 જેટલા પોઝિટિવ કેસ (Omicron Update in Gujarat ) છે જેમાં જામનગર રાજકોટ અમદાવાદ બરોડા સુરત જેવા મહાનગરપાલિકા વિસ્તારમાં જ કોરોનાના કેસો સામે આવ્યા છે. વાઇબ્રન્ટ ગુજરાતમાં (VGGS 2022) 10 જેટલી પાર્ટનર કન્ટ્રી (VGGS 2022 Partner Countries) જોડાઈ છે. જે તમામ સાઉથ આફ્રિકા અને તેની આસપાસના દેશો હોવાના કારણે પણ રાજ્ય સરકારની ચિંતામાં (Omicron Fear in Gujarat) ક્યાંક વધારો થયો હોય તેવું લાગી રહ્યું છે.

આ પણ વાંચોઃ Gujarat Vibrant Summit 2022: CMની અધ્યક્ષતામાં નવાં 37 MOU કરાયા, અત્યાર સધી 81 કંપની સાથે થયાં MOU

તમામ ડેલીગેશને દ્વારા ગાઈડલાઇન્સનો અમલ થશે

આ બાબતે ગુજરાત રાજ્યના આરોગ્ય અગ્રસચિવ મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા નવા વાયરસને ધ્યાનમાં લઈને જે guidelines બહાર પાડવામાં આવી છે તે તમામ લોકોને લાગુ કરવામાં આવશે અને આ બાબતે આરોગ્ય વિભાગ ઉદ્યોગ વિભાગ સાથે સતત (Omicron Fear in Gujarat) સંપર્કમાં છે . જે પણ વ્યક્તિ (VGGS 2022) આવશે તે તમામ લોકોએ કેન્દ્ર સરકાર દ્વારા જે guidelines બહાર પાડવામાં આવી છે તે guidelines ચોક્કસપણે પાલન કરવું પડશે.

આરોગ્ય વિભાગ ઉદ્યોગ વિભાગ સાથે સતત સંપર્કમાં છે

કઈ કન્ટ્રી પાર્ટનર બની

સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે ઓમીક્રોન માટે 20 જાહેર થયેલા દેશો વાઈબ્રન્ટ ગુજરાતના (VGGS 2022) પાર્ટનર કન્ટ્રી તરીકે આવ્યા છે. વાઇબ્રન્ટ ગુજરાતમાં પાર્ટનર કન્ટ્રી તરીકે 8 દેશો એડ્રેસ કે તરીકે જાહેર થયા છે જેમાં કેન્દ્ર સરકારે જે સૂચિ યાદી મોકલી છે. તે જ આઠ દેશો ગુજરાત વાઇબ્રન્ટ ગ્લોબલ સમિટના પાર્ટનર કન્ટ્રી (VGGS 2022 Partner Countries) તરીકે આવ્યા છે. જેમાં યુકે સહિત યુરોપના ડેન્માર્ક ફ્રાન્સ ફિનલેન્ડ નેધરલેન્ડ અને પોલેન્ડ જેવા કન્ટ્રી ગુજરાત ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટના પાર્ટનર કન્ટ્રી બન્યા છે. જ્યારે યુરોપના વધુ બે દેશો જર્મની અને નોર્વે પણ પાર્ટનર કન્ટ્રી બની શકે તેવી પણ શક્યતાઓ રહેલી છે.

વર્ચ્યુલી હાજર રહેવાની વ્યવસ્થા થશે

ગુજરાતમાં પણ 17 જેટલા કોરોનાના ઓમીક્રોન કેસ સામે (Omicron Update in Gujarat ) આવ્યા છે તેને ધ્યાનમાં લઇને રાજ્ય સરકાર દ્વારા ગુજરાત વાઇબ્રન્ટ ગ્લોબલ સમિટમાં (VGGS 2022) અનેક ડેલીગેશન માટે હાજર રહેવાની વ્યવસ્થા કરે તેવી પણ શક્યતાઓ (Omicron Fear in Gujarat) સેવાઇ રહી છે. આમ અનેક પાર્ટનર કન્ટ્રી અથવા તો અનેક એપ્લિકેશન ગુજરાત વાઇબ્રન્ટ સમિટમાં હાજર રહેશે. આ ઉપરાંત વાઇબ્રન્ટ ગુજરાત મહાત્મા મંદિર ખાતે આવનારા તમામ લોકો માટે આરટીપીસીઆર ટેસ્ટ ફરજીયાત કરવામાં આવશે. જે માટે રાજ્ય સરકાર દ્વારા ટૂંક જ સમયમાં જાહેરાત કરાય તેવી પણ શકયતાઓ સેવવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ VGGS Pharma Summit 2021: વિદેશી ફાર્મા કંપની આવી ગુજરાતી કંપની સાથે ભાગીદારી કરી ઉત્પાદનમાં વધારો કરેઃ મનસુખ માંડવિયા

વસાહત મંડળ દ્વારા વિરોધ

ગાંધીનગર વસાહત મંડળ દ્વારા ગુજરાત વાઇબ્રન્ટનો (VGGS 2022) વિરોધ કરવામાં આવ્યો છે. જેમાં રાજ્ય સરકાર દ્વારા જે રીતે વાઈબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને જે દેશ પાર્ટનર કન્ટ્રી (VGGS 2022 Partner Countries) તરીકે આગળ આવ્યા છે, તે હાઈ રિસ્ક વધી હોવાનું નિવેદન કેસરીસિંહ બીહોલાએ આપ્યું હતું જ્યારે આ વાઇબ્રન્ટથી નાની ત્રીજી લહેરની પણ આશંકા (Omicron Fear in Gujarat) વ્યક્ત કરવામાં આવી હતી, અત્યારે રાજ્ય સરકાર અનેક ખર્ચો કરે છે પરંતુ જ્યારે કોરોનાની લહેર આવે (Omicron Update in Gujarat )ત્યારે આ વાઇબ્રન્ટ રદ થાય તેવું આવેદનપત્ર રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ ગાંધીનગર કલેકટર કુલદીપ આર્યા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા કેન્દ્રીય ગૃહ પ્રધાન અને ગાંધીનગર લોકસભાના સાંસદ અમિત શાહને આપ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.